કરોડપતિ પિતાની દીકરી છે ગૌતમ ગંભીરની પત્ની નતાશા, અત્યંત સુંદર હોવા છતાં જીવી રહી છે આવું જીવન

કરોડપતિ પિતાની દીકરી હોવા છતાં પણ આવું જીવન જીવે છે ગૌતમ ગંભીરની પત્ની, સુંદરતામાં આપે છે તે હિરોઇનોને ટક્કર

ગૌતમ ગંભીર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રહી ચુક્યા છે. હાલમાં તે લોકસભાના સભ્ય પણ છે. તેમણે ભારતીય જનતા પાર્ટી વતી ન માત્ર ચૂંટણી જ લડી હતી પરંતુ જીત પણ મેળવી હતી. આજે એટલે 14 ઓક્ટોબરે ગૌતમ તેનો 38 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ગૌતમનો જન્મ 14 ઓક્ટોબર 1981 માં દેશની રાજધાની દિલ્હીમાં થયો હતો.

મહાન બેટ્સમેન રહી ચૂકેલા ગૌતમ ગંભીરે તેની ક્રિકેટ કારકીર્દિમાં દેશને બે વાર વર્લ્ડ કપ જીતાડ્યો છે. જેમાં પ્રથમ 2007 આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી 20 અને બીજો 2011 આઈસીસી વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. ગૌતમે 2003 માં પોતાની પ્રથમ વનડે ઇન્ટરનેશનલ રમ્યો હતો. આમ તો તમે બધા ગૌતમના વ્યાવસાયિક જીવન વિશે ઘણું બધું જાણતા જ હશો. પરંતુ આજે અમે તમને તેના અંગત જીવન અને તેની પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ગૌતમ ગંભીરે 28 ઓક્ટોબર 2011 ના રોજ નતાશા જૈન નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. નતાશા સામાન્ય રીતે મીડિયાની લાઈમ લાઈટથી દૂર જ રહે છે. નતાશાના પરિવારની વાત કરીએ તો તેના પિતાનું નામ રવિન્દ્ર જૈન છે જ્યારે માતાનું નામ નીરા જૈન છે. નતાશા કરોડપતિ બિજનેસમેન પરિવારની છે. નતાશા દેખાવમાં ખૂબ જ સુંદર છે. આપણે એમ પણ કહી શકીએ કે તે અન્ય ક્રિકેટરોની પત્નીઓ કરતા પણ વધારે સુંદર છે. આમ તો નતાશા સાદગીપૂર્ણ રહેવાનું પસંદ કરે છે. આટલા પૈસા અને સુંદરતા હોવા છતાં, તે દેખાડો કરવાનું પસંદ નથી કરતી.

આવી રીતે થઇ હતી ગૌતમ અને નતાશાની મુલાકાત

આમ તો બંનેના લવ મેરેજ જ હતા, પરંતુ તે પાછળથી ગોઠવેલ લગ્ન તરીકે ગણાવવામાં આવ્યા હતા. વાત એમ છે કે ગૌતમના પિતા એક કાપડ ઉદ્યોગપતિ છે. તેવામાં, તેમની ઓળખાણ ગુડગાંવના કરોડપતિ ઉદ્યોગપતિ રવિન્દ્ર જૈન (નતાશાના પિતા) સાથે થઈ હતી. બંને કેટલાક ધંધાને કારણે ભાગીદાર બન્યા હતા. બંને પરિવારમાં મિત્રતા થઇ.

ઘર પણ બંનેના લગભગ નજીક જ હતા. તેવામાં, આ બંને પરિવારો એકબીજાને ત્યાં આવતા જતા રહેતા હતા. બસ આ સમયમાં ગૌતમ અને નતાશાની પણ ઘણી વખત મુલાકાત થઇ હતી. અને આવી રીતે બંનેની મિત્રતા પ્રેમ અને પછી લગ્નમાં ફેરવાઈ. તેથી આપણે તેને એરેન્જ અને લવ બંને પ્રકારનાં મેરેજ કહી શકીએ છીએ.

આમ તો, તમારી જાણ માટે જણાવી આપીએ, કે નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. અહીં તે અવાર નવાર અંગત જીવન સાથે સંબંધિત ચિત્રો પણ શેર કરતી રહે છે. નતાશા અને ગૌતમે એકબીજાને 2007 માં ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. આમ તો ગૌતમનો સ્વભાવ ઘણો જ શાંત પ્રકૃત્તિનો છે. તેથી તેઓએ આ સંબંધને ત્રણ વર્ષ સુધી અકબંધ રાખ્યો અને છેવટે બંનેએ વર્ષ 2010 માં સગાઈ કરી લીધી.

બંનેના આ સંબંધથી ઘરના લોકોને કોઈ સમસ્યા ન હતી. તે બંને પહેલાથી જ બિજનેસ ભાગીદાર અને પારિવારિક મિત્રો હતા. સગાઈના એક વર્ષ બાદ બંનેએ 2011 માં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેમણે 100 થી વધુ લોકોને બોલાવ્યા ન હતા. હાલમાં ગૌતમ અને નતાશા એક બીજાથી સાથે ઘણા ખુશ છે. આ બંનેને એક વ્હાલો પુત્ર પણ છે જેનું નામ આજિન ગંભીર છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.