ગૌ ચંદન – એક રહસ્ય, આ વસ્તુ વિશે ઘણા ઓછા લોકો જાણે છે? અહીં જાણો તેની કેટલીક ચકિત કરી દેનારી વાતો.

નીચે મુકેલ ફોટો જે આપ જોઈ રહ્યા છો એ તમે ક્યારેય જોયો નહિ હોય. આ ચંદન જેવી દેખાતી વસ્તુને આનો વ્યાપાર કરનાર વ્યાપારી ગૌ ચંદન કહે છે. આ ફોટામાં જે ગૌ ચંદન છે તેનું વજન 1.5 ગ્રામની આસપાસ છે. હાલ માર્કેટમાં આની કિંમત 42000 રૂપિયા 10 ગ્રામ છે, એમાં પણ ચોક્કસ પ્રકારની ક્વોલિટી મુજબ ભાવ હોય છે.

આ ગૌ ચંદનની ખરીદી કરનાર વ્યાપારી સાથે મારે વાત થઈ તેનું કહેવું છે કે, મોટી મોટી દવા બનાવતી કમ્પનીઓ આ ગૌ ચંદન ખરીદે છે. ગૌ ચંદન ગાયની પે શા બની કોથળી માં રહેલ હોય છે. જે દરેક ગાયમાં ઉપલબ્ધ નથી હોતું. કોઈક કોઈક ગાયમાં જ આ પ્રકારનું ચંદન મળી રહે છે.

આમ દેશી ભાષામાં કહીએ તો ગાયની પે શા બની કોથળી માં ની એક પ્રકારની પથરી. આ બધી વાતથી મારો ઇંટ્રેસ્ટ વધવા લાગ્યો. એ પછી તેમને ગાયના ઘણા અ વ શેષોની જાણકારી લીધી. ઘણા અવશેષો વિસે માહિતી આપી જેમાં ખાસ ગાયના પગ પાછળના સનાઇયું રગની કિંમત 1 kg ના 1200 થી 2000 સુધીની અંકાય છે.

આ કિંમત પહેલા સ્ટેપના વ્યાપારની છે એટલે કે જ્યાંથી નીકળે છે ત્યાંથી કમ્પની દ્વારા આ કિંમતમાં ઘણો વધારો થતો હશે એ તમે અંદાજ લગાવી શકો છો. ગાયનું કોઈ અંગ એવું નથી જે કામમાં આવતું ન હોય. આવી ઘણી માહિતી ગાય પર આજે મળી. કદાચ ભારતીય પરંપરામાં એટલે જ ગાયની મહત્વતા વિશ્વના બીજા દેશો કરતા વધુ અપાય છે. ગાયને માતા તરીકે પણ સંબોધન કરાય છે.

જીવિત ગાય દ્વારા ફાયદાઓ આપડે ઘણા જાણતા હશું, પણ તેના ગયા બાદ પણ ગાયના અ વ શેષો માનવ સમાજ માટે એટલા જ ઉપયોગી છે. જે આજે મને જાણ થઈ. આ પોસ્ટ ફેસબુક પર મુકવામાં આવી હતી જેમાં કોમેન્ટ કરતા કુંવર ભુપેન્દ્રસિંહ વાઘેલા જણાવે છે કે, આને ગૌરમણ, તગર ચંદન વગેરે નામોથી ઓળખવામાં આવે છે.

તો ભગીરથ ભાઈના જણાવ્યા અનુસાર, ગૌરમણનો ભાવ વધ ઘટ થયા કરતો હોય છે. હાલમાં 25 હજાર છે. કહેવાય છે કે દેવલોકની ગાયમાંથી જ નીકળે છે. 1000 ગાયોમાંથી એક ગાયમાં જ ગૌરમણ હોય છે. મારી પાસે 2 વર્ષ પહેલાં હતું હવે નથી. આના ઉપયોગ ઘણા લોકો વિધિ માટે કરે છે, યજ્ઞ માટે પણ થાય છે. નાના બાળકો ભરાય જાય તો તેને ગૌરમણનું ટીપું ચખાડવામાં આવે છે. પણ ઘણા લોકોને જાણ નથી આ રહસ્ય વિશે.

જ્યારે જગદીશ રાજપુરોહિતે પૂછ્યું કે, ગાયના કયા અં ગ માંથી પ્રાપ્ત થાય આ ચંદન? ત્યારે ભગીરથ ભાઈએ જણાવ્યું કે, સર્વ પ્રાણીઓમાં જીગર, યકુત, લિવર શબ્દાવાલી અલગ અલગ છે. પણ લીવર સમજો. લીવરના ભાગમાં એક નાની એવડી લીલા રંગની કોથળી આવેલી હોય છે. જેને પિત્તાશય કહેવાય છે. અને ગૌરમણનું સ્થાન ત્યાં જ છે.

કુંવર ભુપેન્દ્રસિંહ વાઘેલા આગળ વધુમાં જણાવે છે કે, એ સિવાય પણ અનેક સદુપયોગ થાય છે આ મહાઅમૃત ના. દેવલોક ની કામધેનુ ગાયને એક પુત્રી હતી જે પૃથ્વી પર અવતરણ પામેલી જેને નંદિની ગાય તરીકે ઓળખવામાં આવતી, એની જ સંતતિવાળી ગૌવંશની ગાયોમાં આ પ્રાપ્ત થાય છે, દરેક ગૌવંશની ગાયોમાં નથી મળતું આ એવું શાસ્ત્રોમાં વર્ણન છે.