નાના એવા ગામમાંથી વિદેશ જઈ રહ્યું છે ગૌમૂત્ર ! કેન્સર અને અન્ય બીમારીઓના ઇલાજમાં થાય છે ઉપયોગ

ગાયના છાણ અને ગૌમૂત્ર નું મહત્વ વિદેશની ધરતી ઉપર બેઠેલા લોકો પણ સમજે છે. ગાયના ઘી અને મૂત્રથી ઘણી બીમારીઓ ઠીક થઇ શકે છે. અયુર્વેદાચાર્યોએ તેના નિયમિત સેવનથી કેન્સર જેવી મોટી બીમારીથી છુટકારો મળવાનો દાવો કર્યો છે. તે કારણે જ આજે વિદેશમાં ગૌમૂત્રની માંગ ખુબ જ વધી ગઈ છે.

લોકો વેબસાઈટ અને ઓનલાઈન બુકિંગ કરાવીને સંગમનગરી માંથી ગૌમૂત્ર અને તેમાંથી બનતી તમામ ઔષધિઓની ખરીદી કરી રહ્યા છે. ગૌમૂત્ર અને તેમાંથી બનેલ ઔષધિનું વેચાણ કરવાવાળા અલ્લાપુરના વિજયકુમાર જણાવે છે કે માર્ચથી લઈને અત્યાર સુધી લગભગ પચાસ હજાર લીટર ગૌમૂત્ર અને તેમાંથી બનતી ઔષધિઓની સપ્લાઈ અલ્હાબાદ થી વિદેશમાં કરી રહ્યા છે. વીએચપી સંરક્ષક રહેલા સ્વર્ગીય અશોક સિંઘલ ની ગૌશાળામાંથી હાલમાં ગૌમૂત્રનું બુકિંગ શરુ થઇ ગયું છે.

ગઈ પચ્ચીસ જુનથી વેબસાઈટ દ્વારા શરુ થયેલ બુકિંગમાં ૨૩ વિદેશીઓએ ગૌમૂત્ર ખરીદવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગૌશાળાના સંયોજક વિવેક પાંડેય જણાવે છે કે હવે રજીસ્ટેશન કરાવનાર લોકોને ગૌમૂત્ર ની સપ્લાઈ કરવામાં આવશે.

પોતાની મુશ્કેલીએ બતાવ્યો રસ્તો

અક્લાપુરના વિજયકુમાર સિહ ફૂલપુર અને કોરાવ માં ગોશાળા ચલાવે છે. અહિયાથી ગૌમુત્ર અને તેમાંથી બનનારા ઉત્પાદનો નું વેચાણ પણ કરે છે. વિજય જણાવે છે કે એક વખત તેને પેટમાં તકલીફ થઇ. આયુર્વેદના ડોકટરે ગૌમૂત્ર પીવાની સલાહ આપી. પેટમાં સારું થઇ ગયું તો તેમણે ૨૦૧૩ માં ગૌશાળા શરુ કરી દીધી.

ગૌમૂત્ર અને ઔષધીની વધી રહેલી માંગને જોતા વેબસાઈટ તૈયાર કરાવી. માર્ચ મહિના માં વેબસાઈટ દ્વારા ગૌમૂત્ર અને તેની બનાવટો વાળી ઔષધીઓનું પણ વેચાણ શરુ કર્યું. વિજય જણાવે છે કે અત્યારે વધુ લોકો તેમાં નથી જોડાયા, પણ છતાં ગયા છેલ્લા માસમાં ગૌમૂત્ર અને તેની ઔષધીઓ થી લગભગ વીસ હજાર રૂપિયાનો વેપાર થયો છે.

આ દેશોમાંથી થઇ છે માંગ

ગૌશાળા અને ગૌ શક્તિ વેબસાઈટ દ્વારા વધુ અમેરિકામાંથી ગૌમૂત્ર માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. તેમાં ત્રણ મૂળ વિદેશી અને બે પ્રવાસી ભારતીય છે. તે સિવાય ફ્રાંસ, સ્વીઝરલેન્ડ, લંડન અને રૂસ જેવા દેશોમાંથી પણ વિદેશીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગૌધામ ના સંયોજક વિવેક જણાવે છે કે ગૌમૂત્ર વધુ પ્રમાણમાં ભારતીય સમુદાય અને તેની સાથે જોડાયેલા લોકો જ મંગાવી રહ્યા છે. શુદ્ધ ગૌમૂત્રની કિંમત ભારતીય ચલણમાં ૨૦૦ રૂપિયા લીટર રાખવામાં આવેલ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.