લસણથી મેળવો રોગ પ્રતિકારક ક્ષમતા, દમ, મોટાપો, કેન્સર, દાંતનો દુ:ખાવો અને હૃદયની બીમારીમાં ફાયદો.

સદીઓ જુના આદિવાસી નુસખા, લસણથી આજે પણ કરે છે મોટી બીમારીઓનો ઈલાજ !!

આપણા રસોડામાં શાકભાજી સાથે ઉપયોગમાં લેવામાં આવતા લસણનું વનસ્પતિક નામ એલીયમ સટાઈવમ છે.

દાળ-શાકમાં નાખવામાં આવતા લસણ માત્ર મસાલો જ નથી, પણ તે ઔષધીય ગુણોનો એક ખજાનો પણ છે. આદિવાસી વિસ્તારોમાં વાત અને હ્રદયની બીમારીઓ માટે લસણને ઉપયોગી માનવામાં આવે છે.

આવો જાણવાનો પ્રયત્ન કરીએ કે મધ્યપ્રદેશના સદુર વિસ્તારમાં વસેલા આદિવાસીઓ વચ્ચે લસણ કેવી રીતે ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

હ્રદયના રોગમાં છે રામબાણ :

સુકા લસણની ૧૫ કળીઓ, ૧/૨ લીટર દૂધ અને ૪ લીટર પાણીને એક સાથે ઉકાળીને અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળો.

આ પાકને ગેસ્ટીક તકલીફ અને હ્રદયના રોગોથી પીડિત રોગીઓને આપવામાં આવે છે. એસીડીટીની તકલીફમાં પણ તેનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક હોય છે.

પાચનશક્તિ વધારે છે :

લસણને દાળ, શાકભાજી અને બીજી વસ્તુઓમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાથી ભોજનના પદાર્થોને પાચનમાં મદદ મળે છે. લસણનો રોજ સેવન કરવાથી વાયુ વિકારોને દુર કરે છે.

જેમનું બ્લડપ્રેશર કંટ્રોલમાં નથી રહેતું તેમણે રોજ સવારે લસણની કાચી કળીઓ ચાવવી જોઈએ.

કૃમિ (પેટની જીવાત) નો નાશ કરી દે છે :

બાળકોને જો કૃમિ (પેટની જીવાત)ની તકલીફ હોય તો લસણની કાચી કળીઓના ૨૦-૩૦ ટીપા રસ એક ગ્લાસ દુધમાં ભેળવીને તે બાળકને આપવાથી પેટના કૃમિ મરીને શૌચની સાથે બહાર નીકળી આવે છે.

કેન્સરને એક અસાધ્ય બીમારી ગણવામાં આવે છે. પણ તમને એ જાણીને નવાઈ થશે કે આયુર્વેદ મુજબ રોજ થોડા પ્રમાણમાં લસણનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા ૮૦ ટકા સુધી ઓછી થઇ જાય છે. કેન્સર પ્રત્યે શરીરની પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લસણમાં કેન્સર વિરોધી તત્વો હોય છે. તે શરીરમાં કેન્સર ફેલાવાથી અટકાવે છે.

લસણના સેવનથી ટ્યુમરને ૫૦ થી ૭૦ ટકા સુધી ઓછું કરી શકાય છે.

ઈજામાં સારૂ કરે છે :

સરસીયાના તેલમાં લસણની કળીઓ વાટીને ઉકાળવામાં આવે અને ઘા ઉપર લેપ કરવામાં આવે, ઘા તરત ઠીક થવાનો શરુ થઇ જાય છે.

ગોઠણનું છોલાઈ જવું :

હળવી એવી ઈજા કે લોહી વહેતી વખતે કાચા લસણની કળીઓ વાટીને ઘા ઉપર લેપ કરો, ઘા પાકે નહી અને તેની ઉપર કોઈ પ્રકારના ઇન્ફેકશન પણ નહી થાય. લસણના એન્ટી બેક્ટેરીયલ ગુણોને આધુનિક વિજ્ઞાન પણ માને છે, લસણનું સેવન બેક્ટેરીયા જન્ય રોગો, દસ્ત, ઈજા, શરદી-ખાંસી અને તાવ વગેરેમાં ઘણો ફાયદો કરે છે.

પ્લેટલેટ્સ થઇ જાય છે સંતુલિત :

મીઠું અને લસણને સીધું સેવન લોહી શુદ્ધ કરે છે, જેમને લોહીમાં પ્લેટલેટ્સની ઉણપ હોય છે તેમણે પણ સિંધવ મીઠા અને લસણને સરખા પ્રમાણમાં સેવનમાં લેવી જોઈએ.

આવું દિવસમાં ઓછામાં ઓછું એક વખત કરવું જોઈએ. એક મહિનાની અંદર પરિણામ જોવા મળશે.

અસ્થમા ઠીક થઇ જાય છે :

લસણની બે કાચી કળીઓ સવારે ખાલી પેટ ચાવ્યા પછી, અડધો કલાક પછી જેઠીમધ નામની જડીબુટ્ટીની અડધી ચમચી સેવન બે મહિના સુધી સતત કરવાથી, દમ જેવી ગંભીર બીમારીથી કાયમી છુટકારો મળી જાય છે.

સાંધાનો દુ:ખાવો :

આદિવાસીઓ મુજબ જેમને સાંધાનો દુ:ખાવો, આમવાત જેવી તકલીફો હોય, તો લસણની કાચી કળીઓ ચાવવું તેમના માટે ઘણું ફાયદાકારક રહે છે. રોજ સવારે લસણની એક કાચી કાળી ચાવવી આ રોગો માટે લાભદાયક માનવામાં આવે છે.