ઘરમાં લગાવી શકાય છે આ 5 પ્રકારના એલોવેરાના છોડ, જાણો કઈ રીતે.

એક-બે નહિ પણ કુલ 5 પ્રકારનું હોય છે કુંવારપાઠું, જાણો વિશેષ જાણકારી. તમને એલોવેરાના ફાયદા તો ખબર જ હશે. ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે એલોવેરાને ગુજરાતીમાં કુંવારપાઠુ કહેવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ આપણે હંમેશા કરીએ છીએ અને આપણા ઘરમાં તેને ઉગાડી પણ શકાય છે, પરંતુ તમને ખબર છે કે એલોવેરા એક કે બે નહિ પરંતુ લગભગ 200 અલગ પ્રકારના હોય છે. જેમાંથી 4 ને જ તેના મેડીકલ અને બ્યુટી કેયરમાં ઉપયોગ કરવા માટે ઉગાડવામાં આવે છે. બીજા છોડ માત્ર શો માટે હોય છે અને તેને વધુ મેંટેનેંસની જરૂર પણ નથી હોતી. તેને તમે સરળતાથી તમારા ઘરમાં ઉગાડી શકો છો અને તમામ પ્રકારના એલો પ્લાન્ટની કોઈ અલગ ખાસિયત હોય છે.

જો તમારે તમારા ઘરમાં એલોવેરા છોડ ઉગાડવો છે તો કેમ કોઈ અલગ પ્રકારનો છોડ ઉગાડવામાં આવે જેનાથી તમારા ગાર્ડનમાં એક નવી વેરાયટી પણ આવે અને તમારા ગાર્ડનનું વધુ મેંટેનેંસ પણ ન કરવું પડે. તો આવો જાણીએ 5 અલગ પ્રકારના એલોવેરા છોડ વિષે.

(1) એલોવેરા : આ સૌથી સરળતાથી મળી જતા એલોવેરા છોડ છે, જે હંમેશા ભારતીય ઘરોમાં જોવા મળે છે. આ છોડના ઘણા બધા ફાયદા પણ હોય છે અને આરોગ્ય બ્યુટીને લઈને ઘણા બધા ફાયદા હોય છે. જો તમે એલોવેરાનો છોડ ઘરમાં ઉગાડવા માગો છો, તો તેને સરળતાથી ઉગાડી શકાય છે તે મેંટેનેંસ નથી માગતો. તમારે એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જો તમે ઘણું વધુ પાણી આ છોડમાં નાખશો તો તે ખરાબ જલ્દી થશે. તેના બદલે તમારે ઓછા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

(2) રેડ એલોવેરા : તેનું નામ સાંભળીને તમે સમજી ગયા હશો કે તે લાલ રંગનો એલોવેરા હોય છે. તે દવા કે બ્યુટીના ઉપયોગમાં નથી આવતો પણ તે ઘણો સુંદર લાગે છે. જો તમે તેને સપૂર્ણ તાપમાં રાખશો, તો તે લીલા માંથી લાલ રંગનો થઇ જશે. તેના પાંદડામાં ઘણા બધા કાંટા હોય છે, પરંતુ તે દેખાવમાં એટલા સુંદર હોય છે કે દરેક તેને ગાર્ડનમાં રાખવા માંગે છે. આ છોડને વધુ પાણી દેવું યોગ્ય નથી. તે નેટીવ સાઉથ આફ્રિકાનો છોડ છે એટલા માટે તેને ઓછા પાણીમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે.

(3) નાના પાંદડા વાળા એલોવેરા : તેની સુંદરતા તેની ડીઝાઈન અને પાંદડાના ટીંટમાં હોય છે. પાંદડા ઘણા વધુ સુંદર દેખાય છે. તેમાં પણ ઘણા કાંટા હોય છે અને આ એલોવેરા પણ બ્યુટીના ઉપયોગમાં આવી શકે છે. તેને જેલ સાબુની જેમ ઉપયોગ કરી શકાય છે. તેના પાંદડામાં સાઈડમાં ઘણી સુંદર ઓરેંજ રંગની ટીંટ હોય છે આ પાંદડા ઘણા નાના હોય છે, પરંતુ તેમાં સુંદર લાલ પીળા રંગના ફૂલ પણ ખીલે છે. જો તમે તેને તમારા ગાર્ડનમાં ઉગાડશો તો તેની સુંદરતા જોવા જેવી રહેશે.

(4) સ્પાઈરલ એલોવેરા : જો તમારે કોઈ એવો છોડ જોઈએ જે દેખાવમાં ઘણો જ સુંદર લાગે અને તમારા ઘરના ગાર્ડનની શોભા વધારી દે તો તમે સ્પાઈરલ એલોવેરા પસંદ કરી શકો છો. તેનું નામ તેના શેપને કારણે આપવામાં આવ્યું છે અને તે ઘણો અલગ દેખાય છે. તે આમ તો કોમન નર્સરીમાં નથી મળતા, પરંતુ જો તમને મળી ગયું છે અને તેને ઉગાડ્યું છે, તો તેના ફૂલ ઘણા સુદંર જોવા મળે છે. આ છોડ માંથી સુંદર ઓરેંજ અને પીળા ફૂલ નીકળે છે અને તે છોડ શો માટે ઘણો સારો હોઈ શકે છે, હા તેનો ઉપયોગ તમે કોઈ બીજા કામ માટે ન કરો તો સારું રહેશે.

(5) કાર્માંઇન એલોવેરા : જો તમે માત્ર સુંદરતા માટે કોઈ એલોવેરા છોડ ઉગાડવા માગો છો, તો કાર્માંઇન એલોવેરાથી વધુ સુંદર કોઈ હોઈ જ નથી શકતો. તે ઘણો જ સુંદર છોડ છે. જેનો રંગ અને પાંદડા બધું જ હાઈબ્રીડ વેરાયટીના હોય છે. તેમાં જરાપણ પાણી ન નાખવામાં આવે તો પણ તે કામ કરી શકે છે. આ એલોવેરાનો છોડ પાણી વગર પણ સારી રીતે રહી શકે છે. આ હાઈબ્રીડ વેરાયટીમાં મહિનાઓ સુધી પાણી ન પણ નાખવામાં આવે તો પણ તે ઘણી સારી રીતે કામ કરી શકે છે.

જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આ પ્રકારના બીજા લેખ વાચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઈટ હરજિંદગી સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.