ઘરમાં “લાકડાની વાંસળી” લાવવાથી દૂર થાય છે આ સાત સમસ્યાઓ, જાણો વાંસળીની…

વાંસળીનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણજી સાથે છે અને ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા પોતાની પાસે વાંસળી રાખતા હતા. કહેવામાં આવે છે કે કૃષ્ણજીને વાંસળી ઘણી પસંદ હતી અને તે ઘણી સરસ વાંસળી વગાડતા હતા. તેમના દ્વારા વગાડવામાં આવેલી વાંસળીના સુર સાંભળ્યા પછી ગોપીઓ આપો આપ તેમની તરફ ખેંચાઈ આવતી હતી અને નૃત્ય કરવા લગતી હતી, અને કૃષ્ણજી દરેક વખતે વાંસળીને પોતાની પાસે રાખતા હતા.

તમે પણ બજારમાં ઘણા પ્રકારની વાંસળીઓ વેચાતી જોઈ હશે અને લોકો તેને ઘણા ખરીદે પણ છે. પરંતુ શું તમને ખબર છે? કે વાંસળી ખરીદવું ઘણું શુભ હોય છે અને કહેવામાં આવે છે કે જો ઘરમાં વાંસળી રાખવામાં આવે તો ઘરમાં લાભ થતા રહે છે. વાસ્તુ અને ફેંગશુઈમાં વાંસળી ને શુભ હોવાનું કહેવામાં આવ્યું છે અને તે મુજબ ઘર માં વાંસળી લાવવાથી ઘર ને અનેક પ્રકાર ના લાભ થાય છે.

વાંસળી સાથે જોડાયેલા ફાયદા :-

દોષોથી બચાવે છે :-

વાસ્તુ અને ફેંગશુઈ મુજબ વાંસળીનો ઉપયોગ કરવાથી અને તે વગાડવાથી ઘણા પ્રકારના દોષો ઓછા કરી શકાય છે અને તેના સુર ઘરનું વાતાવરણ એકદમ સારું કરી દે છે. આમ તો વાંસળીને યોગ્ય રીતે વગાડવી જોઈએ.

આત્માઓને ભગાડે છે વાંસળી :-

એવું કહેવામાં આવે છે કે વાંસળીના સુર સાંભળવાથી તેની પાસે અને તેના હાથમાં હોવાથી કોઈ પ્રકાર ની આત્મા પાસે આવવાથી ડરે છે. એટલા મે વાંસળી પાસે થી નકારાત્મક શક્તિ હંમેશા દુર રહે છે. એટલું જ નહિ તેના ઘર માં તે હોવા થી ઘર માં માત્ર સકારાત્મક શક્તિ જ પ્રવેશ કરી શકે છે.

ઘરની પ્રગતી થાય છે :-

ફેંગશુઈમાં વાંસળી વિષે વાત કરતા કહેવામાં આવે છે કે ઘરમાં વાંસળીના હોવાથી ઘરમાં રહેવા વાળા લોકોના જીવનમાં હંમેશા જ પ્રગતી થતી રહે છે અને ઘરમાં બરકત જળવાઈ રહે છે.

મગજને શાંત કરે છે :-

જે લોકો વધુ દુ:ખી રહે છે તેમના માટે વાંસળી ઘણી સારી માનવામાં આવે છે અને વાંસળીના સુર સાંભળવાથી અને વગાડવાથી મગજ શાંત રહે છે અને કોઈ પણ પ્રકારના ખરાબ વિચાર મગજમાં નથી આવતા.

બીમારીને કરે દુર :-

જો તમે કોઈ બીમારીથી દુ:ખી છો? તો તમે એક સોનેરી રંગની વાંસળી ખરીદી લો અને પછી તે વાંસળી ને તમારા પૂજા ઘર માં થોડી વાર સુધી રાખી ને પછી તમારા સુવાની જગ્યાએ લાવી ને મૂકી દો. એમ કરવાથી તમારી બીમારી ઠીક થઇ જશે.

કૃષ્ણ ભગવાનની કૃપા જળવાઈ રહે છે :-

તમે તમારા ઘરના મંદિરમાં જો કૃષ્ણ ભગવાન સાથે વાંસળી રાખો છો કે પછી તમારી દુકાનના ધાબા ઉપર બે વાંસળી ટીંગાડી દો છો, તો તેનો લાભ તમને મળે છે. એવું કહેવામાં આવે છે કે વાંસળીને ઘરના મંદિર અને દુકાનમાં હોવાથી પ્રગતી અને સમૃદ્ધી આવે છે.

કરે દરેક કામને પુરા :-

જો તમારી કોઈ ઈચ્છા છે, જેને પૂરી કરવા માગો છો, તો બસ તમે એક વાંસળી લઇને તમારી ઈચ્છા તમારા મનમાં બોલી દો અને પછી તે વાંસળીને મોરના પીછા સાથે તમારા મંદિરમાં મૂકી દો. એમ કરવાથી ઈચ્છા પૂરી થઇ જશે.

આમ તો વાંસળીનો ઉપયોગ ઘણું સાંચવીને કરવો જોઈએ અને ક્યારે પણ ઘરમાં તૂટેલી કોઈ વાંસળી ન રાખવી જોઈએ, કેમ કે તૂટેલી વાંસળી હોવું અશુભ માનવામાં આવે છે.