ગરુડ પુરાણ અનુસાર આ 4 આદતો બને છે જીવનમાં દુ:ખોનું કારણ, આનાથી બચવું છે ખૂબ જરૂરી

ગરુડ પુરાણના આચારકાંડમાં એવી ચાર વાતો જણાવવામાં આવી છે જે કોઈપણ વ્યક્તિનું જીવન બરબાદ કરી શકે છે. ગરુડ પુરાણ મુજબ જે લોકોની અંદર આ ચાર ટેવો હોય છે તે લોકો જીવનમાં ક્યારેય પણ સફળ નથી થઇ શકતા અને તેનું જીવન હંમેશા તકલીફોથી ભરેલું રહે છે. એટલા માટે જે લોકોની અંદર પણ ગરુડ પુરણમાં બતાવેલી આ ચાર ટેવો છે, તે લોકો આ ટેવોને તરત છોડી દે. ગરુડ પુરાણમાં બતાવવામાં આવેલી આ ચાર ટેવો કઈ છે તેના વિષે જાણકારી આ મુજબ છે.

તરત છોડી દો આ ટેવો, નહિ તો જીવન થઇ જશે બરબાદ

પોતાની ઉપર ઘમંડ ન કરવો

ઘણા લોકોને પોતાના ઉપર ઘણો ઘમંડ હોય છે અને આ ઘમંડને કારણે તે બીજાને પોતાનાથી નીચા સમજે છે. એવા લોકો દરેક જગ્યાએ પોતાના વખાણ કરવામાં લાગેલા રહે છે અને બીજા લોકોને નીચા દેખાડે છે. ગરુડ પુરાણના આચારકાંડ મુજબ જે લોકોની અંદર ઘમંડ હોય છે અને જે લોકો બીજાનું અપમાન કરે છે તે લોકોનું પાપ વધતું જાય છે અને એકના અને એક દિવસ તેને તે પાપની સજા જરૂર મળે છે. એટલું જ નહિ ઘણી વખત પોતાની નજર પોતાને જ લાગી જાય છે અને જે વસ્તુ ઉપર ઘમંડ હોય છે તે વસ્તુ અપમાનનું કારણ બની જાય છે.

બીજાની સફળતા ઉપર ઈર્ષા કરવી

જે લોકો પોતાની આસપાસના લોકોની સફળતાથી ઈર્ષા કરે છે તે લોકોની આ ટેવો તેને બરબાદ કરી દે છે. ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિની સફળતાની ઈર્ષા કરે છે ત્યારે તેને માનસિક તણાવ થવા લાગી જાય છે. માનસિક તણાવ હોવાને કારણે જ જીવનમાં શાંતિ નથી રહેતી અને આખું જીવન અસંતોષમાં જ પસાર થઇ જાય છે.

એટલા માટે માણસે ક્યારેય પણ બીજી વ્યક્તિની સફળતાની ઈર્ષા ન કરવી જોઈએ અને ન તો પોતાના જીવનની સરખામણી કોઈ બીજા સાથે કરવી જોઈએ. આ ટેવ છોડવાથી તમારું જીવન આનંદથી ભરાઈ જાય છે અને તમે સંતોષનું જીવન જીવી શકશો.

બીજાના ધન ઉપર નજર ન રાખવી

જીવનમાં ક્યારેય પણ તમે બીજા લોકોના ધન ઉપર ખરાબ નજર ન નાખો. બીજા લોકોના ધન ઉપર ખરાબ નજર રાખવી અને બીજાનું ધન પડાવી લેવાનો પ્રયાસ કરવો દગાખોરી કહેવાય છે. ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે જે લોકો બીજાના ધન ઉપર ખરાબ નજર રાખે છે તે લોકોનું પાપ વધે અને તેનું જીવન દુઃખોથી ભરાઈ જાય છે. દરેક વ્યક્તિએ હંમેશા મહેનત કરીને જ ધન કમાવું જોઈએ અને ક્યારેય પણ બીજાનું ધન પડાવી લેવાની ઈચ્છા મનમાં ન રાખવી જોઈએ.

બીજાની બુરાઈ કરવી

કોઈની બુરાઈ ન કરો અને ન તો લોકો વિષે ખોટી અફવા ફેલાવો. ગરુડ પુરાણ મુજબ જે લોકો બુરાઈ કરે છે અને લોકો વિષે ખોટી અફવા ફેલાવે છે, તે લોકો પાપના ભાગીદાર બને છે. એટલા માટે જો તમને બુરાઈ કરવાની ટેવ છે તો તમે તે ટેવને તરત છોડી દો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.