ઘરના વાસ્તુ દોષને મિનિટોમાં દૂર કરે ધૂપ, જાણો ધૂપ સાથે જોડાયેલા ઉપાય

દરરોજ પૂજા કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થઇ જાય છે અને ઘર માંથી નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે. તે ઉપરાંત ધૂપ સળગાવવાથી પણ ભગવાન પ્રસન્ન થઇ જાય છે. ભારતમાં પ્રાચીનકાળથી ધૂપ અને દીવા ઘરમાં સળગાવવામાં આવતા હતા અને તેને સળગાવવા વાસ્તુ શાસ્ત્રમાં ઉત્તમ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ રોજ ધૂપ કરવાથી ઘરના વાસ્તુ દોષ દુર થઇ જાય છે.

ધૂપ ઘણા પ્રકારના હોય છે અને આજે અમે તમને થોડા એવા ચમત્કારીક ધુપો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે સળગાવવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને ઘરનું વાતાવરણ સારું રહે છે, તો આવો જાણીએ ધૂપના ખાસ સચોટ ઉપાય.

કપૂરનું ધૂપ :

કપૂરનું ધૂપ ઘરમાં સળગાવવું ઘણું જ શુભ રહે છે અને તે સળગાવવાથી ઘરના વાસ્તુ દોષ સારા થઇ જાય છે, એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે અને સાંજે કપૂરને સળગાવવાથી ઘર માંથી તણાવ દુર રહે છે. કપૂરનું ધૂપ કરવા માટે તમે થોડું એવું કપૂર લઇ લો અને કપૂરને એક માટીના વાસણમાં રાખી દો. આ વાસણની અંદર તમે ગુલાબના પાંદડા નાખી દો. ત્યારપછી તેને સળગાવીને આ ધૂપ આખા ઘરમાં આપો.

ગુગળનું ધૂપ :

ગુગળની સુગંધ મીઠી હોય છે અને તે સળગાવવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. તેના ધુમાડાની સુગંધ મગજને શાંત રાખે છે. એટલું જ નહિ રોજ ગુગળનું ધૂપ સળગાવવાથી ઘરમાં કલેશ પણ થતો નથી.

લોબાનનું ધૂપ :

વાસ્તુ શાસ્ત્રમાં લોબાનને ઘણું જ શુભ માનવામાં આવે છે અને લોબાનનું ધૂપ આપવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. લોબાનનું ધૂપ દરગાહોમાં પણ આપવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે સળગાવવાથી પરલૌકિક શક્તિઓ આકર્ષિત થાય છે. ગુરુવારના દિવસે લોબાનનું ધૂપ ઘરમાં સળગાવવું ઉત્તમ માનવામાં આવે છે.

ગોળ-ઘીનું ધૂપ :

પિતૃ દોષ હોય તો દર ગુરવારે અને રવિવારે ગોળ ઘીનું ધૂપ સળગાવો. ગોળની સુગંધમાં ઘી મેળવીને તેને કુંડામાં નાખી દો. તે સળગાવવાથી ગૃહકલેશ થતાં નથી અને દેવતા પણ પ્રસન્ન રહે છે. અને તમે ધારો તો ધૂપની અંદર ગુલાબના પાંદડા પણ નાખી શકો છો.

પીળા સરસોનું ધૂપ

પીળા સરસોને સળગાવવાથી ઘર માંથી નકારાત્મક શક્તિઓ દુર રહે છે. એટલા માટે તમે અઠવાડિયામાં બે દિવસ પીળા સરસોનું ધૂપ પણ આપતા રહો. તમે એક કુંડામાં લોબાન, કોલસા અને છેલ્લે ઉપર પીળા સરસોના દાણા નાખી દો. પછી આ ધૂપને આખા ઘરમાં ફેરવો અને છેલ્લે તેને ઘરના મુખ્ય દરવાજા ઉપર મૂકી દો. આ ધૂપ આપવાથી તમારા ઘરમાં રહેલી ખરાબ શક્તિઓનો પ્રકોપ દુર થઇ જશે.

દેવા માંથી મુક્તિ

દેવું કે આર્થિક સંકટ આવવા ઉપર તમે કપૂરના ધૂપમાં ગોળ ભેળવીને સળગાવો. આ ધૂપને તમે હનુમાનજીની મૂર્તિ સામે સળગાવી હનુમાનજી પાસે દેવા માંથી મુક્તિની પ્રાર્થના કરો. તમે સતત પાંચ મંગળવાર આવું કરો. તમારા આર્થીક સંકટ દુર થઇ જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.