ફક્ત બે દિવસમાં મેળવો કરમિયાથી છુટકારો. જરૂરી નથી કે બાળકોમાં જ કરમિયા હોય, તમારું વજન નહિ વધવાનું કારણ…

તમારું પેટ જીવાતનું ઘર તો નથી બની ગયુંને – પેટની જીવાત માટે રામબાણ છે આ પ્રયોગ !!

પેટની જીવાત કાઢવાની ઘરેલું રીત :

સોપારી દરેક જગ્યાએ નથી ઉગતી પણ તેનાથી બધા પરિચિત છે. જે જગ્યાએ પાણી વધુ હોય છે સોપારી ત્યાં ઉગે છે. સોપારી પુંગીફળ દેવતાઓ ઉપર નીવેધમાં પણ ચડાવવામાં આવે છે. સોપારીમાં સ્તમ્ભન થઇ શકે છે. તે મનને પ્રસન્ન રાખે છે સાથે જ કફ, પિત્ત, મોઢાનો ફ્લેદ-મળ અને વેરસ્યને દુર કરનારી હોય છે.

દુનિયા આખીમાં લાખો લોકો સોપરીનું સેવન કરે છે. સોપારી જે દુનિયાના ઘણા વિસ્તારોમાં ખાવામાં આવે છે તે બે જુદી જુદી વનસ્પતિ અને ચુનાનું મિશ્રણ છે. સોપારીનો એક ભાગ એટલે અખરોટ તાડના ઝાડ એરેકા ક્તેચુથી આવે છે. ક્યારે ક્યારે અખરોટ અને ચૂનો પાનની વેલમાં લપેટાયેલ પીપર બેટલથી આવે છે.

પ્રયોગ  ૧ :

એક કાચી સોપારી દુધમાં ઘસીને પીવાથી પેટના તમામ નાના કૃમિ (જીવાત) મરી જાય છે. આ પ્રયોગને અમે ઘણા લોકો ઉપર અજમાવેલ છે આ પ્રયોગ ઘણો સફળ રહેલ છે.

સોપારી ખાવાના નુકશાન :

સામાન્ય રીતે સોપારી ચાવવાથી વધુ લાળ આવે છે. ઘણા લોકો વધુ લાળને થુંકી દે છે અથવા ગળી લે છે. પરંપરાગત રીતે સોપારી મોઢાની સ્વચ્છતા, ભૂખ અને લાળના ઉત્પાદન માટે ફાયદાકારક થતી હતી. હવે વેજ્ઞાનિકોને ખબર પડી કે સોપારી ચાવવાથી મોઢાના કેન્સરનો ભય વધી જાય છે, અને આ પ્રતિકુળ ગર્ભમાં બાળકોના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

સોપારી ઘણી રીતે ઉપયોગી પણ છે. સોપારી એશીયાઇ મહાદ્વીપના દક્ષીણ પ્રશાંત દ્વીપ સમૂહ, દક્ષીણ પૂર્વ એશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં એક સાઈકોએક્ટીવ ડ્રગ તરીકે જાણીતી છે. તે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયાના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જે લોકો ઇન્ડિયા માંથી ત્યાં ગયા છે.

તેથી તમે તેનો ઉપયોગ પેટની જીવાત મારવા માટે જ કરો.

પેટની જીવાત કાઢવાની રીત – ૨ :

બે ગ્રામ કમિલા વાટીને ગાળી લો. ૧૨૫ ગ્રામ દહીંમાં ભેળવીને એક દિવસ માટે રાખી દો. એક દિવસ ખાવાથી પેટની જીવાત મરીને નીકળી જાય છે, અને હરસ જતી રહે છે. એક વૈદ મહાશયએ ક્યાંક લખ્યું હતું કે દર્દીની વીસ વર્ષ જૂની હરસ, ત્રણ માપમાં ખાવાથી સારું થઇ ગયું, કૃમિ રોગ અને જૂની હરસની આ સારી દવા છે.

નોંધ – જો આ દવા ખાઈને ૩ કલાક પછી ૨૦ ગ્રામ એરંડિયાનું તેલ પીવામાં આવે તો જીવાત તરત નીકળી જાય છે.

પેટની જીવાત કાઢવાની રીત – ૩ :

ખાલી પેટ પપૈયા બીજ ૧ થી ૨ ચમચી ખાવાથી પેટની જીવાત મરી જાય છે.

પેટની જીવાત કાઢવાની રીત – ૪ :

લીમડાનું તેલ કે લીમડાના પાંદડાનું ચૂર્ણ ૧ ચમચી ખાવાથી પેટની જીવાત મરી જાય છે.