ગુજરાતના જામનગરમાં આણદાબાવા સેવા સંસ્થાએ ગાયના છાણ(ગોબર) માંથી લાકડા બનાવવાની શરૂઆત કરી છે. ગૌ શાળાઓ આ ટેક્નિક અપનાવીને રોજગારનો નવો સ્ત્રોત શોધી શકે છે. સામાન્ય રીતે ઝાડના લાકડામાં ભેજ 12 થી 15 ટકા હોય છે, જયારે ગો-કાષ્ઠ એટલે કે ગાયના છાણમાંથી બનતા લાકડામાં તે ફક્ત 2 થી 3 ટકા હોય છે. તેનો એક લાભ એ છે કે, અંતિમ ક્રિયામાં આ લાકડાનો પ્રયોગ કરવાની સ્થિતિમાં ઘી સહીત અન્ય પદાર્થનો ઉપયોગ ઓછો કરવો પડશે.
એટલું જ નહિ ગો-કાષ્ઠમાં કૈલોરિફિલ વેલ્યુ 8000 KJ (કિલોજુલ્સ) હોય છે. આદ્યોગિક જરૂરિયાતોના હિસાબે લાકડા-કોલસાનો ભૂકો મિક્સ કરીને ગો-કાષ્ઠની કૈલોરિફિલ વેલ્યુ વધારી શકાય છે.
જામનગરના શરદભાઈ શેઠે જણાવ્યું કે, એક મશીનની મદદથી અમે આ કામ કરી રહ્યા છીએ. મશીન નાનું છે, પણ રોજ 1000 ટન છાણને ગો-કાષ્ઠના રૂપમાં ફેરવી દે છે. ગો-કાષ્ઠના જે ટુકડા બને છે, તેમાં કાણાં હોય છે. એટલે તે સુકાવામાં વધારે સમય નથી લેતા. આ કાણાં તેના સળગવામાં મદદગાર હોય છે. 4 થી 6 ફૂટ લાંબા ગો-કાષ્ઠ 2 થી 3 દિવસમાં સુકાઈ જાય છે. તેમની હેરફેર કરવી પણ સરળ છે.
આ રાજ્ય ગો-કાષ્ઠનો ઉપયોગ કરી રહ્યા છે :
રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓડિસા અને પશ્ચિમ બંગાળમાં મશીનની મદદથી છાણને લાકડામાં ફેરવી રહ્યા છે. આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજીને જામનગરના શરદભાઈ શેઠે ગો-કાષ્ઠ વિષે જણાવ્યું. તેમણે મશીન મંગાવીને સંસ્થામાં ગો-કાષ્ઠ તૈયાર કરવાની શરૂઆત કરી છે. આ કામ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, વ્યાપક સ્તર પર ગો-કાષ્ઠનો પ્રયોગ કરવામાં આવે તો પર્યાવરણના સંતુલનમાં મોટું યોગદાન હશે. તેમજ અગ્નિ સંસ્કારમાં ગો-કાષ્ઠને અપનાવો તો પર્યાવરણના સંતુલનમાં મોટું યોગદાન થશે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.