ખુબ જ રહસ્યમય છે ગાયત્રી માં નું આ મંદિર, અહીં માં ગાયત્રીની મૂર્તિ પાણીમાં તરે છે

ગાયત્રી માતાનું આ મંદિર છે ખુબ જ રહસ્યમય, અહીંયા માતાની મૂર્તિ તરે છે પાણીમાં, જાણો આ અદ્દભુત મંદિર વિષે

ગાયત્રી મંત્ર ગાયત્રી માં સાથે જોડાયેલો મંત્ર છે. ગાયત્રી માં ને પ્રસન્ન કરવા માટે આ મંત્ર બોલવામાં આવે છે. આ એક ચમત્કારી મંત્ર માનવામાં આવે છે અને આ મંત્રનો જાપ કરવાથી ન ફક્ત ગાયત્રી માં પણ દરેક દેવી-દેવતાઓની કૃપા મેળવી શકાય છે. વેદોમાં આ મંત્રને સૌથી મોટો અને મહત્વપૂર્ણ મંત્ર માનવામાં આવ્યો છે.

ગાયત્રી માં નો ઉલ્લેખ આપણા ચારેય વેદોમાં કરવામાં આવ્યો છે. વેદોમાં ગાયત્રી માં ને માં પાર્વતી, સરસ્વતી, લક્ષ્મીના અવતાર કહેવામાં આવ્યા છે. સાથે જ તેમને બ્રહ્માની બીજી પત્ની પણ કહેવામાં આવે છે. વેદોમાં તેમને જ્ઞાન-ગંગાનું નામ પણ આપવામાં આવ્યું છે.

શાસ્ત્રો અનુસાર એક વાર ભગવાન બ્રહ્મા એક યજ્ઞમાં શામેલ થયા હતા. આ યજ્ઞમાં પત્ની સાથે બેસવું ફરજીયાત હતું. પણ બ્રહ્માજીની પત્ની સાવિત્રી કોઈ કારણવશ તેમની સાથે આ યજ્ઞમાં નહિ આવી શક્યા. યજ્ઞમાં શામેલ થવા માટે બ્રહ્માજીએ દેવી ગાયત્રી સાથે લગ્ન કરી લીધા, અને તેમની સાથે આ યજ્ઞમાં શામેલ થયા.

ગાયત્રી માં નું મંદિર :

મધ્ય પ્રદેશમાં ગાયત્રી માં નું એક પ્રસિદ્ધ મંદિર છે. અહીં પર ગાયત્રી માં ની એક વિચિત્ર મૂર્તિ છે. આ મંદિરનું નામ નૃસિંહ મંદિર છે જે નૃસિંહ ભગવાનને સમર્પિત છે. અને આ મંદિરની અંદર માં ગાયત્રીની એક અનોખી મૂર્તિ મુકવામાં આવી છે. હકીકતમાં નૃસિંહ મંદિરમાં માં ગાયત્રીને જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેના ત્રણ પગ છે. માં ગાયત્રીની આવી મૂર્તિ કદાચ જ કોઈ મંદિરમાં જોવા મળે.

ભગવાનની ત્રણ મુખ અથવા ચાર ભુજા વાળી મૂર્તિ હોવી સામાન્ય વાત છે, પણ આ પહેલી એવી મૂર્તિ છે જેના ત્રણ પગ છે. આ મંદિરના પૂજારી અનુસાર ત્રણ પગ વાળી મૂર્તિ આ મંદિર સિવાય કોઈ પણ મંદિરમાં નથી. ગાયત્રી માં ની આ મૂર્તિને ‘ત્રિપદા ગાયત્રી’ કહેવામાં આવે છે અને આ મંદિરમાં આવીને માંગેલી દરેક મનોકામના પુરી થઈ જાય છે.

નૃસિંહ મંદિરમાં ગાયત્રી માં સાથે નૃસિંહની પણ મૂર્તિ છે અને તે મૂર્તિ પાણીમાં તરે છે. આ મંદિર એક પ્રાચીન મંદિર છે અને આ મંદિરને કોણે બનાવ્યું છે અને આ મૂર્તિ ક્યારે સ્થાપિત કરવામાં આવી તે હજુ પણ એક રહસ્ય બનેલું છે.

ક્યાં છે આ મંદિર?

ગાયત્રી માં નું આ મંદિર મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના હાટપીપલ્યા ગામમાં આવેલું છે.

ગાયત્રી મંત્ર :

ગાયત્રી મંત્ર શક્તિશાળી મંત્ર છે અને આ મંત્રનો જાપ કરવાથી શરીર રોગ મુક્ત રહે છે. જે લોકો રોજ આ મંત્રનો જાપ કરે છે, તે લોકોનું જીવન ખુશીઓથી ભરાયેલું રહે છે. શાસ્ત્રો અનુસાર ગાયત્રી મંત્રનો દિવસમાં ત્રણ વાર પાઠ કરવાથી દરેક મનગમતી વસ્તુ મળી જાય છે.

ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।

ગાયત્રી મંત્રનો અર્થ :

સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, પરમાત્માનું આ તેજ અમારી બુદ્ધિને સદ્દમાર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.