ગેસ સીલીન્ડર માં છાપેલા આંકડા તમારી જિંદગી બચાવી શકે છે. શું તમને ખબર છે તેનો અર્થ ખબર છે?

આપણે લગભગ દરેક વસ્તુ બરાબર જોઈ તપાસી ને લેતા હોઈએ છીએ પણ ગેસ નો બાટલો લેવા માં આપળે કોઈ ધ્યાન નથી આપતા. ગેસ નાં બાટલા માં વજન ઓછુ હોય એ બધું ચેક કરવા ની સાથે ખાસ આર્ટીકલ વાંચો જે આંકડા પણ લેતી વખતે ધ્યાન રાખવા જેવા હોય છે.

ગેસ સીલીન્ડર આવવાથી ઘરોમાં ખાવાનું બનાવવાની પદ્ધતિ બિલકુલ બદલાઈ ગઈ છે. વિચારો જયારે આ સુવિધા ન હતી ત્યારે ખાવાનું બનાવવાનું કોઈ મહાભારતથી ઓછું નહી થતું હોય. આજકાલ મોટા ભાગના ઘરમાં ગેસ સીલીન્ડરનો ઉપયોગ થાય છે જે જુના જમાનાના ચુલા કરતા ખુબ આધુનિક અને વધુ ઝડપથી ખાવાનું તૈયાર કરવામાં મદદ કરે છે.

રસોઈનું નાનું મોટું કોઈપણ કામ ગેસ સીલીન્ડર વગર કરવું મુશ્કેલ છે. પણ તેનો ઉપયોગ કરવામાં ખુબ સાવધાની પણ રાખવી પડે છે નહી તો જીવલેણ પણ સાબિત થઇ શકે છે. તમે ઘણી વખત ગેસ સીલીન્ડર ફાટવા કે લીક થવા જેવી વાત સાંભળી હશે.

તમે કદાચ નહી જાણતા હો કે જે ગેસ સીલીન્ડરનો આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ તેની એક્સપાયરી ડેટ પણ હોય છે અને જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો ખુબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

તમે ધ્યાન આપ્યું હશે કે ગેસ સીલીન્ડર ઉપર કઈક નંબર લખેલા હોય છે જે ફોટામાં બતાવવામાં આવ્યુ છે. આજે અમે તે જણાવીશું જેથી તમે જયારે આવતી વખતે ગેસ સીલીન્ડર લેવા જાવ કે ઘરે આવે તો તેની તપાસ કરી શકો છો.

સીલીન્ડર ની સૌથી ઉપર રેગ્યુલેટર ની પાસે જે ત્રણ પટ્ટીઓ લાગેલી હોય છે તેમની કોઈ એક ઉપર A, B, C, D લખેલું હોય છે. તેનો અર્થ તે છે કે ગેસ કંપની દરેક બાટલાને 3 મહિનામાં વહેચી દે છે, A નો અર્થ જાન્યુઆરી થી માર્ચ અને B નો અર્થ એપ્રિલ થી જુન થાય છે તેવી જ રીતે C નો જુલાઈ થી લઈને સપ્ટેમ્બર અને D નો અર્થ ઓક્ટોમ્બર થી ડીસેમ્બર સુધી થાય છે.

તેની સાથે તેમાં વર્ષ પણ આપવામાં આવે છે દાખલા તરીકે A-17 નો અર્થ થાય છે કે ગેસ સીલીન્ડરની એક્સપયર ડેટ જાન્યુઆરી થી લઈને માર્ચ 2017 સુધી છે. અને ત્યાર પછી સીલીન્ડરનો ઉપયોગ કરવો ખતરનાક થઇ શકે છે. અને તે ખતરામાં જોડાયેલ છે ગેસ લીકેજ થી લઈને સીલીન્ડર ફાટવા સુધી.

હવે તમને નીચે એક વિડીયો પણ અમે મુક્યો છે જેમાં શીખવ વા માં આવ્યું છે કે ગેસ લીકેજ થાય ત્યારે તમે કેવીરીતે મોટા અકસ્માત થી બચી શકો છો ખાસ એ વિડીયો જોજો અને એ રીત અપનાવસો તો ગેસ લીકેજ માંથી બચી જશો.

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.