એક ગ્લાસ છાશ પીવાથી થશે આ ચમત્કારી ફાયદા :
દહીંમાં ૪ ગણું પાણી ભેળવીને ઘોળવાથી છાશ બને છે.
ઉનાળામાં દૂધમાંથી બનેલા પદાર્થો શરીર માટે ખુબ વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
તેથી આ દિવસોમાં દહીં, પનીર, મઠો અને છાશનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવે છે. દહીં, પનીર, મઠો વગેરે તો ઉપયોગી છે જ પણ તેનાથી પણ વધુ લાભકારી છાશ છે.
ઉનાળામાં રોજ છાશનો ઉપયોગ અમૃત સમાન છે.
તેનાથી ચહેરો ચમકવા લાગે છે.
ખાવાની સાથે છાશ પીવાથી સાંધાના દુ:ખાવામાંથી પણ રાહત મળે છે.
છાશ કેલ્શિયમથી ભરેલ હોય છે.
તેનો રોજ ઉપયોગ કરનારાઓને ક્યારેય પાચન સબંધી તકલીફો અસર કરતી નથી.
ભોજન કર્યા પછી પેટ ભારે થઇ જવું અરુચિ વગેરે દુર કરવા માટે ઉનાળામાં છાશ જરૂર પીવી જોઈએ.
રોજ છાશ પીવાથી ઢગલાબંધ ફાયદા છે.
તેમાંથી થોડા આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ છાશ પીવાના ફાયદા.
એસીડીટી :
ઉનાળાને કારણે જો ઝાડા થઇ રહ્યા છે તો વડની જટાને વાટીને અને ચાળીને છાશમાં ભેળવીને પીવો.
છાશમાં સાકર, કાળા મરી અને સિંધવ મીઠું ભેળવીને રોજ પીવાથી એસીડીટી મૂળમાંથી દુર થઇ જાય છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારે :
તેમાં હેલ્દી બેક્ટેરિયા અને કાર્બોહાઈડ્રેટસ હોય છે, સાથે જ લેકટોસ શરીરમાં તમારી રોગ પ્રતિકારકશક્તિને વધારે છે, જેથી તમે તરત શક્તિશાળી થઇ શકો છો.
કબજીયાત :
જો કબજીયાતની તકલીફ રહેતી હોય તો અજમો ભેળવીને છાશ પીવો. પેટની સફાઈ માટે ઉનાળામાં ફ્રુદીનો ભેળવીને લસ્સી બનાવીને પીવો.
ખાવાનું ન પચવાની તકલીફ :
જે લોકોને ખાવાનું સારી રીતે ન પચવાની તકલીફ રહે છે. તેમણે રોજ છાશમાં શેકેલા જીરુંનું ચૂર્ણ, કાળા મરીનું ચૂર્ણ અને સિંધા મીઠુંનું ચૂર્ણ સરખા પ્રમાણમાં ભેળવીને ધીમે ધીમે પીવું જોઈએ. તેનાથી પાચન અગ્નિ ઝડપી થઇ જાય છે.
વિટામીન :
છાસમાં વિટામીન સી,એ,ઈ,કે અને બિ મળી આવે છે, જે શરીરમાં પોષણની જરૂરીયાતને પૂરી પાડે છે.
મિનરલ્સ :
તે આરોગ્ય પોષક તત્વો જેવા કે લોહ, જસત, ફોસ્ફરસ અને પોટેશિયમથી ભરેલા હોય છે, જે પણ શરીર માટે ખુબ જ જરૂરી મિનરલ માનવામાં આવે છે.
જો તમે ડાયટ ઉપર છો તો રોજ એક ગ્લાસ મઠો પીવાનું ન ભૂલશો. તેમાં લો કેલેરી અને ચરબી પણ ઓછી હોય છે.
મહેરબાની કરીને ધ્યાન આપો : છાશ જો દેશી ગાયના દૂધમાંથી બનેલ હોય તો ખુબ વધુ ફાયદાકારક રહે છે. પણ બજારમાં મળતી ડબ્બા બંધ અને થેલી વાળી છાશ તમને શરીરમાં ફાયદાને બદલે નુકશાન પહોચાડી શકે છે.