ઘરમાં આ 3 જગ્યાઓ પર કરો માં લક્ષ્મીને વિરાજિત, આજીવન પૈસા આવાનું બંધ નહિ થાય

ધનની આવક જ્યાં સુધી રહે છે ત્યાં સુધી જીવનમાં ઘણું સુખ પણ રહે છે. આજકાલ લોકોના ખર્ચા એટલા બધા વધી ગયા છે કે ઓછા પૈસામાં ગુજરાન નથી ચાલી શકતું. મોંઘવારી પણ ઉપરથી ઘણી વધી ગઈ છે. તેવામાં બધા પાસે જીવન જીવવા માટે વધુ પૈસા હોવા ઘણા જરૂરી છે. આમ તો એક સારું જીવનધોરણ જીવવા માટે વધુ પૈસા હોવા ઘણા જરૂરી છે.

આમ તો ઘણી વખત કોઈ કારણસર લોકોના ઘરમાં પૈસાની આવક આવવાનું જ બંધ થઇ જાય છે. તેના લીધે તેમનું બેલેન્સ બગડી જાય છે. જો તમે ઈચ્છો છો કે, તમારી સાથે આ બધું ન બને તો આજથી જ માં લક્ષ્મીને મનાવવામાં લાગી જાવ. ધનની દેવી લક્ષ્મીજી જ્યાં હોય છે ત્યાં પૈસાની કોઈ અછત નથી હોતી. તેવામાં જો તમે ઘરમાં ત્રણ ખાસ જગ્યા ઉપર તેમને વિરાજિત કરી દો તો જીવનભર પૈસા આવતા રહેશે.

પહેલું સ્થાન – પૂજા ઘર :

દરેક હિંદુ પરિવારને ત્યાં એક પૂજા ઘર જરૂર હોય છે જ્યાં ઘણા દેવી દેવતા રાખવામાં આવે છે. દેરક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ પૂજા ઘરમાં જુદા જુદા ભગવાનોને રાખે છે. તેવામાં તમારા પૂજા સ્થળમાં માં લક્ષ્મીની મૂર્તિ હોવું ઘણું જરૂરી છે. તમે અહિયાં માં લક્ષ્મીની મૂર્તિ કે ફોટો બંનેમાંથી કાંઈ પણ રાખી શકો છો.

પૂજા ઘરમાં માં લક્ષ્મી હોવું શુભ ગણવામાં આવે છે. તે એ સ્થાન છે જ્યાં તમે દરરોજ માં લક્ષ્મીની પૂરી વિધિ અને નિયમથી પૂજા કરો છો. તેની આગળ ઘી નો દીવો પ્રગટાવો છો. માં ની આરાધના કરવાથી તે તમારી ઉપર પ્રસન્ન થાય છે. સાથે જ તમારી દરેક મનોકામના પણ પૂરી કરે છે. માં લક્ષ્મીના પૂજા પાઠ કરવાથી ઘરમાં એક પોઝેટીવ એનર્જી પણ આવે છે.

બીજું સ્થાન – તિજોરી :

આપણે બધા આપણી જમા મૂડી અને ઘરેણા વગેરે એક તિજોરી કે કબાટમાં રાખીએ છીએ. તમે જે પણ સ્થળે તમારી ધન સામગ્રી રાખો છો, ત્યાં માં લક્ષ્મીનું હોવું પણ ઘણું જરૂરી હોય છે. તેવામાં તમે તમારી તિજોરીની અંદર માં લક્ષ્મીની ચાંદીમાંથી બનેલી એક મૂર્તિ રાખી શકો છો. એમ કરવાથી તમારા ધનમાં વૃદ્ધી થવાનું શરુ થઇ જશે. જો ચાંદીના લક્ષ્મીજી ન ખરીદી શકો તો તિજોરીમાં માતા રાનીનો એક ફોટો ચોંટાડી દો. જયારે માં સ્વયં તમારા પૈસાની નજીક રહેશે તો ખરેખર તેમાં વૃદ્ધી જ થશે. આ ઉપાયથી તમારા પૈસા જલ્દી ખર્ચ પણ નહિ થાય.

ત્રીજું સ્થાન – મુખ્ય દ્વાર :

ઘરના મુખ્ય દરવાજા ઉપર માં લક્ષ્મીના પગના નિશાન જરૂર બનાવો. આજકાલ બજારમાં લક્ષ્મીજીના પગના સ્ટીકર પણ મળે છે. તમે તે પણ લગાવી શકો છો. એમ કરવાથી માં સૌ પહેલા તમારા ઘરમાં જ પ્રવેશ કરશે. પછી જે પણ કોઈ ઘરમાં લક્ષ્મીજી એક વખત આવી જાય તો ત્યાં પૈસાની અછત કેવી રીતે હોઈ શકે છે.

તો આ હતા તે ત્રણ સ્થાન જ્યાં તમારે માં લક્ષ્મીને જરૂર રાખવા જોઈએ. જો તમે આ ત્રણ સ્થળ ઉપર લક્ષ્મીજીને રાખો છો તો જીવનમાં ક્યારે પણ તમારે પૈસાની તંગીનો સામનો નહિ કરવો પડે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.