દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

આવી રીતે તમે પણ દર વર્ષ 6,000 રૂપિયા મેળવી શકો છો, જાણો રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા અને સંપૂર્ણ જાણકારી

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના લોકો વચ્ચે ઘણી લોકપ્રિય છે. આ યોજના અંતર્ગત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય મદદ ઉપલબ્ધ કરાવે છે. તેનાથી ખેડૂત વ્યાજ પર દેવું લેવાથી બચી જાય છે. કોરોના સંકટના સમયે પણ આ સ્કીમથી દેશના કરોડો લોકોને 2,000 રૂપિયાની આર્થિક મદદ ઉપલબ્ધ કરાવવામાં આવી.

આ સ્કીમ અંતર્ગત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની રાશિ ઉપલબ્ધ કરાવે છે. આ રાશિ ત્રણ સમાન હપ્તામાં લોકોને આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2020-21 નો પહેલો હપ્તો એપ્રિલમાં આપવામાં આવ્યો હતો, અને સરકાર ઓગસ્ટમાં બીજો હપ્તો લાભાર્થીઓના ખાતામાં મોકલી શકે છે.

આ સ્કીમની ખાસ વાતો :

આ સ્કીમમાં સંપૂર્ણ ફંડિંગ કેંદ્ર સરકાર તરફથી કરવામાં આવે છે.

આ સ્કીમ 1 ડિસેમ્બર, 2018 થી લાગુ થયેલી છે.

આ સ્કીમનો લાભ ખેડૂત પરિવારોને આપવામાં આવે છે.

આ યોજનાની ધન રાશિ સીધી લાભાર્થીઓના ખાતામાં મોકલી દેવામાં આવે છે.

સંસ્થાગત ખેડૂતો, રાજ્ય અને કેંદ્ર સરકારના કર્મચારીઓ, સેવાનિવૃત્ત અધિકારીઓ, પીએસયુ અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ, ઉચ્ચ આર્થિક હોદ્દા વાળા લોકો, આયકરદાતાઓ, બંધારણીય હોદ્દા પર રહેલા ખેડૂત પરિવારો, ડોક્ટર, વકીલ અને એન્જીનીયર જેવા વ્યવસાય ધરાવનાર અને 10,000 રૂપિયાથી વધારે માસિક પેંશન મેળવી રહેલા સેવાનિવૃત્ત કર્મચારીઓ આ સ્કીમનો લાભ મેળવી શકે નહિ.

આ યોજના માટે રજીસ્ટ્રેશન :

જો તમે આ યોજનાના પાત્ર છો, અને અત્યાર સુધી આ યોજના માટે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમે જરાપણ મોડું કરતા નહિ. તમે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત નોડલ અધિકારી અથવા તલાટી દ્વારા આ યોજના માટે અરજી કરી શકો છો. તેના સિવાય કોમન સર્વિસ સેંટર્સ દ્વારા પણ તમે આ સ્કીમ માટે રજીસ્ટ્રેશન કરી શકો છો. તેના સિવાય પીએમ કિસાન પોર્ટલ દ્વારા પણ આ સ્કીમ માટે અરજી કરવામાં આવી શકે છે.

પીએમ કિસાન પોર્ટલ દ્વારા આવી રીતે જાતે જ અરજી કરી શકો છો :

1. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov. in/ પર જાવ.

2. અહીં તમને ‘Farmers Corner’ નામથી એક વિકલ્પ દેખાશે.

3. ડ્રોપ ડાઉન લિસ્ટમાં તમને ‘New Farmer Registration’ નો વિકલ્પ દેખાશે.

4. New Farmer Registration વિકલ્પ પર ક્લિક કરો.

5. હવે તમારી સામે નવું પેજ ખુલશે, જેમાં તમારે આધાર નંબર અને કેપ્ચા કોડ નાખવા પડશે.

6. આધાર નંબર નાખીને પ્રોસેસ આગળ વધાર્યા પછી તમારે અમુક મૂળભૂત વ્યક્તિગત જાણકારી નાખવી પડશે.

7. સાથે જ તમારે તમારા નામ પર નોંધાયેલ જમીનની વિગતો આપવી પડશે.

8. બધી જરૂરી જાણકારી ભર્યા પછી તમે ફોર્મને સબમિટ કરી દો.

તમે પીએમ કિસાન પોર્ટલ દ્વારા જ અરજીની સ્થિતિ તપાસી શકો છો. તેના માટે તમારે Farmers Corner માં ‘Status of Self Registered/CSC Farmer’ પર ક્લિક કરવું પડશે. તમે આધાર નંબર નાખીને અરજીની સ્થિતિ તપાસી શકો છો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.