પૂજા દરમિયાન દીવો પ્રગટાવવા થી થાય છે આરોગ્યને ફાયદો જાણો દરરોજ ની આ ક્રિયા કેટલી ફાયદેમંદ છે

તમે સવારે અને સાંજે ઘરમાં પૂજા દીવો વગેરે કરો છો કે નહી..?

તમારો જવાબ હા હશે.

પણ માત્ર હાથ જોડો છો કે, અગરબત્તી પ્રગટાવો છો કે દીવો પ્રગટાવો છો..?

તેનો જવાબ જે પણ હોય તમારી ટેવ છે. પણ જયારે આ ટેવ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે તો તે કરવામાં પાછા પણ ન પડવું જોઈએ. આજે અમે વાત કરવાના છીએ દીવો પ્રગટાવવા ના ફાયદા વિશે. શું તમને ખબર છે કે ઘી નો દીવો પ્રગટાવવાથી માત્ર મંદીરની જ શોભા નથી વધતી તેથી સ્વાસ્થ્ય પણ નીરોગી રહે છે. તેના વિષે વિસ્તારથી આ લેખમાં વાચો.

હિંદુ રીવાજ મુજબ પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાની માન્યતા છે. દીવો તે પાત્ર છે, જેમાં ઘી કે તેલ નાખીને સુતરની વાટ પ્રગટાવવામાં આવે છે. પારંપરિક રીતે માત્ર માટીના દીવા પ્રગટાવવામાં આવે છે પણ હવે લોકો ઘરમાં ધાતુના દીવા પર પ્રગટાવવા લાગ્યા છે. દીવા પ્રગટાવવા પાછળ વડવાઓ વિચાર આપતા ગયા છે કે તેનાથી ઘરમાં અંધકાર દુર થાય છે. પણ તેથી ફાયદા વિષે વિજ્ઞાન માં પણ પુષ્ઠી કરવામાં આવેલ છે. ખાસ કરી ને કોરિયા, જાપાન જેવા દેશો માં ખાસ ઘરમાં દીવો પ્રગટાવા નું ચલણ છે.

કરે છે એયર પ્યુરીફાયર નું કામ

દીવાની જ્યોત નો ધુમાડો ઘર માટે એયર પ્યુરીફાયર નું કામ કરે છે તેમાં કોઈ શંકા નથી તમે દીવાને ઘી કે તેલ (સરસીયું) થી પ્રગટાવ્યો હોય. ઘી અને તેલની સુગંધ ઘરની હવામાં રહેલા નુકશાનકારક કણો ને બહાર કાઢે છે. સાથે જ દીવા ના તરંગ ઘરમાં રહેલ નકારાત્મક લાગણી ઓ દુર કરવામાં મદદ કરે છે. માનવામાં આવે છે કે તેલના દીવાની અસર દીવો બુઝાયા ના અડધા કલાક પછી પણ વાતાવરણ માં જળવાય રહે છે. તે ઘી નો દીવો, બુજાયા પછી લગભગ ચાર કલાક સુધી આજુ બાજુના વાતાવરણ ને સાત્વિક બનવી રાખે છે. તેનાથી અસ્થમા ના દર્દીઓ ને પણ ખુબ ફાયદો મળે છે.

રોગ દુર ભગાડે

દીવો ઘરમાં બીમારીઓને દુર કરવામાં મદદગાર હોય છે. ખાસકરીને જયારે દીવાની સાથે જયારે એક માણસ સળગાવે છે તો તેની બમણી અસર થાય છે. ઘી માં ચામડીના રોગ દુર કરવાના બધા જ ગુણ હોય છે. તેના કારણે માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ઘરના રોગ દુર ભાગે છે. તેના દ્વારા પ્રદુષણ દુર થાય છે. ઘી નો દીવો પ્રગટાવવાથી આખા ઘરને ફાયદો થાય છે. ભલે તે ઘરના કોઈ વ્યક્તિ પૂજામાં જોડાયા હોય કે ન હોય. ખાસ કરીને જયારે દીવામાં રહેલ ઘી અગ્નિ ના સંપર્કમાં આવે છે તો વાતાવરણને પવિત્ર બનાવી દે છે. દીવા માં કપૂર, ગાય નું ઘી જેવા પદાર્થ વાપરવા જોઈએ

 

જો મચ્છર ભગાડવા હોય તો લીંબડા નાં તેલ નો દીવો કરવાથી મચ્છર ભાગે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.