ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યો છે, મૃત વ્યક્તિને જીવતા કરવાનો આ અનોખો મંત્ર.

તમે લોકો ગરુડ પુરણ વિષે તો જાણતા હશો, આ હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે. આ પુરાણ માં સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય ઉપરાંત પણ ઘણું બધું છે. ગરુડ પુરાણ માં એક બીજું જ્યાં મૃત્યુ નું રહસ્ય છે જે બીજી તરફ જીવન નું રહસ્ય પણ છુપાયેલુ છે.

ગરુડ પુરાણ વાચ્યા પછી ખબર પડે છે કે તેમાં સંજીવની વિદ્યા નું પણ વર્ણન મળે છે. સંજીવની વિદ્યા એ છે કે જેની શક્તિ થી મૃત વ્યક્તિ પણ જીવતી થઇ જાય છે. ગુરુ શુક્રાચાર્ય પાસે એ વિદ્યા હતી. આ વિદ્યા ની શક્તિ ઉપર તેમણે ઘણા મૃત્ય દેત્યોને ફરીથી જીવતા કરી દીધા હતા. શુક્રાચાર્ય પાસે દિવ્ય મહામૃત્યુંજય મંત્ર હતો, જેની અસર થી તે યુદ્ધ માં ઘાયલ સૈનિકો ને સ્વસ્થ કરી દેતા હતા અને મૃત્યુ પામેલા ને તરત પુનર્જીવિત કરી દેતા હતા.

માનવામાં આવે છે કે ગરુડ પુરાણ માં સંજીવની વિદ્યા સાથે સંબંધિત એવા એવા મંત્ર જણાવવામાં આવ્યા છે, જેનાથી મૃત વ્યક્તિ પણ જીવતા થઇ શકે છે. જો આ મંત્ર ને સિદ્ધ કરીને, મરી ગયેલા વ્યક્તિના કાનમાં ફૂંકવામાં આવે, તો તે તરત ઉભા થઇ જાય છે. પરંતુ મંત્ર સિદ્ધી પછી, દશાંશ હવન અને બ્રાહ્મણ ભોજન કરાવવું જરૂરી ગણાવવામાં આવ્યું છે.

આ છે એ સંજીવની મંત્ર – यक्षि ओम उं स्वाहा

ભગવાન વિષ્ણુ કહે છે કે મૃત્યુ પછી, આત્માને તરત શરીર મળી જાય છે. પરંતુ કર્મોની ગતીના આધાર ઉપર, ક્યારે ક્યારે મોડેથી પણ શરીર મળે છે. મૃત્યુ પછી, આત્મા વાયુ શરીર ધારણ કરે છે. ત્યાર પછી પીંડદાનથી આત્મા શરીરમાં બંધાઈ જાય છે. એટલા માટે મૃત્યુ પછી, પીંડદાન કરવાથી, આત્મા ને ભટકવા માંથી મુક્તિ મળી જાય છે.

ઉલ્લેખનીય છે કે મહામૃત્યુંજય મંત્ર પણ એટલો જ અસરકારક છે. :-

જો કોઈ વ્યક્તિ મરણ પથારી એ છે કે ડોક્ટર એ પણ હાથ નીચે મૂકી દીધા છે, તો મહામૃત્યુંજય મંત્ર જો સિદ્ધ કર્યો છે તો ચોક્કસ તે વ્યક્તિનું મૃત્યુ ટળી જશે. ઋષિ માર્કડેયએ મહામૃત્યુંજય મંત્રની શક્તિ દ્વારા પણ પોતાનું મૃત્યુને ટાળી દીધું હતું. યમરાજને ખાલી હાથે પાછા યમલોક જવું પડ્યું હતું. લંકાપતિ રાવણ પણ મહામૃત્યુંજય મંત્રનો સાધક હતો. એ મંત્રની અસરથી તેણે દસ વખત પોતાના નવ માથા કાપીને તેને અર્પણ કરી દીધા હતા.

મહામૃત્યુંજય મંત્ર

ॐ त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टि वर्धनम्।

ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥

આ પણ જાણો – જાણો કેવી રીતે થયું હતું ભગવાન શિવ ના રહસ્યમયી મંત્ર મહામૃત્યુંજય ની રચના

શિવ પુરાણમાં આ મંત્રનું વર્ણન મળે છે. ઋગ્વેદ ની ૭/૫૯/૧૨ અને યજુર્વેદ ની ઋચા ૧/૬૦ માં પણ આ મંત્ર નો મહિમા નો ઉલ્લેખ મળે છે. શુક્રાચાર્ય એ રક્તબીજ નામના રાક્ષસ ને મહામૃત્યુંજય સિદ્ધી પૂરી પાડી ને યુદ્ધભૂમિ માં લોહી ના ટીપા થી સંપૂર્ણ દેહ ની ઉત્પતિ કરાવી હતી.