ઘર કંકાસ થી છુટકારો મેળવવા માટે અપનાવો ફેંગ શૂઈના આ ઉપાય.

ફેંગ શૂઈ અને વાસ્તુથી જોડાયેલ આ ઉપાય કરવાથી ઘરમાં થનારા ઝગડાઓથી મેળવશો છુટકારો. ઘરમાં ઘણી વખત કારણ વગર ઝગડા થતા રહે છે અને તેના કારણો જાણવા મુશ્કેલ બની જાય છે. જો તમે ફેંગ શુઈ અને વાસ્તુ સાથે જોડાયેલા ઉપાય અપનાવશો તો ઝગડા…

ઘરમાં નકારાત્મકતાનો વાસ ઘણા કારણોથી થાય છે અને ઘરની નકારાત્મકતા ઘરમાં થતા ઝગડાનું મુખ્ય કારણ હોય છે. ઘરમાં થતા ઝગડા માટે વાસ્તુ સાથે જોડાયેલા ઘણા કારણો જવાબદાર હોય છે. ઘણી વખત જયારે ઘરના વાસ્તુ મુજબ બનાવેલું ન હોય, તો પણ નેગેટીવ એનર્જી ઘરના દરેક ખૂણામાં વાસ કરે છે અને તે નકારાત્મકતા ઝગડામાં બદલાઈ જાય છે.

આજકાલ લોકો વારંવાર ઘર બદલતા રહે છે, જેના કારણે ઘરમાં ઘણા અંધારિયા ખૂણા બની જાય છે અને નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. ઘરના એયર કંડીશનર રૂમમાં પ્રકાશ અને હવાની પુરતી વ્યવસ્થા ન થઇ શકતી હોવાને કારણે પણ નકારાત્મક ઉર્જાઓનો વાસ થઇ શકે છે. ઘરમાં જો સકારાત્મકતા હશે, તો ઝગડા આપોઆપ દુર થવા લાગશે. આવો તમને જણાવીએ એવા થોડા ઉપાય જેનાથી ઘરમાં થતા ઝગડા ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.

સંધ્યા સમયે દીવો પ્રગટાવો : રોજ સંધ્યા સમયમાં ઘરમાં દીવો પ્રગટાવો અને ઘરના તમામ લોકો મળીને આરતી કરો. ઘરના તમામ લોકો સાથે પૂજા અર્ચના પણ આંતરીક સમન્વય વધારીને ઘરના ઝગડા દુર કરે છે.

ગંગાજળ અને કપૂરના મિશ્રણનો છંટકાવ : જો ઘરમાં વધુ ઝગડા થાય છે, તો ઘરની દીવાલો ઉપર અઠવાડિયામાં એક વખત ગંગાજળ અને ખાવાનું કપૂરના મિશ્રણનો છંટકાવ કરવાથી પણ દીવાલોમાં જામેલી નકારાત્મક ઉર્જા નીકળી જાય છે. નકારાત્મકતા ને ઘરમાંથી નીકળતા જ ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ થવા લાગે છે અને ઝગડા પણ ઓછા થઇ જાય છે.

લોબાનનો ધુમાડો કરો : નિયમિત રીતે સવાર-સાંજ અગ્નિહોત્ર કરવાથી પણ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. અગ્નિહોત્રનો ચોક્કસ સમય હોય છે અને તેને તે સમયે જ કરવો જોઈએ. જો તે શક્ય નથી, તો લોબાનને નાના ધુપાણામાં સળગાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવી દો અને થોડા સમય માટે ઘરની બારી ખોલી દો, લોબાન વાળો આ પ્રયોગ તમે અઠવાડિયામાં એક વખત પણ કરી શકો છો, રોજ સવાર સાંજ કરવો જરૂરી નથી. કહેવામાં આવે છે કે ધુમાડો તેની સાથે નકારાત્મકતાને બહાર કાઢી દે છે અને ઘરમાં આનંદ ફેલાય છે.

ભોજન કરવાની દિશાનું ધ્યાન રાખો : ઘણી વખત ઘરમાં રસોડાની યોગ્ય દિશા ન હોવી અને ખાવાનું ખોટી દિશામાં બેસીને ખાવાથી પણ ઘરના ઝગડા વધી જાય છે. હંમેશા ધ્યાન રાખો કે રસોડામાં ગેસ સ્ટવની દિશા એવી હોવી જોઈએ કે ખાવાનું બનાવવા વાળાનું મોઢું દક્ષીણ દિશા તરફ ન રહે. તે ઉપરાંત ડાઈનીંગ ટેબલમાં પણ દક્ષીણ દિશા તરફ મોઢું કરીને ખાવું ન જોઈએ, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરના તમામ લોકો એક સાથે બેસીને ભોજન કરવું જોઈએ તે આંતરિક સમન્વય વધારે છે.

ઘરના સામે વાળા દરવાજાનો ઉપયોગ કરો : ઘણા લોકો ઘરમાં અંદર જવા માટે પાછળના દરવાજાનો ઉપયોગ કરે છે, પરંતુ ફેંગ શુઈના દ્રષ્ટિકોણથી એમ કરવું યોગ્ય નથી. તમારા જીવનમાં ઉર્જા અને સારો સમય પ્રદાન કરવા સાથે જ ઘરના ઝગડા ઓછા કરવા માટે હંમેશા ઘરના સભ્યોએ મુખ્ય દરવાજેથી જ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.

ઘરમાં ફાઉંટેન કે ઝરણા રાખો : ફેંગશુઈમાં પાણી ધનનું પ્રતિનિધિત્વ કરે છે. ફેંગ શુઈના સિદ્ધાંતો મુજબ તમારા ઘરના પ્રવેશ પાસે એક જળ તત્વ જેવા કે એક ફુવારો કે ફાઉંટેન રાખવું ફાયદાકારક રહે છે. એમ કરવાથી ઘરના લોકોનું મન પણ પાણીની જેમ નિર્મલ થઇ જાય છે એન ઝગડા ઓછા થઇ જાય છે.

મુખ્ય દરવાજા ઉપર પિત્તળ માંથી બનેલો સૂર્ય સ્થાપિત કરો : ઘરના મુખ્ય દરવાજાની વચ્ચેના ભાગમાં ઉપર જે દીવાલ હોય છે, તેની ઉપર બહારની તરફ પિત્તળ માંથી બનેલો સૂર્ય સ્થાપિત કરો. એમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરની નકારાત્મકતા દુર થઇ જાય છે. જેથી નાની નાની વાતો ઉપર થતા ઝગડા દુર થવા લાગે છે. આ ઉપાયો અપનાવીને તમે તમારા ઘરમાં થતા ઝગડા માંથી તો છુટકારો મેળવી જ શકો છો સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જા દુર ભાગી જાય છે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને બીજા સુધી પહોંચાડશો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.