ગરોળીનાં ત્રાસથી બચવા કોઈ ઉપાય શોધો છો? આ ટિપ્સને અપનાવો અને ગરોળીથી છુટકારો મેળવો.

શું તમે ગરોળી ભગાડવાના નુસખા કે રીતો શોધી રહ્યા છો? તો આવો આજે અમે જણાવીએ છીએ ગરોળીથી કેવી રીતે છુટકારો મેળવી શકાય. (haw to get rides of lizards) ગરોળી આમ તો ઘરમાંથી કીડા મકોડાને ભગાડવામાં મદદ કરે છે, તેમ છતાં પણ ઘણા લોકો તેને પસંદ નથી કરતા. આપણામાં શરૂઆતથી જ જાનવરો પ્રત્યે એક સોફ્ટ કોર્નર રહેલ છે. તેથી અમે જે ગરોળી ભગાડવાની રીતોની યાદી બનાવેલ છે, તે ગરોળીને માર્યા વગર તમારા ઘરમાંથી ભગાડવામાં તમને મદદ કરશે.

ગરોળી ઘરમાં હોવાનું કારણ :

શું તમે જાણો છો કે ગરોળી તમારા ઘરમાં કેમ રહે છે? તે જાણો વિસ્તારથી :

(૧) તમારા ઘરમાં નાના નાના પતંગીયા, જીવાણુ અને મકોડા ગરોળીને પોતાની તરફ આકર્ષિત કરે છે. તે નાના જીવજંતુઓ ગરોળી માટે સરળ ભોજન છે.

(૨) ઘરમાં સાફ સફાઈ ન હોવાને કારણે પણ ગરોળીના રહેવાનું કારણ મળે છે. કેમ કે જ્યાં સાફ સફાઈ નહી હોય ત્યાં કીડા, મકોડા તો આવશે જ. પ્રયત્ન કરો કે ઘરમાં ખૂણે ખૂણામાં સફાઈ કરો, જેમ કે અભરાઈની પાછળ, એસીની પાછળ, દરવાજાની પાછળ કે બીજી જગ્યાઓમાં જ્યાં અંધારું રહેતું હોય.

ગરોળીથી છુટકારો મેળવવાનો ઈલાજ :

(૧) મોરના પીછા :

આ એક સૌથી સરળ રીત છે ગરોળીને ઘરમાંથી ભગાડવાની. ૫-૬ મોરના પીછા (Peacock Feathers) ને લઇને દીવાલ ઉપર ચોટાડી દો અને ગરોળી થોડા દિવસોમાં ગાયબ થઇ જશે. ગરોળીમાં સહજ જ્ઞાન હોય છે કે કેવી રીતે પોતાના દુશ્મન/ શિકારીઓથી બચવું. મોર ગરોળીને ખાય છે, તેથી ગરોળી મોરના પીછા જોઇને જ ભાગી જશે. જો તમને મોરના પીછા ન મળે તો કોઈ બીજા પીછાનો ઉપયોગ કરી શકો છો.

(૨) ડુંગળી :

જી હા ડુંગળી પણ એક અચૂક દવા જે કામ કરે છે ગરોળીને ભગાડવાનું. તમે બસ ડુંગળી લઇને ઘરના દરવાજા કે પછી જ્યાં ગરોળી વારંવાર જોવા મળે છે તે જગ્યાએ ટીંગાડી દો. ડુંગળીની તીખી સુગંધથી ગરોળી પોતે જ તેની રીતે જ ઘર છોડીને જતી રહેશે.

(૩) ફિનાઈલની ગોળી :

તેને Naphthalene Bells પણ કહેવામાં આવે છે. તે હમેશા આપણે બધા આપણા કપડા વચ્ચે રાખીએ છીએ, જેથી જીવાત ન લાગે. તમે આ ફિનાઈલની ગોળીને દરવાજા, પલંગ, કબાટ અને જે જે જગ્યાએ ગરોળી હમેશા જોવા મળે છે ત્યાં ૨ થી ૩ ગોળી મૂકી દો. તે તેવી સુગંધને સહન નહી કરી શકે અને ભાગી જશે.

(૪) લસણ :

ભલે જ આપણને લસણ સારું લાગતું હોય પણ ગરોળી તેની ગંધથી દુર ભાગે છે. એક લસણ લઇ લો તેને ૫-૬ ભાગમાં વહેચી લો અને જ્યાં જ્યાં તમને હમેશા ગરોળી જોવા મળે છે તે જગ્યા ઉપર લટકાવી દો. થોડા દિવસોમાં ગરોળી પોતાની મેળે ભાગી જશે.

(૫) મરચાનો સ્પ્રે :

લાલ મરચાની ગંધ ખુબ તીખી હોય છે અને તેને ગરોળી સહન કરી શકતી નથી. તમે મરચા સ્પ્રે બનાવીને જે જે જગ્યાએ ગરોળી જોવા મળે છે ત્યાં તેનો સ્પ્રે કરી લો. ૨ થી ૪ દિવસોમાં જ તે ભાગી જાય છે. પણ તેના માટે તમારે રોજ સ્પ્રે કરવો પડશે.