ઘરમાં ગંગાજળ રાખો છો તો રાખો આ વાતનું ધ્યાન, નહી તો ભોગવવું પડશે દુષ્પરિણામ

હિંદુ ધર્મમાં ગંગા માતાને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. સાથે જ ગંગા નદીને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. હિંદુ ગ્રંથોના જણાવ્યા મુજબ ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે. સાથે જ કોઈ પણ શુભ કાર્ય કે પુજા પાઠમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે દરેક હિંદુના ઘરમાં ગંગાજળ જરૂરથી રાખવામાં આવે છે.

પરંતુ શું તમને ખબર છે કે જો તમારા ઘરમાં ગંગાજળ રાખો છો તો તમારે થોડી વાતોનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ વાતોનું ધ્યાન નથી રાખતા તો તમારા કાર્યોમાં અડચણ વધી શકે છે. તેની સાથે જ ધન સંબંધીત તકલીફોનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આવો આજે તમને જણાવીએ છીએ કે ઘરમાં ગંગાજળ રાખતી વખતે તમારે કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

ગંગાજળ ઘરમાં રાખતી વખતે આ વાતોનું રાખો ધ્યાન :

૧. ખાસ કરીને તમે જયારે પણ બહારથી ગંગાજળ લઇને આવો છો તો તેને પ્લાસ્ટિકની બોટલમાં ભરીને મુકી દો છો. પરંતુ એવું કરવું એકદમ ખોટું હોય છે. અને તેને અશુભ પણ માનવામાં આવે છે. એટલા માટે ધ્યાન રાખો કે ગંગાજળને હંમેશા તાંબા કે ચાંદીના વાસણમાં જ રાખો.

૨. ઘરના જે સ્થાન ઉપર ગંગાજળને રાખો છો, તે સ્થાનની સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. બની શકે તો તેને પૂજા વાળા સ્થાન ઉપર જ રાખવું જોઈએ. ગંગાજળ પૂજનીય હોય છે એટલા માટે તેની આજુ બાજુ સ્વચ્છતા રાખવી જોઈએ.

૩. જે સ્થાન ઉપર ગંગાજળ રાખો છો ધ્યાન રાખો કે તે સ્થાન ઉપર માંસ મદિરાનું સેવન ન કરો.

૪. સવારે પૂજા કર્યા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ તેનાથી ઘરમાં એક સકારાત્મકતા જળવાઈ રહે છે.

૫. ગંગાજળ નો ઉપયોગ હંમેશા સ્નાન કરી ને કરો તેની સાથે જ હંમેશા સ્વચ્છ હાથ વડે જ ગંગાજળ નો ઉપયોગ કરો.

૬. ધ્યાન રહે કે ગંગાજળને ક્યારેય પણ અંધારા વાળા સ્થાન ઉપર ન રાખવું જોઈએ.

૭. આ વાત પણ યાદ રાખો કે ગંગાજળને હંમેશા ઇશાન ખૂણામાં જ રાખવું જોઈએ.

૮. તમારે ભૂલથી પણ ગંગાજળને ક્યારે પણ ગંદા કે એઠા હાથથી ન સ્પર્શવું જોઈએ.

એવી માન્યતા છે, કે જો તમે શનિવારની સાંજે પીપળાના ઝાડની નીચે માટીના દીવડામાં સરસીયાનું તેલ નાખીને પ્રગટાવો, અને એક લોટા જળમાં થોડા ટીંપા ગંગાજળના નાખીને તેને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાથી આર્થિક સમસ્યાઓ દુર થવાની સાથે સાથે જ તેનાથી ઘરમાં ધનના આગમનના નવા રસ્તા પણ ખુલે છે.

ગંગામાતાને ધરતી ઉપર લાવવા માટે રાજા ભગીરથએ કઠોર તપસ્યા કરી હતી, ત્યાર પછી જ આ ધરતી ઉપર ગંગામાતાનું આગમન થયું હતું. એટલા માટે ધાર્મિક ગ્રંથો અને હિંદુ ધર્મમાં ગંગામાતાને વિશેષ સ્થાન આપવામાં આવે છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)