પહેલી વખત સેંથામાં સિંદુર સાથે જોવા મળી 47 વર્ષીય ગીતા કપૂર, શું તેમણે સાચે જ લગ્ન કરી લીધા? જુઓ ફોટા.

ગીતા કપૂરે છાનામાના લગ્ન તો નથી કરી લીધાને? તેમના સેંથામાં સિંદૂર સાથેના ફોટા થઈ રહ્યા છે ફેમસ.

બોલીવુડમાં ઘણા એવા લોકો છે જે 40 વર્ષથી વધુ ઉંમરના થઇ ગયા છે છતાં પણ ઘરમાં કુંવારા બેઠા છે. આ ફિલ્મી કલાકારો પાસે સારો લુક, ઘણા બધા પૈસા અને ફેમ બધું જ છે, તેમ છતાં પણ કોઈને કોઈ કારણને લઈને તેમણે હજુ સુધી લગ્ન નથી કર્યા. બોલીવુડની ફેમસ કોરિયોગ્રાફર ગીતા કપૂર પણ તેમાંથી એક છે.

ગીતા કપૂરના લગ્નને લઈને પ્રશંસકો હંમેશા ઉત્સુક રહે છે. મીડિયામાં પણ તેમને ઘણી વખત એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે, તે ક્યારે લગ્ન કરવા જઈ રહી છે? પણ હજુ સુધી ગીતાને તેમના માટે મિસ્ટર રાઈટ નથી મળ્યા.

પણ હાલમાં સોશિયલ મીડિયા ઉપર ગીતા કપૂરનો સેંથામાં સિંદુર વાળો ફોટો ઘણો શેર થઇ રહ્યો છે. આ ફોટામાં ગીતા કપૂર લાલ રંગના સુટમાં દેખાઈ રહી છે. તે લાલ રંગ તેમની ઉપર ઘણો સુંદર લાગી રહ્યો છે. તે તેમાં ઘણી જ સુંદર દેખાઈ રહી છે. આ ફોટાની ખાસ વાત એ છે કે, 47 વર્ષની કુંવારી ગીતા કપૂર પહેલી વખત સેંથામાં સિંદુર સાથે જોવા મળી. તેથી પ્રશંસકો ગીતાને સતત પ્રશ્ન પૂછી રહ્યા છે કે, શું ખરેખર તમે લગ્ન કરી લીધા છે?

ગીતાએ આ ફોટા પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે. પ્રશંસક આ ફોટાને ઘણો પસંદ કરી રહ્યા છે. તેને અત્યાર સુધી 96 હજારથી વધુ લોકો લાઈક પણ કરી ચુક્યા છે. આ ફોટાને શેર કરતા ગીતાએ કેપ્શનમાં લખ્યું છે. શૂટ માટે રેડી છું.

ગીતાના સેંથામાં સિંદુર જોઈ હજી પણ એ પ્રશ્ન ઉભો થાય છે કે, ક્યાંક તેમણે છાનામાના લગ્ન તો નથી કરી લીધા ને? સમાચારો મુજબ ગીતાએ કોઈ લગ્ન નથી કર્યા. તેમણે લગ્ન વગર સેંથામાં સિંદુર કેમ ભર્યું છે એ હજુ પણ રહસ્ય જ બનેલું છે. તેનો જવાબ પોતે ગીતા જ આપી શકે છે.

કામની વાત કરીએ તો ગીતા કપૂર ફીઝા (2000), અશોકા (2001), સાથીયા (2002), હે બેબી (2007), અલાદિન (2009) જેવી ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી ચુકી છે. વર્તમાનમાં તે ડાંસ રીયાલીટ શો સૂપર ડાંસર ચેપ્ટર 4 માં જજ તરીકે જોવા મળે છે. આ શો થી તેમને ભારતના ઘર ઘરમાં ઓળખ મળી છે.

ગીતા સોશિયલ મીડિયા ઉપર ઘણી ફેમસ છે. ઈંસ્ટાગ્રામ ઉપર તો તેને 11 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અહિયાં તે ફેન્સ સાથે પોતાના સુંદર ફોટા શેર કરતી રહે છે. સુપર ડાંસર શો માં પણ ગીતાના લગ્નને લઈને ઘણી વખત મજાક-મસ્તી થતી રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.