”સુ હોય અમારા જેવા ગરીબ માણસો ને” પાગલ ગુજ્જુ જોરદાર કોમેડી જોઇને શોધો ‘ગરીબ’

 

સોસીયલ મીડિયા ની યુ ટ્યુબ ચેનલ પાગલ ગુજ્જુ નો આ નવો કોમેડી વિડીયો તકિયા કલમ માં પોતાને ગરીબ ગરીબ કરવા વાળા ઉપર છે. ગરીબ વિષે ઘણું કેવાતું હોય છે.

એક શ્રીમંત કુંટુબની દીકરીને શાળામાં ગરીબ પર નિબંધ લખવાનુ કહેવામાં આવ્યુ, એના નિબંધને શરૂઆત આ રીતે શરૂ કર્યો. એક ગરીબ કુટુંબ હતુ, તેમા માં પણ ગરીબ, પિતાજી પણ ગરીબ હતા. બાળકો પણ ગરીબ, રસોઈયો પણ ગરીબ હતો. તેમની ગાડીનો ડ્રાઈવર પણ ગરીબ, કામવાળી પણ ગરીબ, માળી પણ ગરીબ હતો. બધા જ ગરીબ હતા.

આવું જ આપડી આસપાસ ઘણા લોકો પોતાને વાતે વાતે તકિયા કલમ બોલે છે ”સુ હોય ગરીબ માણસ ને”

પણ ગરીબી વિષે ગુગલ માં નીચે મુજબ જોવા મળે છે.

‘જો સમાજમાં મોટા ભાગના લોકો ગરીબ અને દુઃખી હોય તો, કઈ રીતે કહી શકાય કે સમાજમાં સુખ અને શાંતિ છે?’

એડમ સ્મિથે ૧૮મી સદીમાં આમ કહ્યું હતું. ઘણા માને છે કે તેમણે જે કહ્યું એ આપણા સમયમાં વધારે લાગુ પડે છે. ગરીબો અને ધનવાનો વચ્ચેની ખાઈ વધતી જ જાય છે. ફિલિપાઈન્સની વસ્તીના લગભગ ૩૦ ટકા લોકો દિવસમાં એક અમેરિકન ડોલરથી (આશરે ૪૮ રૂપિયાથી) પણ ઓછું કમાય છે. પરંતુ, ધનવાન દેશોમાં તો લોકો એટલા પૈસા મિનિટોમાં કમાય છે. યુએનનો હ્યુમન ડેવલોપમેન્ટ રિપોર્ટ કહે છે: “દુનિયાના સૌથી ગરીબ પાંચ ટકા લોકોની કમાણી સામે સૌથી ધનવાન પાંચ ટકા લોકોની આવક ૧૧૪ ગણી વધારે છે.”

અમુક લોકો સુખચેનમાં રહેતા હોય છે. એની સામે કરોડો લોકોએ સુખ જોયું પણ નથી. તેઓ ગમે તે જાહેર જગ્યાએ ગેરકાયદે ઝૂંપડાં બાંધીને રહે છે. બીજાઓના જીવનમાં તો ઝૂંપડાંમાં રહેવાનું પણ સુખ નથી. તેઓ રસ્તાની કોર પર પૂઠું કે પ્લાસ્ટિક પાથરીને ત્યાં જ રહેતા હોય છે. તેઓ તનતોડ મહેનત કરે તોપણ માંડ ટૂકડો રોટલી પામે છે. જેમ કે, ઘણા લોકો બે ટંક ખાવાનું મેળવવા પણ ગમે એવું કામ કરે છે. તેઓ સખત મજૂરીનું કામ કરે છે, કે કચરામાંથી ખાલી બોટલ, પ્લાસ્ટિક કે કાગળ વીણીને એને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

અમીરી-ગરીબીનો ભેદભાવ ફક્ત વિકાસશીલ દેશોમાં જ જોવા નથી મળતો. વર્લ્ડ બૅન્ક જણાવે છે: “દરેક દેશોમાં કોઈ પણ રૂપમાં ગરીબાઈ એકદમ સામાન્ય છે.” ભલે બાંગ્લાદેશ કે અમેરિકા હોય, ત્યાં અમુક એવા લોકો છે જેઓ પાસે ઢગલો પૈસા છે. પણ ત્યાં બીજાઓને કોઈ રહેવાની જગ્યા નથી અને માંડ માંડ દિવસમાં એક ટંક ખાવા મળે છે. અમેરિકામાં ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સએ ૨૦૦૧નો વસ્તીનો રિપૉર્ટ ટાંકતા જણાવ્યું કે અમેરિકામાં ધનવાન અને ગરીબો વચ્ચેનું અંતર સતત વધતું જાય છે.

