સરકારની આ યોજના હેઠળ તમે 110 રૂપિયાના ખર્ચે દર મહિને મેળવી શકો છો પેંશન, ખેડૂત મિત્રો જરૂર વાંચે.

110 રૂપિયા ખર્ચ કરવા પર દર મહિને ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા, ફટાફટ જાણો ડીટેલ.

કો-રો-ના વાયરસ સંક્રમણને કારણે સામાન્ય લોકોના જીવનથી લઈને ઉદ્યોગપતિઓ સુધીનાને ઘણું નુકસાન થયું છે. આથી સરકારે આર્થિક ગતિવિધિઓને ઉર્જા આપવા માટે છૂટછાટ આપી રાખી છે.

કો-રો-નાની ગતિ હવે ધીમી પડી છે, પણ સંકટ હજુ યથાવત છે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવી રહી છે.

અને જો તમે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે સરકાર હવે આવા પાત્રોને મોટો લાભ આપી રહી છે. સરકાર આ યોજના સાથે જોડાયેલા ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા એટલે કે વર્ષે 36000 રૂપિયા પેન્શન તરીકે આપી રહી છે.

આ યોજનાનો લાભ એવા ખેડૂતોને આપવામાં આવશે, જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે, જેના અંતર્ગત ત્રણ હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયા ખાતામાં આવે છે.

મોદી સરકારની આ યોજનાનો લાભ તે તમામ ખેડૂતોને મળી શકે છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. 11 કરોડથી વધુ ખેડૂતો પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાંથી હપ્તા મેળવી રહ્યા છે. કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન માનધન યોજનાનો લાભ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને આપી રહી છે.

માનધન યોજના માટે કોઈ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. તેમજ તેમાં જોડાઈને તમે ખિસ્સામાંથી પૈસા ખર્ચ કર્યા વિના વાર્ષિક 36000 મેળવી શકો છો.

પેન્શન માટેના માપદંડ :

પીએમ કિસાન માનધન યોજના હેઠળ નાના ખેડૂતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે. જેમાં 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે વાર્ષિક 36000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે.

જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે, તો તેને પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ દસ્તાવેજ આપવા નહીં પડે.

કિસાન માનધન યોજના હેઠળ, 18-40 વર્ષ સુધીનો કોઈપણ ખેડૂત તેમાં નોંધણી કરાવી શકે છે. પણ ફક્ત તે જ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે જેમની પાસે વધુમાં વધુ 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન છે.

તેમને યોજના હેઠળ ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 થી 200 રૂપિયાનું માસિક યોગદાન આપવું પડશે. જો તમે 18 વર્ષની ઉંમરે જોડાશો તો માસિક યોગદાન 55 રૂપિયા પ્રતિ માસ હશે. જો તમે 30 વર્ષની ઉંમરે યોજનામાં જોડાઓ છો, તો દર મહિને 110 રૂપિયાનું યોગદાન આપવું પડશે.

આ માહિતી ન્યુઝ 24 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.