ઢગલાબંધ ફિલ્મોમાં કામની સાથે આ વ્યક્તિ પોતાની ખુશીથી કરે છે ખેતી, આ છે સાચા કલાકાર.

બોલીવુડમાં ક્યારેય પણ કોઈને કોઈ કલાકારનું આ ઇન્ડસ્ટ્રીમાં આવવા-જવાનું ચાલુ જ રહે છે. તેવામાં આજે અમે તમને એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જે સની દેઓલ સાથે પણ કામ કરી ગયેલ છે. ખાસ કરીને આજે અમે વાત કરવાના છીએ મહાવીર ભુલ્લરની.

મહાવીર ભુલ્લર ટરનતારન જીલ્લાના ભુલ્લર ગામના રહેવાસી છે. તમારી જાણકારી માટે અને જણાવી દઈએ કે મહાવીર સિંહ ભુલ્લર અત્યાર સુધી પંજાબી ફિલ્મ બંબફાટના મહારાજા, ‘રોકી મેટલ’ માં બોક્સિંગ કોચ અને ‘પહેલવાન સિંહ’ માં ગામના મુખી જેવા મહત્વનાં રોલ કરી ચૂકેલ છે. તે ઉપરાંત પોતાની ઉત્તમ પ્રભાવથી સૌના મન ઉપર રાજ કરનારા મહાવીર જયારે ઘરે જાય છે તો તેનો ગેટઅપ જોઇને કોઈપણ ચોકી જશે.

તમેન એ જાણીને નવાઈ લાગશે કે ફિલ્મોમાં પ્રભાવશાળી દેખાતા મહાવીર સિંહ પોતાના ધરે હમેંશા માથા ઉપર રૂમાલ અને પેટ ઉપર ચાદર અને શર્ટની જગ્યાએ કુરતો પહેરે છે. મહાવીર સિંહ એક ખેડૂત છે તેથી હમેંશા તે લોકોને ખેતરમાં કામ કરતા અને ખેતરમાં ઢોર ચરાવતા જોવા મળે છે.

જયારે મીડીયાએ ભુલ્લર સાથે આ સાદગી વિષે પૂછ્યું તો તેમણે કહ્યું કે, તેમણે સાદગી વાળું જીવન જીવવામાં મજા આવે છે. તે ઉપરાંત મહાવીર ભુલ્લરએ જણાવ્યું હતું, કે તેમના પિતા પણ એક ખેડૂત હતા, તેથી તેમની પાસે રહેલ તેમની જમીનની જાળવણી રાખે છે, અને ફિલ્મો સાથે સાથે પોતાની ખેતીનો ધંધો પણ ચાલુ રાખે છે.

મળેલ માહિતી મુજબ તેમણે પંજાબી યુનીવર્સીટી પટીયાલા માંથી એમ.એ. થીએટરના નાટકમાં અભ્યાસ કરેલ છે, અને તેની સાથે જ તે દિલ્હીની નેશનલ સ્કુલ માંથી નાટકમાં ડીપ્લોમાં કરેલ છે. ફિલ્મોમાં રજા મળ્યા પછી પણ તે ફ્રી હોય છે તો ઘેર આવીને એક દેશી ખેડૂતના લુકને અપનાવી લે છે.

આ ખેતીમાં તેમનો સાથ તેમનો દીકરો, દીકરી અને પત્ની મનજીત કોર પણ આપે છે. માત્ર એટલું જ નહિ આજકાલ ભુલ્લર સાહેબ ઘેર બેઠા બેઠા, પોતાના ડાયલોગ રેકોડીંગ કરીને ડાયરેક્ટરને મોકલી દે છે. તેમણે જણાવેલ કે કામમાં તેમનો દીકરો મનિંદર પ્રતાપ સિંહ તેમને ઘણી મદદ કરે છે.

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ભુલ્લર સાહેબએ પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૮૬ માં મુંબઈ જતા રહ્યા હતા. ત્યાર પછી તેની પહેલી ફિલ્મ નસરુદીન શાહ સાથે આવેલ જેનું નામ હતું ‘મિર્ચ મસાલા’. આ ફિલ્મ પછી ભુલ્લર સાહેબએ ઘાયલ, દામિની, ગીત, વિષ્ણુદેવા, બોર્ડર, શક્તિ દ પાવર જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કરેલ.

એક રીપોર્ટ પ્રમાણે ૧૯૮૫ માં તેમના નાના ભાઈનું મૃત્યુ પછી તેમણે પાછા પોતાના ગામ આવવું પડ્યું. ત્યાર પછી તેમનું ધ્યાન ફિલ્મો તરફથી દુર થઇ ગયું અને તેમણે અમૃતસરમાં અનીતા મહેન્દ્રાના ગ્રુપ સાથે ઘણા પ્લેમાં ભૂમિકા નિભાવેલ.

ત્યાર પછી તેમના કેરિયરમાં કોઈ અડચણ ન આવી અને પંજાબી ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું. સૌથી પહેલા તેમણે પંજાબી સીરીયલ સરદાર ‘સોહી કે આલના’ થી ફરી અભિનયની શરૂઆત કરી. ત્યાર પછી તેમણે કબ્બડી વંશ અગેન, અંધે ઘોડેના દાન, બંબુકાટ, રોકી મેન્ટલ, પહેલવાન સિંહ, ઉડતા પંજાબ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. હાલમાં તેમની હોકી ઉપર આધારિત ફિલ્મ ‘ની દો કુંડી’ આવવાની છે જેમાં તે એક મહારથી ઓલંપીયનની ભૂમિકા ભજવી રહેલ છે.