તમારા રસોડામાં અપનાવો આ ટિપ્સ જે તમારું કામ કરી નાખશે એકદમ સરળ.

રસોડામાં અપનાવો આ ટીપ્સ જે તમારું કામ કરી આપશે એકદમ સરળ !!

સામાન્ય રીતે રસોડામાં નાની નાની સમસ્યાઓ આવતી રહે છે, જે ગૃહિણીઓ માટે માથાનો દુ:ખાવો બની જાય છે. અહિયાં આપેલ થોડી ટીપ્સ તમારું કામ સરળ કરી આપશે અને તમારું કામ સુવિધાજનક થઇ જશે.

૧. જો પહેલાથી પાકેલા એવા શાકભાજી કે ગૂંથેલો લોટ ફ્રીઝમાં રાખેલ હોય, તો એટલો જ કાઢો જેટલી જરૂર છે, કેમ કે વારંવાર બહાર કાઢવા અને પછી ફ્રીઝમાં પાછો મુકવાથી ખાદ્ય સામગ્રી જલ્દી ખરાબ થઇ જાય છે.

૨. ઘણીવાર મીઠાનાં ડબ્બામાં મીઠું જામી જાય છે. એને જામવાથી બચાવવા માટે તેમાં ત્રણ ચાર ચોખાના દાણા નાખી દો.

૩. ફ્રીઝમાં બધા ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખો.

૪. ફ્રીઝરમાંથી બરફની ટ્રે ઝટકા સાથે કે પીન જેવી વસ્તુથી ન કાઢવી. ટ્રે ની નીચે ગ્લીસરીન ઘસી દો જેથી સરળતાથી નીકળી જાય છે.

૫. દુધને એક ઉભરો આપીને જ ઉપયોગ કરો વધુ ઉકાળવાથી તેના પોષ્ટિક તત્વ નાશ પામે છે.

૬. દુધથી લોટ બાંધીને પરોઠા બનાવો તો વધુ પોચા અને સ્વાદિષ્ઠ બનશે.

૭. રોટલી બનાવવાના દસ મિનીટ પહેલા લોટ બહાર કાઢો તેનાથી લોટ ચીકણો નહી રહે રોટલી સરળતાથી બનશે.

૮. ડુંગળી કાપતા પહેલા ચપ્પુની અણી ઉપર એક કાચા બટેટાને છોલીને લગાવી દો, આંખોમાં આંસુ નહી આવે.

૯. મીઠા બિસ્કીટનું કરકરાપણું જાળવી રાખવા માટે કન્ટેનરમાં એક ચમચી ખાંડ નાખી દો, અને તેની ઉપર બિસ્કીટ મુકો. લાંબા સમય સુધી બિસ્કીટ કરકરા રહેશે, ત્યાં સુધી કે વરસાદમાં પણ ખરાબ થતા નથી.

૧૦. રસોડામાં જો ચપ્પુ પર કાટ લાગી ગયો છે, તો તેને ડુંગળીમાં ઘુસાડીને રાખો. ૧૦-૧૫ મિનીટ પછી કાઢી લો. પછી ધોઈ લો. ચપ્પુ સાફ થઇ જશે.

૧૧. ફ્રીઝરમાં પ્લાસ્ટિક પાથરીને બરફની ટ્રે મુકો. ટ્રે કાઢવામાં તકલીફ નહી પડે.

૧૨. જો તમારા હાથમાં કોઈપણ મસાલાના ડાઘ લાગેલ છે, તો કાચું બટેટાને કાપીને ઘસો ડાઘા દુર થઇ જશે.

૧૩. જો બટેટામાં પડ્યા પડ્યા કરચલી પડી ગઈ હોય તો મીઠું નાખીને ઉકાળો. બટેટાનું વાસીપણું જતું રહેશે.

૧૪. ચોખા જયારે પાકવા ઉપર આવી જાય તો તેમાં થોડા ટીપા લીંબુનો રસ નીચોવી દો. ચોખા સુગંધિત અને ખુલ્લા ખુલ્લા બનશે.

૧૫. સેન્ડવીચ કાપવા માટે જે ચપ્પુનો ઉપયોગ કરો, તેને હળવું એવું ગરમ કરી લો, તેનાથી સેન્ડવીચ કાપવામાં સરળતા રહેશે.

16. વેલણને ફ્રીજમાં ઠંડુ કરીને રોટલી વણવાથી લોટ નહી ચોંટે.

17. બદામ-કાજુના ડબ્બામાં ૨-૩ લવિંગ નાખી રાખો, જીવાત નહી લાગે.