ગરીબીમાં પસાર થયું છે આ કોમેડિયનનું બાળપણ, ફેક્ટરીમાં કરતા હતા દરજીનું કામ.

બોલીવુડ એક એવું સ્થળ છે, જ્યાં દરેકનું જીવન બદલાઈ જાય છે. જો તે સફળ થઇ ગયા તો ગરીબી શું હોય છે? તેને ખબર પણ નથી પડતી પરંતુ ઘણા કલાકારો ગરીબી માંથી ઉઠીને જયારે મહેનત કરી સફળતા પ્રાપ્ત કરે છે, તો તેના આનંદનો કોઈ પાર નથી રહેતો. કાંઈક એવી જ સ્થિતિ કલાકાર રાજપાલ યાદવની રહેલી છે. ગરીબીમાં પસાર થયું છે આ કોમેડિયનનું બાળપણ, જે તમને તેમના અભિનયથી હસાવીને લોથ પોથ કરી દે છે, જરા વિચારો તેમણે કેટલું સહન કર્યું હશે?

ગરીબીમાં પસાર થયું છે કોમેડિયનનું બાળપણ :-

યુપીના શાહજહાંપુરના રહેવાસી રાજપાલ યાદવનું સપનું હતું કે તે બોલીવુડમાં પોતાની એક વિશેષ ઓળખ ઉભી કરશે. તેને બોલીવુડમાં કામ મળ્યું પરંતુ આજ સુધી કોઈ મોટો રોલ મળ્યો નથી. રાજપાલ યાદવે ફિલ્મોમાં પોતાની એક કોમેડી કલાકાર તરીકે ઓળખ ઉભી કરી અને જો આપણે તેમના કુટુંબની વાત કરીએ તો તેનું બાળપણ ઘણી ગરીબીમાં પસાર થયું છે. તેમના પિતા ખેડૂત હતા અને તેમાંથી જ તે તેમના ૬ બાળકોનું ભરણપોષણ કરતા હતા.

રાજપાલ યાદવે ઈંટરનો અભ્યાસ કર્યા પછી ફેક્ટરીમાં દરજી કામ કરવાનું શરુ કર્યું કેમ કે તેમના કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેનું મન તે કામમાં જરાપણ લાગતું ન હતું પરંતુ તેને એ બધું કરવું પડ્યું. પરંતુ છતાં પણ તે બોલીવુડમાં કામ કરવાના પોતાના સપનાને ક્યારે પણ તુટવા ન દીધું. થોડા દિવસો નોકરી કર્યા પછી છેવટે તેમણે કામ છોડી દીધું અને ફિલ્મોમાં જવા માટેનો રસ્તો શોધવા લાગ્યો.

રાજપાલ યાદવે પોતાના જીવનની કહાની પોતાના ઘણા ઈન્ટરવ્યુંઝમાં જણાવી છે. તેમણે જણાવ્યું, જયારે હું લખનઉમાં ગ્રેજયુએશનના અભ્યાસ માટે ગયો, ત્યારે મને ત્યાં એક નાટકમાં કામ કરવાની તક મળી. આ નાટકમાં મને ૩૩૦૦ રૂપિયા મળ્યા હતા પરંતુ સીનીયરે માત્ર ૧૧૦૦ રૂપિયા જ આપ્યા હતા. રાજપાલ યાદવે પછી દિલ્હી આવીને ૨૦ હજાર રૂપિયાની નોકરી કરી પરંતુ બોલીવુડમાં એન્ટ્રી મેળવવવાના ચક્કરમાં તેમણે ત્યાં પણ નોકરી છોડી દીધી અને મુંબઈ આવીને કામ શોધવા લાગ્યો.

મુંબઈ આવ્યા પછી તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને ત્યાર પછી તેમને એક સીરીયલમાં કામ મળ્યું. તેમાં તેને એક એપિસોડના ૧૦૦૦ રૂપિયા મળતા હતા અને ત્યાર પછી તેમને ફિલ્મોમાં ઓફર આવવાનું શરુ થઇ ગયું. રાજપાલે સૌથી પહેલા કરુણા સાથે લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી તેને પહેલું સંતાન દીકરી થઇ, જેનું નામ જ્યોતિ રાખવામાં આવ્યું. જ્યોતિના જન્મ સમયે જ કરુણાનું મૃત્યુ થઇ ગયું હતું. જેથી રાજપાલ ઘણો તૂટી ગયો.

રાજપાલ યાદવે પોતાની કારકિર્દી વધારી અને ફિલ્મ દ હીરોના શુટિંગ દરમિયાન તે કેનેડા ગયો. ત્યાં તેની મુલાકાત રાધા સાથે થઇ અને પછી તેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. થોડા દિવસો સુધી તે ત્યાં મળતા રહ્યા પછી રાજપાલ ઇંડિયા પાછા આવી ગયા. રાધા પણ ઇંડિયા આવી ગઈ અને થોડા મહિના પછી બંનેએ લગ્ન કરી લીધા. ત્યાર પછી તેને બે દીકરીઓ બીજી થઇ.

આ ફિલ્મોમાં કર્યું કામ :-

રાજપાલ યાદવની છાપ જોરદાર કોમેડિયન તરીકે ઉભી થઇ. તેમણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને દેશભરના લોકો તેણે પસંદ કરે છે. રાજપાલ યાદવે ચુપકે-ચુપકે, ભૂલ ભુલૈયા, હંગામા, માલામાલ વીકલી, ઢોલ, વક્ત, ફિર હેરા ફેરી, ભાગમ ભાગ, ગરમ મસાલા, ખટ્ટા મીઠા, મેં મેરી પત્ની ઓરવે, મુઝસે શાદી કરોગી, રામ રામ ક્યા હે ડ્રામા, ભૂતનાથ, બિલ્લુ, જુડવા-૨, દે દનાદન, મેને પ્યાર કયો કિયા, ચોર મચાયે શોર જેવી ઘણી કોમેડી ફિલ્મોમાં કામ કર્યું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.