જો તમારા બેન્ક એકાઉન્ટમાં આવી રહી છે સબસીડી, તો તરત કરો આ કામ નહિ તો પસ્તાસો.

આજના મોંઘવારી નાં જમાના માં ઘરના નાના નાના ખર્ચાઓને જો તમે કન્ટ્રોલ કરો તો મોટી બચત થઇ શકે છે. એટલે કે તમે જરૂરી ઉપયોગથી લાઈટનું બીલ ઓછું કરી શકો છો, મોબાઈલ ખર્ચને પણ કન્ટ્રોલ કરી શકાય છે વગેરે. આ રીતે તમે તમારા રસોડામાં ગેસના ખર્ચને ૬૦ થી ૯૦ ટકા સુધી ઓછો કરી શકો છો.

રસોડામાં મુખ્ય વસ્તુ તરીકે ગણવામાં આવે તો તે ગેસ હોય છે કારણ કે તેના વિના કોઈ વાનગી વગેરે બનાવી શકાય નહિ. એટલા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છે. ઘણા સમયથી એલપીજી ગેસ સિલિન્ડર મોંઘા થઇ ગયા છે પણ તેની સામે સરકાર આપણને સબસીડી તરીકે મદદ કરે છે. જેથી આપણા રસોડામાં ખર્ચમાં થોડી મદદ કરી શકે.

એલપીજી સિલિન્ડર પર સરકાર સબસિડી આપે છે. આ પૈસા આપના આપેલા એકાઉન્ટમાં થોડા દિવસ પછી આવી જાય છે. જ્યારે આજે પણ ઘણાં લોકો એવાં છે કે જેમને ખબર નથી પડતી કે પૈસા તેમના એકાઉન્ટમાં આવે છે કે નહીં. ઘણા લોકો એવા છે જે આ સબસિડીનો લાભ લેતા નથી અથવા કેટલાક લોકો આ સબસીડીનો લાભ લેવા માંગતા નથી.અને જો પૈસા આવી રહ્યાં છે તો કયા એકાઉન્ટમાં આવે છે એ નથી ખબર હોતી. એની સાથે કેટલાય લોકોની સબસિડી નીકળી ગઈ હોય છે, જ્યારે તેમણે આ બાબતે જાણકારી જ નથી હોતી. એવામાં તમે સિલિન્ડર પર મળતી સબસિડીને ઓનલાઇન તમારા મોબાઈલથી ચેક કરી શકો છો.

સબસિડી ચેક કરવાની પ્રોસેસ :

1. સૌથી પહેલાં www.mylpg.in વેબસાઇટને ફોનમાં ઓપન કરો.

2. હવે તમે જે કંપનીનું સિલિન્ડર લેતા હો તેના ફોટા પર ક્લિક કરો.

3. ત્યાં ઘણા બધા ઓપ્શન આવશે, તમારે Audit Disributor પર ક્લિક કરો.

4. પછી તમારું રાજ્ય, જીલ્લો અને Disributor Agency Name સિલેક્ટ કરો.

5. પછી સિક્યુરીટી કોડ નાખી Proceed પર ક્લિક કરો.

6. હવે પેજની નીચેની તરફ Cash Consumption Transfer Details પર ક્લિક કરો.

7. ત્યાં સિક્યુરીટી કોડ નાખી Proceed પર ક્લિક કરો.

8. તમારા સિલિન્ડરની સબસિડીથી જોડાયેલી વિગતો આવશે.

આ વિગતોમાં કોઈ ભૂલ હોય કે કોઈપણ પ્રોબ્લમ હોય, તો આ ટોલ ફ્રી નમ્બર 18002333555  કોલ કરીને વધુ જાણકારી લઈ શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.