હિંદુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવેલ છે માટે જ તેના છાણ અને મૂત્રને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આયુર્વેદમાં ગૌમૂત્રનો ઉપયોગ ઔષધી બનાવવામાં કરવામાં આવે છે. ગૌમૂત્રનું નામ સંભાળતા જ ઘણા લોકોનું નાક મરડાય જાય છે, પણ તેઓ એ નથી જાણતા કે તેના નિયમિત સેવનથી મોટા મોટા રોગો પણ દુર થઇ જાય છે. ગૌમૂત્ર લગભગ 108 રોગો ઠીક કરે છે. અમે તમને ગૌમૂત્રથી થતા થોડા બીજા ફાયદાઓ વિષે જણાવી રહ્યા છીએ.
ગૌમૂત્રનું સેવન ખાલી પેટ કરવું જોઈએ અને તેની માત્રા 100 ગ્રામ થી વધુ ન હોવી જોઈએ. જયારે સ્વસ્થ લોકોએ 50 ગ્રામથી વધુ સેવન ન કરવું જોઈએ.
જો ગૌમૂત્ર ત્રિફળા અને ગાયના દૂધ એકસાથે મિક્સ કરીને સેવન કરવામાં આવે તો શરીરમાં એનીમિયાની ઉણપ દુર થાય છે. સાથે જ લોહી પણ સાફ થાય છે.
ગૌમૂત્ર પીવાથી મગજ અને હ્રદય બન્નેને શક્તિ મળે છે અને બન્ને ઘણી બીમારીઓથી બચી શકે છે.
વાત, પિત્ત અને કફ દુર કરવાની ક્ષમતા દેશી ગાયના મૂત્રમાં હોય છે.
ગૌમૂત્ર શરીરમાં પ્રવેશ કરી ગયેલા ઘણી જાતના જીવાણુઓનો નાશ કરે છે આયુર્વેદ મુજબ શરીરમાં ત્રણ દોષોના ગોટાળાને લીધે બીમારીઓ ફેલાય છે, પણ ગૌમૂત્ર પીવાથી બીમારીઓ દુર થઇ જાય છે.
ગૌમૂત્ર પીવાથી હ્રદય તાકાતથી કામ કરે છે જેનાથી લોહી સારું અને શુદ્ધ બને છે.
જો દુઃખાવા વળી જગ્યા ઉપર ગૌમૂત્રનો શેક કરીએ તો આરામ થાય છે. શિયાળામાં તમે ગૌમૂત્ર ને સુંઠ સાથે પીવો, લાભ થશે.
સવારે જો અડધા કપ પાણીમાં ગૌમૂત્ર સાથે મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવામાં આવે તો ગેસ થતો નથી.
કિડની ફેલ્યોરમાં ગૌમુત્રનો કમાલ.
ગૌમુત્ર અર્ક (સાચી રીતે બનાવેલ BAPS ના મંદિરના બુક સ્ટોલ માં મળી રહેશે કે અન્ય તમારી રીતે તપાસ કરી શકો છો) સવાર સાંજ 20-20 મિ.લી. ખાલી પેટે લેવું. અને લીધાં પછી 30 મિનિટ સુધી કાઇપણ ખાવું પીવું નહીં.
એની સાથે નીચે બતાવેલો ઉકાળો પણ પીવાનો છે.
ઉકળા માટેની સામગ્રી.
1. ગળો
2. ગોખરુ.
3. એરંડાના મૂળ.
4. વરુણ છાલ.
5. પુનર્નવા. (તેના ગુજરાતી નામ સાટોડી, બહુમુત્રા)
6. ઇન્દ્રજવ.
ઉપરોક્ત વસ્તુઓ તમારે કોઈ સારા વેપારી પાસેથી લેવી કે જ્યાં સાફ-સફાઈ તથા સ્વચ્છતા ઓરીજનલ મળતી હોય. ત્યારબાદ આ તમામ ઔષધિઓને સમાન માત્રામાં લઈને ખાંડીને 20 ગ્રામની માત્રામાં લઈને 2 ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે એક ગ્લાસ જેટલું પાણી બચે ત્યારે તેને ગાળીને પીવું.
આ પ્રયોગ પણ સવાર સાંજ કરવાનો છે. ગૌમુત્ર લીધા બાદ અડધાં ક્લાક બાદ આ ઉકાળો પીવો અને અડધા ક્લાક સુધી કાઇપણ ખાવું પીવું નહીં. આ પ્રયોગના કારણે જે લોકોને પથરી, કિડની સંકોચન, ડાયાલીસીસ, કિડની ફેલ્યોર જેવી બીમારી હોય તો તે પણ દૂર થશે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.