આપણા દેશમાં લોકોને કાયદા વિભાગ તરફથી અનેક પ્રકારના કાયદાની સુવિધા આપવામાં આવે છે. પરંતુ આજે પણ ઘણા બધા લોકો આ કાયદાની સુવિધાથી અજાણ હોય છે, તો આજે અમે તમને એમાંથી થોડા કાયદાઓ વિષે જાણકારી આપવાના છીએ.
આજે પણ ભારતમાં ઘણા બધા લોકોને પોતાના અધિકારો વિષે ખબર નથી હોતી, એટલા માટે ઘણી વખત એમણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને તે કારણ વગર દુ:ખી થાય છે. આજે અમે તમને થોડા એવા અધિકાર જણાવવા જઈ રહ્યા છીએ જેની તમને ખબર હોવી જ જોઈએ.
જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમારે ત્યાં ગેસ સિલિન્ડર ફાટવાથી દુર્ઘટના થાય તો તમને 40 લાખ રૂપિયા સુધી વીમા રકમ મળી શકે છે. જો દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થઇ જાય છે, તો પરિવારને 50 લાખ રૂપિયા સુધી વળતર વીમા કંપનીએ આપવું પડી શકે છે. પણ એના માટે કંપનીના નિયમો પર ખરું ઉતરવું જરૂરી છે.
જો કે વીમાની રાશિ દુર્ઘટનાની તપાસ કર્યા પછી નક્કી થાય છે. અને ગ્રાહકોને અલગથી વીમો કરાવવાની જરૂર નથી હોતી. ગેસ કનેક્શન લેવાની સાથે જ તમે વીમા ધારક બની જાવ છો. પણ જાણકારી ન હોવાને કારણે લોકો આ યોજનાનો લાભ નથી મેળવી શકતા.
જણાવી દઈએ કે, એલપીજી કનેક્શન જે સરનામાં પર લીધું હોય એ સરનામાં પર જ સિલિન્ડર ફાટવાની દુર્ઘટના થવી જરૂરી છે. ગ્રાહક દુર્ઘટના સમયે રેગ્યુલેટર અને અન્ય સામાન સંબંધિત એજન્સીનો જ ઉપયોગ કરતા હોય અને તે આઈએસઆઈ માર્ક વાળું હોવું જોઈએ. બજારમાંથી ખરીદેલા સામાન પર વીમાનો લાભ નહિ મળે.
જણાવી દઈએ કે, વીમાની રકમ મેળવવા માટે દુર્ઘટના થયા પછી ગેસ એજન્સી અને પોલીસને તરત જાણ કરવી પડે છે. તમારા દ્વારા એમને જાણ કર્યા પછી ગેસ એજન્સી સંબંધિત વીમા કંપનીને સૂચિત કરી દે છે. વીમા કંપનીના કર્મચારી દુર્ઘટના સ્થળ પર જઈને નુકશાનની તપાસ કર્યા પછી વીમા કંપનીને રિપોર્ટ બનાવી આપશે. ત્યારબાદ વીમા કંપની નક્કી કરશે કે નુકશાન કેટલું થયું છે. મૃત્યુ થવાની સ્થિતિમાં કોર્ટ મૃતકની ઉંમર અને નોકરી હિસાબે વળતર નક્કી કરે છે. પછી ગ્રાહકને વિમાની રકમ આપવામાં આવે છે.
૧. પોલીસ કોઈપણ મહિલાની સાંજે ૬ વાગ્યા પછી અને સવારે ૬ વાગ્યા પહેલા ધરપકડ નથી કરી શકતી. ગુનાહિત પ્રક્રિયા સંહિતા સેક્સન ૪૬ હેઠળ ભારતની દરેક મહિલાનો આ અધિકાર છે.
૨. ભારતીય સરીઉસ અધિનિયમ ૧૮૮૭ હેઠળ ભારતના પ્રત્યેક નાગરિકને એ અધિકાર છે, કે તે ભારતની કોઈપણ હોટલમાં ભલે તે ફાઈવ સ્ટાર જ કેમ ન હોય, ફ્રી માં પાણી પી શકે છે અને વોશરૂમનો પણ ઉપયોગ કરી શકે છે. જો કોઈ પણ હોટલ માલિક તમને એમ કરવાથી અટકાવે છે, તો તમે તેની વિરુદ્ધ કાયદેસર પગલા લઇ શકો છો.
૩. મોટર વાહન અધિનિયમની કલમ ૧૨૯ હેઠળ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાનું દર્શાવ્યું છે. મોટર વાહન અધિનિયમની કલમ ૧૨૮ માં બાઈક ઉપર બે વ્યક્તિઓને બેસવાની સુવિધા છે. પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા ગાડી કે મોટર સાયકલની ચાવી કાઢી લેવી એકદમ ગેરકાયદેસર છે. તેના માટે તમે ધારો તો તે પોલીસવાળા કે અધિકારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાવી શકો છો.
૪. કોઈ પણ કંપની ગર્ભવતી મહિલાને નોકરી પરથી કાઢી નથી શકતી. જો એવું કરે છે તો નિર્ણય લેનારને ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે.
૫. કોઈ પણ પોલીસ ઓફિસર FIR લખવાની ના નહિ પાડી શકે. એવું કરવાં પર એને 6 મહિનાથી 1 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.