નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મીત્રો બધા દેવતાઓમાં શનિદેવ સૌથી વધારે ગુસ્સા વાળા દેવતાના રૂપમાં ઓળખાય છે. શનિદેવના નામ માત્રથી વ્યક્તિના મનમાં દર પેસી જાય છે. દરેક વ્યક્તિ શનિદેવની ખરાબ દૃષ્ટિથી બચવા માંગે છે, જેના માટે તે શનિદેવની પૂજા અર્ચના કરે છે. અને ઘણા બધા લોકો એવા છે જે એમના વિશેષ ઉપાય કરે છે.
એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પર શનિદેવ મહેરબાન રહે છે, એમના જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થાય છે. પરંતુ શનિદેવ જે વ્યક્તિથી નારાજ થઈ જાય છે એ વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. જ્યોતિષના જાણકારો અનુસાર આજથી શનિદેવ અમુક રાશિઓ પર પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખશે અને આ રાશિઓ શનિ પીડાથી મુક્ત થઈ શકે છે. એમને પોતાના જીવનમાં પ્રગતિના ઘણા બધા માર્ગ પ્રાપ્ત થશે. અને એમને પોતાના ભાગ્યનો સાથ મળશે.
એવો જાણીએ કઈ રાશિઓ શનિ પીડાથી થશે મુક્ત :
મેષ રાશિવાળા વ્યક્તિઓને શનિદેવની કૃપાથી પ્રગતિના અવસર પ્રાપ્ત થઇ શકે છે. જમીન અને મિલકત સંબંધિત અડચણો દૂર થશે. આ રાશિવાળા વ્યક્તિઓની આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. તમે તમારા મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. બેરોજગાર વ્યક્તિઓને રોજગારની પ્રાપ્તિ થઈ શકે છે. પારિવારિક વાદ-વિવાદ દૂર થશે. તમે પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો.
વૃષભ રાશિવાળા વ્યક્તિઓનો આવનાર સમય મધ્યમ ફળદાયી રહેશે. તમે તમારો મોટાભાગનો સમય ખુશહાલી પૂર્વક પસાર કરશો. તમે કોઈ સમારોહમાં ભાગ લઇ શકો છો. જે વ્યક્તિ વિદ્યાર્થી છે, એમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. જે વ્યક્તિ વ્યાપારી છે એમને પોતાના વ્યાપારમાં સારો નફો મળી શકે છે. પરંતુ તમે પોતાના ગુસા પર નિયંત્રણ રાખો, નહિ તો કોઈની સાથે વાદ-વિવાદ થવાની સંભાવના બની રહી છે. શારીરિક કષ્ટનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો.
સિંહ રાશિવાળા વ્યક્તિઓ પર શનિ મહારાજ મહેરબાન રહેવાના છે. તમને સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમે કોઈ જોખમ ભરેલું કામ તમારા હાથમાં લો છો તો એમાં તમને સફળતા પ્રાપ્ત થશે. વ્યાપારીઓને પોતાના વ્યાપારિક ક્ષેત્રમાં ભારે લાભ મળવાના યોગ બની રહ્યા છે. જો તમે ક્યાંક રોકાણ કરો છો તો એમાં તમને સારો લાભ મળશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. દુષ્ટજનોથી છુટકારો પ્રાપ્ત થશે. ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે.
ધનુ રાશિવાળા વ્યક્તિઓ પર શનિદેવની વિશેષ કૃપા દૃષ્ટિ બની રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સફળ થશે. શારીરિક કષ્ટોથી છુટકારો મળશે. તમે નવી યોજનાઓ પર કામ કરી શકો છો. થોડા લોકોની મદદ મળી શકે છે. સમાજમાં તમારું માન-સમ્માન વધશે. ઘણા વર્ષોથી રોકાયેલું કામ પૂરું થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ ઘણું જલ્દી જ મળવાનું છે. ભાગીદારો તરફથી તમને નફો મળી શકે છે.
