ઘરમાં લક્ષ્મી માતા પ્રવેશતા જ આપે છે આ 5 સંકેત, ભૂલથી પણ એને બેધ્યાન ન કરો.

સારો અને ખરાબ સમય બન્ને એક બીજાથી વિપરીત છે. દુનિયામાં લગભગ દરેક માણસ ખરાબ સમય થી છુટકારો મેળવવા માંગે છે અને સારા સમય ની રાહ જુવે છે. ખરાબ સમય પછી સારો સમય અને સારા સમય પછી ખરાબ સમય એકને એક દિવસ જરૂર આવે જ છે. એટલા માટે ખરેખર તો માણસ એ છે, જે આ બન્ને સમયમાં ભગવાનને યાદ રાખે. કેમ કે ઘણા બધા લોકો ખરાબ સમયમાં સારા પરિણામની કામના કરે છે અને ભગવાનનું નામ લે છે પરંતુ જયારે ભગવાન તેની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે તો તે લોકો સુખમાં એટલા બધા મગ્ન થઇ જાય છે કે ભગવાનને ભૂલી જાય છે. તમને એ જાણીને નવાઈ થશે કે સારા અને ખરાબ સમય આવતા પહેલા ભગવાન આપણેને થોડા સંકેત જરૂર આપે છે. પરંતુ આપણે માણસ આપણા કાર્યોમાં એટલા વ્યસ્ત રહે છે કે તે સંકેતોને સમજી ન નથી શકતા. હિંદુ ધર્મના શાસ્ત્રોમાં માં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે.

કહે છે કે માં લક્ષ્મી ઘણી ચંચલ સ્વભાવની હોય છે અને તે ક્યારે પણ એક જ ઘરમાં ટકીને નથી બેસતી. એટલા માટે જે લોકો માં લક્ષ્મીની પૂજા સાચા મનથી કરે છે અને કોઈનું દિલ નથી દુભાવતા, તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થઇ જાય છે અને તેને ધન અને સુખ સમૃદ્ધીના આશીર્વાદ આપે છે. વિષ્ણુ પુરાણમાં માં લક્ષ્મી વિષે ઘણા તથ્યનો ઉલ્લેખ છે. તે મુજબમાં લક્ષ્મી કોઈ પણ ઘરમાં વાસ કરતા પહેલા ત્યાં રહેવા વાળા લોકોને થોડા સંકેત જરૂર આપે છે. આજે અમે તમને એવા જ પાંચ સંકેત જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે પણ જો અનુભવ કરી રહ્યા છો તો સમજી લેશો કે વહેલી તકે તમારું નસીબ બદલવાનું છે.

ઘુવડ :-

ઘુવડમાં લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. એટલા માટે જો તમને ક્યાય ઘુવડ દેખાય તો સમજી લો માં લક્ષ્મી તમારાથી પ્રભાવિત છે અને થોડા સમયમાં તમારા ઘરમાં વાસ કરવાના છે. કેમ કે જ્યાં જ્યાં માં લક્ષ્મીનું વાહન ઘુવડ હોય છે, ત્યાં સ્વયં લક્ષ્મી માં એની પાછળ આવી જાય છે. એટલા માટે માં લક્ષ્મીના જાપ કરવાના શરુ કરી દો અને કોઈ પણ એવું કામ ન કરો જેનાથી માં લક્ષ્મી તમારાથી નારાજ થઈને પાછા જતા રહે. જો તમને અચાનકથી લીલી વસ્તુનો આભાસ થવા લાગે તો સમજી લો માં લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવાના છે. લીલી વસ્તુ જેવી કે લીલાછમ ઝાડ, છોડ, પાલક વગેરે આપણેને જીવનમાં હરિયાળી થવાના સંકેત આપે છે.

સાવરણી :-

સાવરણી માં લક્ષ્મીને ઘણી પસંદ હોય છે. એટલા માટે કેમ કે માં લક્ષ્મીને સાફ સફાઈ ઘણી પસંદ હોય છે. એટલા માટે સાવરણી આપણા ઘરની ગંદકી દુર કરવા ના કામમાં આવે છે અને સાથે જ આપણેને ગંદકીથી થતી ઘણી બીમારીઓથી પણ બચાવે છે. એટલા માટે જો તમે સવારના સમયમાં ઘર માંથી બહાર નીકળતી વખતે કોઈ સાવરણી લગાવતા જોવા મળી જાય તો સમજી લો કે માં લક્ષ્મી તમારા આંગણામાં આવવાની છે અને તમારું નસીબ બદલાવાનું છે.

શંખનો અવાજ :-

જો સવારે ઉઠતા જ તમને સૌથી પહેલા શંખનો અવાજ સંભળાય તો તેનો અર્થ પણ એ છે કે વહેલી તકે તમારા ઉપર માં લક્ષ્મીની કૃપા થવાની છે અને તમારી કાયા પલટ થવાની છે.

શેરડીનો રસ :-

તમે બધા જાણો છો કે શેરડીનો રસ સિદ્ધી વિનાયક ઉપર અર્પણ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. એટલા માટે જો તમને સવારે ઉઠતા જ શેરડી જોવા મળે તો સમજી લો માં લક્ષ્મી તમારા ઘરમાં વહેલી તકે વાસ કરવાના છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)