ગરીબીને હરાવીને અમીર બન્યા આ 7 બોલીવુડ સ્ટારો, એક તો રસ્તા પર પેપર વેચતો હતો

કોઈ મહાન વ્યક્તિએ કહ્યું હતું, જો તમે ગરીબ છો, તો તેમાં તમારી કોઈ ભૂલ નથી. પરંતુ જો તમે એક ગરીબ તરીકે જ મૃત્યુ પામો છો, તો તેમાં તમારી જ ભૂલ છે, કહેવાનો અર્થ છે કે ગરીબીને શ્રીમંતાઈમાં બદલવું તમારા હાથમાં હોય છે. તમે તમારી વર્તમાન સ્થિતિ કે પરિવારને દોષ આપીને સપના પુરા ન થવાનું બહાનું બનાવી શકો છો. જો તમારી અંદર કળા અને આગળ વધવાની ધગશ છે, તો તમને સફળ થવામાં કોઈ રોકી નથી શકતું. હવે ઉદાહરણ માટે આ બોલીવુડ કલાકારોની જ જોઈ લો. તે લોકો એક સમયમાં ઘણા ગરીબ હતા, પરંતુ હવે કરોડોમાં રમે છે.

જોની લીવર :-

ફિલ્મોમાં કોમેડીથી બધાંને હસાવનારા જોની લીવરનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો. ગરીબીને કારણે જ તેમણે ૭માં ધોરણ પછી જ અભ્યાસ છોડી દીધો હતો. તે પૈસા કમાવા માટે રોડ ઉપર પેપર પણ વેચતા હતા. આમ તો પાછળથી સખત મહેનત કરી અને બોલીવુડમાં પોતાનો વટ જમાવી દીધો.

મિથુન ચક્રવર્તી :-

મિથુનના જીવનમાં એક સમય એવો પણ હતો, જયારે તેની પાસે બિલકુલ પૈસા ન હતા. તે પોતાનું રોજિંદુ ગુજરાન પણ ચલાવી શકતા ન હતા. પછી તેમણે એક અજાણ્યા વ્યક્તિ પાસે પૈસાની મદદ લીધી અને જીવનમાં મહેનત કરી ફરી પોતાના પગ ઉપર ઉભા થયા. વર્તમાનમાં મિથુન પાસે ૩૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. ઉટી, તમીલનાડુમાં તેના રેસ્ટોરેન્ટ પણ ચાલે છે.

અક્ષય કુમાર :-

અક્ષય કુમાર પહેલા વેઈટરની જોબ કરતા હતા. તે દરમિયાન તેમણે માર્શલ આર્ટની તાલીમ લીધી અને વિદ્યાર્થીઓને શીખવાડવા પણ લાગ્યા. તે દરમિયાન એક વિદ્યાર્થીના પિતાએ તેને મોડલિંગની ઓફર કરી અને પછી અક્ષયે પાછા ફરીને જોયું નહિ અને મહેનતથી બોલીવુડમાં પ્રસિદ્ધ થઇ ગયા.

રજનીકાંત :-

સાઉથ ફિલ્મોના ભગવાન કહેવાતા રજનીકાંત એટલા ગરીબ હતા કે બસમાં કંડકટરની કામગીરી કરતા હતા. પછી તેમણે કન્નડના ધાર્મિક નાટકોમાં ભાગ લેવાનું શરુ કરી દીધું. ત્યાર પછી ‘અપૂર્વા રાગંગલ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું અને તેમાં નેશનલ એવોર્ડ પણ જીત્યો. બસ ત્યારથી તેમણે પાછા વળીને ન જોયું અને આજ સુધી પોતાની દરેક ફિલ્મમાં ઘણી મહેનત કરે છે.

સંજય મિશ્રા :-

સંજય મિશ્રાએ પણ બોલીવુડમાં કારકિર્દી બનાવવામાં ઘણા સંઘર્ષ કર્યા છે. એક સમય હતો જયારે સંજય મિશ્રા માત્ર વડા પાઉં ખાઈને જીવતા હતા અને રેલ્વે સ્ટેશન ઉપર બેસી રડ્યા કરતા હતા. સંજયે ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવા માટે લાઈટ. આર્ટ ડાયરેકશન, કેમેરા વર્ક તે બધું કર્યું. શરુઆતમાં ટીવીમાં અભિનય કર્યો. ત્યાં પણ ઘણું સ્ટ્રગલ કર્યા પછી ફિલ્મોમાં આજે તેના ટેલેન્ટની સાચી ઓળખ થઇ રહી છે. હવે તે લગભગ દરેક ફિલ્મમાં જોવા મળે છે.

નવાજુદ્દીન સીદ્ધીકી :-

નવાજ પણ એક ઘણા જ ગરીબ કુટુંબ માંથી આવે છે. ઉપરથી તે દેખાવમાં હીરો જેવા ન હતા. આમ તો તેમ છતાં પણ નવાજે હાર ન માની. તે સંઘર્ષ કરતા રહ્યા. ફિલ્મોમાં ઘણા નાના મોટા રોલથી શરુઆત કરી. છેવટે ડાયરેક્ટર અનુરાગ કશ્યપે તેની કળા ઓળખી અને ગેંગ ઓફ વાસેપુરમાં તેણે મુખ્ય રોલ આપીને ફેમસ કરી દીધો. આજે નવાજનું બોલીવુડમાં ઘણું મોટું નામ છે.

અરશદ વારસી :-

અરશદ ફિલ્મોમાં આવ્યા પહેલા ઘરે ઘરે જઈને સેલ્સમેનનું કામ કરતો હતો. તે ફોટા લેબનું પણ કામ કરી ચુક્યા છે. આમ તો પોતાના દ્રઢ મનોબળને લઈને તેમણે પણ બોલીવુડમાં સ્થાન બનાવી લીધું હતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.