કેસરમાં કુદરતી સારવારના ગુણ છે, ગર્ભાવસ્થા દરમિયાન કેસરયુક્ત દૂધ પીવાના છે અનેક ફાયદા

સાવચેતી :

કેસર ખરીદતી વખતે ધ્યાન રાખો તે અસલી હોય, કેમ કે અમુક દુકાન પર ખુલી એવી કેસર પણ વેચવામાં આવે છે જે અસલી નથી હોતી, અને નુકશાનકારક હોઈ શકે છે, એટલે કે ખરીદતી વખતે આઈ.એસ.આઈ.(ISI) માર્કા વાળી કેસર જ ખરીદો.

કેસર દૂધ પીવાના ફાયદા :

હમેંશા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે, કેસરનું દૂધ ગર્ભાવસ્થામાં ઘણું ફાયદાકારક હોય છે. તે માન્યતા છે કે ગર્ભાવસ્થામાં કેસરનું દૂધ પીવાથી બાળકનો રંગ ચોખ્ખો થાય છે.

કેસર દૂધ પીવાથી કોઈ નુકશાન નથી. પણ કેસર કે જાફરાનનું સેવન પ્રમાણસર જ કરો. અને તે પણ સાવચેતી રાખો કે એની સાથે તમે કોઈપણ બીજા ઘરેલું નુસખા કે જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવતો નહિ હોય. તમે તેનું સેવન ગર્ભાવસ્થામાં કરશો તો બની શકે કે તમને એઠન અને પેટના દુ:ખાવામાં રાહત મળી શકે.

દૂધ પ્રોટીન અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત હોય છે, અને કેસરમાં કુદરતી સારવારના ગુણ છે. ગર્ભાવસ્થા દરમિયાન દુધનો એક ગ્લાસ, કેસર બે તાર નાખવા બરોબર છે, તમે સ્વાદ માટે બીજી વસ્તુ પણ કેસરના ઉપયોગમાં કરી શકો છો. બિરીયાની, ખીર, લસ્સી અને પરંપરાગત ભારતીય મીઠાઈમાં કેસર એક મહત્વની ભૂમિકા ભજવે છે.

ગર્ભાવસ્થા દરમિયાન કેસરના ફૂલ :

કેસરના ફૂલ અને દૂધના મિશ્રણનો ઉપયોગ કરવાથી બાળકો રૂપાળા જન્મે છે. આ ગર્ભાવસ્થા દરમિયાન ધીમા પડી ગયેલ પાચન શક્તિને યોગ્ય કરવામાં પણ તમારી મદદ કરે છે.

આંખોની તકલીફ દરમિયાન ફાયદો :

કેસર આંખોની તકલીફ માટે ઘણું સારું હોય છે. એવું જાણવામાં આવેલ છે કે ગર્ભાવસ્થા દરમિયાન કેસરનું સેવન કરવાથી મોતિયાબિંદની સ્થિતિમાં ઘણો ફરક પડે છે, અને દ્રષ્ટિ પણ ઘણે અંશે તેજ બને છે.

બ્લડપ્રેશર :

ગર્ભવતી મહિલાને દિવસમાં માત્ર ૪ રેશા કેસરના સેવન દૂધ સાથે કરવું જોઈએ, તેનાથી તેનું બ્લડપ્રેશર સંતુલિત રહેશે અને મુડ પણ સારો રહેશે. તેના સેવનથી માંસપેશીઓમાં પણ રાહત મળે છે.

કીડની અને લીવરની તકલીફ માંથી મુક્તિ :

કેસર એક પ્રકારનું બ્લડ પ્યુરીફાયર પાવડર હોય છે, જે શરીરમાં કીડની અને લીવરની તકલીફો દુર કરી શકે છે.

બાળકોનું હાલવું ચાલવું :

એક ગર્ભવતી મહિલામાં પોતાના બાળકની હરકતોને માત્ર પાંચ મહિના પછી જ અનુભૂતિ કરી શકે છે. અને જો તે દૂધ કે ભોજન સાથે કેસરનું સેવન કરે તો આ અનુભૂતિ ઘણી જ વધુ અને ઘણો જ વહેલા સુધારો આવી શકે છે. તે શરીરની ગરમીમાં પણ ઘણો વધારો કરે છે, અને ગર્ભવતી મહિલાઓને એ વાતની સલાહ આપવામાં આવે છે કે તે તેનો વધુ પ્રમાણમાં સેવન ન કરે, નહી તો તેનાથી ઘણી આડ અસર થઇ શકે છે.