કુંભ રાશિવાળા વ્યક્તિઓ પર શનિદેવની ખાસ કૃપા દૃષ્ટિ બની રહેશે. તમારું કોઈ વિચારેલું કામ પૂરું થઈ શકે છે. જેના કારણે તમારું મન પ્રસન્ન થશે. પારિવારિક મનદુઃખ દૂર થશે. સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. શેયર માર્કેટ સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળી શકે છે. જે વ્યક્તિ વ્યાપારી છે એમનો વ્યાપાર સારો ચાલશે. આવકના નવા માર્ગ પ્રાપ્ત થશે. મિત્રોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
મીન રાશિવાળા વ્યક્તિઓ પર શનિદેવ મહેરબાન રહેવાના છે. તમને પોતાના કષ્ટ, ચિંતા અને તણાવ માંથી છુટકારો મળી શકે છે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. કાયદાકીય બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. આવનાર સમય ઘણો લાભદાયક રહેવાનો છે. ઘર પરિવારમાં ખુશીઓ બની રહેશે. મિત્રો સાથે મેળમિલાપ વધશે. તમારા નવા સંપર્ક બની શકે છે. જેનાથી તમને સારો ફાયદો મળી શકે છે.
આવો જાણીએ બાકીની રાશિઓનો કેવો રહેશે સમય :
મિથુન રાશિવાળા વ્યક્તિઓને આવનારા સમયમાં વધારે ખર્ચ થવાને કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે તમારું બજેટ બગડી શકે છે. તમને અચાનક કોઈ ખરાબ સમાચાર મળવાની સંભાવના બની રહી છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા સમયે ઉતાળવા કરવી નહિ. કાર્યક્ષેત્રમાં વધારે ભાગદોડ બની રહેશે. જુના રોગોથી પરેશાન થઈ શકો છો.
કર્ક રાશિવાળા વ્યક્તિઓએ આવનાર સમયમાં સાચવીને રહેવું પડશે. આ રાશિવાળા વ્યક્તિઓના ધન હાનિના યોગ બની રહ્યા છે. જો તમે પ્રયત્ન કરશો તો તમારા કામ સફળ થઈ શકે છે. મિત્રોની સંપૂર્ણ મદદ મળશે. સમાજમાં તમારું માન-સમ્માન વધશે. અચાનક તમને લાભના અવસર મળી શકે છે.
કન્યા રાશિવાળા વ્યક્તિઓએ આવનાર સમયમાં પોતાની સમજદારીથી કામ લેવું પડશે. તમે કોઈ પણ વ્યક્તિની વાતોમાં ન આવો. રોજગાર પ્રાપ્તિના પ્રયત્ન સફળ થઈ શકે છે. તમે નવા વસ્ત્ર અને આભૂષણની ખરીદી કરશો. યાત્રાદરમ્યાન તમારે સાવધાન રહેવું પડશે. નહિ તો દુર્ઘટના થવાની સંભાવના બની રહી છે. તમે પોતાની નોકરી બદલવાનો વિચાર બનાવી શકો છો.
તુલા રાશિવાળા વ્યક્તિઓએ આવનાર સમયમાં અનપેક્ષિત ખર્ચનો સામનો કરવો પડશે. જેના કારણે ઉધાર લેવાની સ્થિતિ બની શકે છે. પારિવારિક વાદ-વિવાદ થવાના યોગ બની રહ્યા છે. તમને કોઈ કામમાં વિલંબ થઈ શકે છે. જેના કારણે ચિંતા અને તણાવ બની રહેશે. પ્રેમીઓ માટે આવનાર સમય થોડો કષ્ટ દાયક રહેશે. નોકરીના ક્ષેત્રમાં જવાબદારી વધવાની સંભાવના બની રહી છે.
વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓએ આવનાર સમયમાં રાજકીય અડચણોનો સામનો કરવો પડશે. તમે ઉતાવળમાં કોઈ પણ ખોટો નિર્ણય ન લેતા. કોઈ પણ પ્રકારના લડાઈ ઝગડામાં ન પડો. ઘણા સમયથી અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા ફાયદાકારક સાબિત થશે. આવકના સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓથી મનદુઃખ થવાની સંભાવના બની રહી છે. તમે પોતાની વસ્તુઓને સાચવીને રાખો.
મકર રાશિવાળા વ્યક્તિઓએ આવનાર સમયમાં વાહન અને મશીનરીના પ્રયોગમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. તમે કોઈ ઝગડામાં ન પડો. તમારું કામ ધીમી ગતિથી ચાલશે, જેના કારણે તણાવ વધી શકે છે. રોકાણ માટે આવનાર સમય સારો નથી. કાર્યક્ષેત્રમાં સાથે કામ કરવા વાળા લોકો સાથે અણબનાવ થઇ શકે છે. તમારે આવનાર સમયમાં ધૈર્ય અને સંયમ સાથે કામ કરવું પડશે. તમે જોશમાં આવીને કોઈ પણ કામ ન કરતા.