જેનેલિયા-રિતેશે ઉજવ્યો દીકરા રિયાનનો જન્મદિવસ, પાર્ટીમાં બાળકો સાથે પહોંચ્યા આ સ્ટાર્સ

આજકાલ મીડિયા ઉપર બોલીવુડ અને ટેલીવિઝનના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ક્યારેક કોઈ કલાકારની સગાઈની વાત હોય છે, તો ક્યારેક કોઈ કલાકારના લગ્ન વિષેની વાત હોય છે તો ક્યારેક કોઈ કલાકારના છૂટાછેડાની વાત રહેલી હોય છે, તો ક્યારેક કોઈ કલાકાર કે તેના સંતાનના જન્મ દિવસ વિષેની વાત પણ હોય છે, જેના વિષે આપણને સારી જાણકારી મળતી હોય છે.

તેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે અમે મીડિયા ઉપરની એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે કિસ્સા વિષે વિસ્તૃતમાં જાણકારી.

સામાન્ય રીતે સેલીબ્રેટીના સંતાનોના જન્મ દિવસ ઉપર બોલીવુડ અને ટેલીવિઝનના કલાકારો અને તેમના સંતાન પાર્ટીઓમાં જરૂર આવતા રહે છે. આવી જ એક સેલીબ્રેટીના સંતાનના જન્મ દિવસ ઉપર બોલીવુડના ઘણા કલાકારોના સંતાન તો આવ્યા જ હતા પરંતુ સાથે તેમના માતા પિતા પણ હાજર રહ્યા હતા.

હાલમાં જ રીતેશ દેશમુખ અને જેનેલિયાના દીકરા રિયાનનો જન્મ દિવસ હતો. પોતાના દીકરાના જન્મ દિવસને કપલે ઘણો ધામધૂમથી મનાવ્યો. બંનેએ દીકરાના જન્મ દિવસ ઉપર એક જોરદાર પાર્ટી આપી જેમાં તમામ સ્ટાર કિડ્સ જોવા મળ્યા. ગયા શનિવારની રાત્રે બોલીવુડના તમામ જાણીતા કલાકારો પાર્ટીમાં પોતાના બાળકો સાથે આવ્યા. પાર્ટીમાં એશ્વર્યા દીકરી અરાધ્યા સાથે, રાની દીકરી આદીરા સાથે, અર્પિતા દીકરા આહીલ સાથે જોવા મળી. આ દરમિયાન પહેલી વખત રાની મુખર્જીની દીકરી આદીરા કેમેરા સામે આવી. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે પાર્ટીના થોડા ફોટા લઈને આવ્યા છીએ.

મીરા રાજપૂત  મીશા સાથે.

રાની મુખર્જીની દીકરી આદીરા.

એશ્વર્યા દીકરી આરાધ્યા સાથે અને અર્પિતા દીકરા આહિલ સાથે

ઈશા દેઓલ પોતાની દીકરી સાથે, તુષાર કપૂર દીકરા લક્ષ્ય કપૂર સાથે અને ઈશા કોપીકર

પોતાના બાળકો સાથે વિવેક ઓબેરોય.

રીતેશ દેશમુખ અને જેનેલિયા.

નીખીલ ત્રિવેદી પત્ની ગૌરી અને દીકરા શીવાન સાથે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.