ઘર મંદિરમાં આ ભગવાનને રાખવાથી મળે છે વિશેષ ફળ, થાય છે અસીમિત ધનની પ્રાપ્તિ.

જરૂર રાખો ઘરના મંદિરમાં આ પાંચ ભગવાનને, જાણો આ ભગવાનોના નામ

આપણા ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે અને પૂજા કરવાથી આપણેને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં મંદિર જરૂર બનાવે છે અને પૂજા ઘરમાં ઘણા બધા ભગવાનોની મૂર્તિઓ સ્થાપિત કરે છે. આમ તો અપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પૂજા ઘરમાં વધુ મૂર્તિઓ ન હોવી જોઈએ અને ‘પંચાયતન’ એટલે પાંચ દેવી-દેવતાઓની મૂર્તિઓની જ પૂજા ઘરમાં રાખવી જોઈએ. કહેવામાં આવે છે કે આ પાંચ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમને વિશેષ લાભ અને જીવનમાં પ્રગતી મળે છે.

આવા પ્રકારની હોય મૂર્તિ

કોણ છે તે ‘પંચાયતન’ ભગવાન

હિંદુ ધર્મ મુજબ જે પાંચ દેવી દેવતાઓની મૂર્તિઓ મંદિરમાં રાખવી જરૂરી ગણવામાં આવે છે. તે ગણેશ, શિવ, વિષ્ણુ, દુર્ગા અને સૂર્ય ભગવાન છે. આપણા શાસ્ત્રો અનુસાર આ દેવી દેવતાઓની મૂર્તિની પૂજા ઘરમાં સારી રીતે સ્થાપિત કરવી જોઈએ અને તેની પૂજા નિયમના હિસાબે જ કરવી જોઈએ. આ પાંચ ભગવાનો માંથી જે તમારા ઇષ્ટ દેવ છે, તમે તે મુજબ જ તમારા મંદિરમાં આ ભગવાનોની મૂર્તિ સ્થાપિત કરો. આ ભગવાનોની મૂર્તિઓને સ્થાપિત કરવાનો એક ક્રમ હોય છે અને તે ક્રમમાં ભગવાનની મૂર્તિ પૂજા ઘરમાં થવી જોઈએ.

ગણેશની મૂર્તિ :-

જો તમારા ઇષ્ટ દેવ ગણેશજી છે. તો તમે તમારા પૂજા ઘરમાં પંચાયતનની મૂર્તિઓને આવી રીતે સ્થાપિત કરો. પૂજા ઘરના સિંહાસનના મધ્ય ભાગમાં ગણેશજીની મૂર્તિ રાખો, સિંહાસનના ઇશાન ખૂણામાં વિષ્ણુજીની મૂર્તિ રાખો, અગ્નિ ખૂણામાં શિવની મૂર્તિની સ્થાપના કરો. નેઋત્ય ખૂણામાં સૂર્ય ભગવાનની મૂર્તિ અને વાયવ્ય ખૂણામાં માં દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો.

શિવની મૂર્તિ :-

જે લોકોના ઇષ્ટ દેવ શિવજી છે. તે લોકો શિવજીની મૂર્તિની પૂજા ઘરના સિંહાસનના મધ્યમાં રાખો. જો કે સિંહાસનના ઇશાન ખૂણામાં વિષ્ણુજીની મૂર્તિ, અગ્નિ ખૂણામાં સૂર્ય ભગવાનની મૂર્તિ, નેઋત્ય ખૂણામાં ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરો અને વાયવ્ય ખૂણામાં દેવી માંની મૂર્તિ રાખો.

વિષ્ણુજીની મૂર્તિ :-

જે લોકો વિષ્ણુજીને પોતાના ઇષ્ટ દેવ માને છે, તે લોકો પોતાના પૂજા ઘરમાં આ ભગવાનની મૂર્તિને મધ્યમાં રાખો અને સિંહાસનને ઇશાન ખૂણામાં શિવજીની મૂર્તિ, અગ્નિ ખૂણામાં ગણેશજીની મૂર્તિ, નૈરુત્ય ખૂણામાં સૂર્ય અને વાયવ્ય ખૂણામાં દેવી માંની મૂર્તિ સ્થાપિત કરો.

દુર્ગાની મૂર્તિ :-

દેવી માંને જે લોકો પોતાના ઇષ્ટ દેવ માને છે. તેમના ઘરના મંદિરમાં આ માંની મૂર્તિને હંમેશા મધ્યમાં રાખવી જોઈએ, જયારે બીજા ચાર ભગવાનોની મૂર્તિને આવી રીતે રાખો. પૂજા ઘરના સિંહાસનના ઇશાન ખૂણામાં વિષ્ણુજીની મૂર્તિ, અગ્નિ ખૂણામાં શિવજીની મૂર્તિ, નૈરુત્ય ખૂણામાં ગણેશજીની મૂર્તિ અને વાયવ્ય ખૂણામાં સૂર્યની મૂર્તિ સ્થાપિત કરો.

સૂર્યની મૂર્તિ :-

જે લોકોના ઇષ્ટ દેવ સૂર્યદેવ ભગવાન છે. તે લોકો પોતાના પૂજા ઘરની મધ્યમાં આ ભગવાનની મૂર્તિ રાખો. જો કે સિંહાસનના ઇશાન ખૂણામાં શિવજીની મૂર્તિ, અગ્નિ ખૂણામાં ગણેશજીની મૂર્તિ, નૈરુત્ય ખૂણામાં વિષ્ણુજીની મૂર્તિ અને વાયવ્ય ખૂણામાં દેવી માંની મૂર્તિ સ્થાપિત કરો.

જો તમે તમારા પૂજા ઘરમાં તમારા ઇષ્ટ દેવ મુજબ આ પાંચ ભગવાનોની મૂર્તિઓને સ્થાપિત કરો છો, તો તમારા આ ભગવાનોના આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં મંદિરનું વાસ્તુ એકદમ યોગ્ય બની જાય છે. અને તમે તો બીજા કોઈ ભગવાનની મૂર્તિ પણ તમારા મંદિરમાં રાખી શકો છો. પરંતુ આ પાંચ ભગવાનોની મૂર્તિને યોગ્ય ક્રમને બગાડ્યા વગર જ તમે નવા ભગવાનની મૂર્તિને તમારા મંદિરમાં સ્થાપિત કરો. તમે જયારે આ ભગવાનોની મૂર્તિઓને તમારા પૂજા ઘરમાં સ્થાપિત કરો તેના પહેલા તેને ગંગા જળથી જરૂર ધોઈ લો અને ત્યાર પછી જ તેને મંદિરમાં રાખો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.