રિપૉર્ટ કહે છે: ‘અમેરિકાની વસ્તીમાંથી ૨૦ ટકા લોકો સૌથી અમીર છે, અને ૨૦ ટકા સૌથી ગરીબ છે. વર્ષ ૨૦૦૧માં એ દેશની કુલ આવકમાંથી અમીર લોકો ૫૦ ટકા કમાયા હતા. પરંતુ, ગરીબ લોકો એમાંથી ફક્ત ૩.૫ ટકા કમાયા હતા.’ બીજા ઘણા દેશોની હાલત આવી જ અથવા આનાથી પણ વધારે ખરાબ છે. વર્લ્ડ બૅન્કનો રિપૉર્ટ બતાવે છે કે દુનિયાની વસ્તીના ૫૭ ટકા લોકો આખા દિવસના આશરે બે અમેરિકન ડોલરથી (આશરે ૯૫ રૂપિયાથી) પણ ઓછું કમાય છે.

‘એક ગરીબ છોકરો’

એકવાર એક ખુબજ શ્રીમંત બાળકને પરીક્ષામાં ‘એક ગરીબ છોકરો’ આ વિષય પર નિબંધ લખવાનો આવ્યો.

…વિષય અણધાર્યો હતો. પોતે તૈયાર કરેલા વિષયોની બદલે એકદમ નવોજ ટોપીક હતો..પણ તે હિંમત નાં હાર્યો. તેના મગજમાં જે આવ્યું તે બધુજ કાગળપર ઉતારવા લાગ્યો.

અને લખ્યા પછી તેને લાગ્યું કે તેણે ખુબજ સરસ નિબંધ લખ્યો છે, એટલે નિબંધની આખરમાં, ટીચર માટે એક સુચના પણ લખી નાખી..

બાળક ગરીબ હોય કે શ્રીમંત, બધાજ ખુબ નિર્દોષ હોય છે. આજુબાજુનાં અને ઘરનાં વાતાવરણ પ્રમાણેજ તેમની વિચારસરણી બંધાય છે. તેનો આ સચોટ દાખલો છે..

હવે વાંચો તેનો નિબંધ…

‘એક ગરીબ છોકરો’

એક છોકરો હતો.તે ખુબજ ગરીબ હતો.તેના ઘરમાં બધાજ ગરીબ હતા.તેના પપ્પા ગરીબ હતા.તેની મમ્મી ગરીબ હતી.તેનો નાનો ભાઈ ગરીબ તરો.તેના ૨ નોકર ગરીબ હતા.તેનો ડ્રાઈવર પણ ગરીબ હતો.

તેની પાસે ફક્ત એકજ i-phone હતો. તેના નાના ભાઈનો પોતાનો બેડરૂમ પણ ન હતો, તેથી તેને પોતાના ભાઈ સાથે બેડરૂમ share કરવો પડતો હતો. તેની રૂમનું a/c પણ એકદમ જુનું હતું. અને ખુબજ અવાજ કરતુ હતું. તેને પોકેટ મની પણ ખુબ ઓછા મળતા હતા, તેથી અઠવાડીયામાં બે જ વખત તે પીઝા ખાઈ શકતો હતો. બાકીના દિવસે તેને બર્ગર અથવા હોટડોગ ખાવા પડતા. તેનાં પપ્પા પાસે ફક્ત એકજ કાર હતી એટલે ઘણી વાર તેને રીક્ષામાં સ્કુલે જવું પડતું. તેની મમ્મી મહિનામાં એકજ વખત શોપિંગ કરવા જતી. આમ તેઓ બધા બહુ મુશ્કેલીપૂર્વક એશથી રહી શકતા હતા.

(નોટ:- ટીચરજી, મેં આ નિબંધ કોઈ ચોપડી અથવા કોઈનામાંથી કોપી કરીને નથી લખ્યો, માટે મને વધુ માર્ક આપજો.)

નીચે જુયો પાગલ ગુજ્જુ નું નજરાણું ગરીબ ગુજ્જુ

વિડીયો