હરસ, કબજીયાત જેવા ઘણા રોગોથી બચવા માટે ફ્રીજનાં ઠંડા પાણી થી રહો દુર જાણો રીસર્ચ

ગરમીમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી થાય છે આ નુકશાન

ગરમી વધી રહી છે અને લોકોને ચૂસકી અને આઈસ્ક્રીમ ખાવાનો શરુ કરી દીધો છે. આ તો અત્યારનો સમય છે. જયારે વધુ ગરમી પડશે તો ન જાણે શું હાલ થશે? ત્યારે લોકો તરસ છીપાવવા માટે એકદમ ઠંડુ પાણી પીવા લાગશે. આમ તો તમે જોયું હશે કે જયારે વધુ ગરમી પડે છે તો લોકો બરફનું ઠંડુ પાણી પીવાનું શરુ કરી દે છે. જો કે એકદમ ઠંડુ પાણી ક્યારેય ન પીવું જોઈએ. તાપમાંથી કે બહારથી રમીને આવીને તો બિલકુલ ઠંડુ પાણી ન પીવું. ઠંડુ પાણી પીવાથી આમ તો નુકશાન જ છે, પણ ભવિષ્યમાં તે વધુ નુકશાનકારક સાબિત થઇ શકે છે.

નિષ્ણાંતો નું માનીએ તો આ ઠંડુ પાણી હ્રદયને પણ નુકશાન પહોચાડી શકે છે. તેનાથી હ્રદયની ગતી પણ ઓછી થઇ શકે છે.

ખાધા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી ડાઈઝેશન પ્રોસેસ ધીમી થઇ જાય છે. તેની ખરાબ અસર મેટાબોલીજ્મ ઉપર અસર પડે છે. જેથીઓ શરીરમાં ચરબી જામવા લાગે છે.

ગળાના ઇન્ફેકશનનો ભય

ઠંડુ પાણી પીવાથી સૌથી વધુ અસર આપણા ગળા ઉપર થાય છે તેથી ગરમીમાં હમેશા ગળું ખરાબ થવાની તકલીફ રહે છે.

શરીરની ઉર્જાને કરે છે અસર

શરીરનું તાપમાન ૩૭ ડીગ્રી સેલ્સિયસ હોય છે અને જયારે તમે કોઈ ઠંડી વસ્તુ પીવો છો તો તે વસ્તુનું તાપમાનને નિયમિત કરવા માટે તમારા શરીરને વધુ ઉર્જા વાપરવી પડે છે. આ ઉર્જાનો ઉપયોગ ભોજનને પાચન અને પોષક તત્વોના અવશોષણ માટે લેવામાં લેતું હોય છે. એ જ કારણ છે કે ઠંડુ પાણી પીવાથી તમારા શરીરને પોષક તત્વો નથી મળતા.

હ્રદયની ગતીને કરે છે અસર

બરફનું પાણી કે ઠંડુ પાણી પીવાથી તમારા હ્રદયની ગતી ઓછી થઇ જાય છે. અધ્યયનો થી જાણવા મળેલ છે કે ઠંડુ પાણી વેગસ તંત્રિકાને ઉત્તેજિત કરે છે. વેગસ તંત્રિકા ૧૦ મી કપાળ તંત્રિકા છે અને તે શરીરને સ્વાયત્ત તંત્રિકા પ્રણાલી (Autonomic Nervous Ssystem )નો મહત્વનો ભાગ છે જે શરીરને ન કરવાના કામ ને નિયંત્રિત કરે છે. વેગસ તંત્રિકા હ્રદયની ગતિને ઓછી કરવામાં મધ્યસ્થતા કરે છે અને ઠંડુ પાણી આ તંત્રિકાને ઉત્તેજિત કરે છે જેને કારણે હ્રદયની ગતી ઓછી થઇ જાય છે.

પાચન પ્રક્રિયા ઉપર પડે છે અસર

ઠંડુ પાણી તમારા ભોજનની પાચન પ્રક્રિયામાં અડચણ ઉભી કરે છે કેમ કે તેનાથી રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. તેથી પાચન પ્રક્રિયા ધીમી પડવાથી ખાવાનું સારી રીતે પચતું નથી અને આપણને તેના પોષક તત્વો પણ નથી મળી શકતા.

તાપમાં થી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી દુર રહો

ગરમી માં હમેશા લોકો તાપમાંથી આવતા જ ઠંડુ પાણી પીવા લાગે છે, જે ખોટું છે. તેનાથી તમને સન સ્ટ્રોક પણ થઇ શકે છે અને તમારો જીવ પણ જઈ શકે છે.

હમેશા માથાનો દુખાવો રહેવો

ઠંડુ પાણી તરસ છીપાવવા સાથે જ માથાના દુખાવા નું પણ એક ઘણું મોટું કારણ બની જાય છે, તેનાથી સમય જતા ઓછું ન કરવાથી આ તકલીફ ઘણી વિકરાળ રૂપ ધારણ કરી લે છે.

પાઈલ્સ અને આંતરડાના રોગ

તેનું કારણ બરફનું પાણી પણ હોઈ શકે છે તે વિષે ઘણા ઓછા લોકો ને ખબર હશે. તેના માટે તમે ફ્રીજમાં રાખેલ મીઠાઈ નું ઉદાહરણ લો. જેવી રીતે ફીજમાં રાખેલ મીઠાઈ જામી જાય છે. તેવી જ રીતે ઠંડુ પાણી શરીરમાં મળને જમાવી દે છે જે આંતરડા અને પાઈલ્સ કે મોટા આંતરડા સાથે જોડાયેલ રોગોનું સૌથી મોટું કારણ બને છે. તેનાથી મળ કઠણ થઇ જાય છે.

ઠંડુ ગરમ

સતત કે ક્યારેક બહાર થી આવીને સીધુ ઠંડુ પાણી પીવાથી માણસના શ્વસન તંત્રમાં મ્યુકોસાને નુકશાન પહોચે છે જે શ્વસન તંત્રની સુરક્ષાત્મક પડ હોય છે. જયારે આ પડ સંકુચિત થઇ જાય છે તો તમારા શ્વસન તંત્ર અનાવૃત થઇ જાય છે જેથી તે બહારના અને જુદા જુદા સંક્રમણો ની ઝપટ માં જલ્દી આવી જાય છે. તે સમયે ઠંડા ગરમ ની તકલીફ માણસ માં હમેશા રહેતી હોય છે.