ઘર મંદિરમાં હશે આ વસ્તુ તો ક્યારે નહિ થાય ધનની અછત, રહેશે માં લક્ષ્મીની કૃપા.

સનાતમ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ હોય છે. ઈશ્વરની પૂજા કરવા માટે સાચી વિધિ અને સાચા સમય સાથે તેના સ્થાન ઉપર તેની પૂજામાં ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓથી લઈને દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખવું પડે છે. ત્યાં સુધી કે ભગવાનને ઘરમાં સ્થાન આપવા માટે અને સ્થાપિત કરવા માટે પણ યોગ્ય સમય અને દિશાનું વિશેષ મહત્વ હોય છે.

ભગવાનના મંદિરની સ્થાપના હંમેશા ઇશાન ખૂણામાં થવી જોઈએ, તેની સાથે મંદિરમાં બે કે ત્રણ મૂર્તિઓ ન હોવી જોઈએ કેમ કે વધુ મૂર્તિઓ હોવી તે શુભ નથી માનવામાં આવતું. મંદિરની આસપાસનું સ્થાન હંમેશા સ્વચ્છ અને સાફ હોવું જોઈએ. તેની સાથે થોડી બીજી વસ્તુ પણ હોય છે જે ભગવાનના મંદિર માટે જરૂરી હોય છે અને તે છે, તેની પૂજા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રસાદ અને વાસણ. તો આવો જાણીએ કઈ વસ્તુ હંમેશા તમારા મંદીરમાં હોવી જોઈએ, જેનાથી ભગવાનની કૃપા હંમેશા તમારી ઉપર જળવાયેલી રહેશે.

તાંબાનો લોટો :-

તાંબાને એક જ શુદ્ધ ધાતુ માનવામાં આવે છે, તેવામાં જો ભગવાનને આચમન કરાવવા માટે તાંબાનો લોટો જરૂરી માનવામાં આવે છે. ઘરના મંદિરમાં હંમેશા તાંબાના લોટામાં પાણી અને તેમાં તુલસીમાં પાંદડા જરૂર રાખવા જોઈએ. કેમ કે તુલસીના પાંદડાને પણ ઘણા શુભ માનવામાં આવે છે. ભગવાનને આચમન કરાવ્યા પછી તે પાણીને પ્રસાદ તરીકે લોકોને આપવામાં આવે છે. તેનાથી આપણા મનને શાંતિ મળે છે અને તે આપણી અંદરની વિચારસરણીને નિર્મળ બનાવે છે.

પંચામૃત :-

ભગવાનની પૂજામાં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે પંચામૃત, તેમાં પાંચ પ્રકારની વસ્તુ જેવી કે મેવો, દૂધ, સાકર, ઘી, મધ વગેરે પ્રકારની સામગ્રી ભેળવીને તૈયાર કરવામાં આવે છે. પછી ભગવાનને તેનો ભોગ ચડે છે. તે ગ્રહણ કરવાથી તે આપણા શરીરને પોષ્ટિક આહાર મળે છે.

ચંદનનું લાકડું :-

ચંદનનું લાકડું હંમેશા શુદ્ધ માનવામાં આવે છે. તેનો સારા કાર્ય શુભ કાર્યો કરવા માટે કરવામાં આવે છે. બાળકોના જન્મથી લઈને માણસના મૃત્યુ સુધી આ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. ચંદનનું લાકડું ઘસીને તેનું તિલક લગાવવું ઘણું લાભદાયક હોય છે. કેમ કે ચંદનમાં એવા તત્વ મળી આવે છે. જે અંદરની તમામ ખરાબીને દુર કરે છે અને આપણા મનને શાંત કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.