ઘરની આ જગ્યાઓ પર ભૂલથી પણ ન કરો કાળા રંગનો પ્રયોગ.

ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ ન રાખો કાળા રંગની વસ્તુ, જાણો તેનું કારણ. કાળા રંગને લઈને હંમેશા લોકોના મનમાં વિશેષ પ્રકારનો પૂર્વાગ્રહ હોય છે. ઘણા લોકો કાળા રંગને અશુભ માને છે, તો ઘણા લોકો નજરથી બચવા માટે કાળા રંગનો ઉપયોગ કરે છે. જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે કાળો રંગ રાહુ સાથે જોડાયેલો છે. એટલા માટે કાળા રંગથી દુર રહેવું જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ઘરમાં ક્યાં સ્થાનો ઉપર કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ અને કાળા રંગ સાથે જોડાયેલી અન્ય વિશેષ વાતો.

બાળકોના બેડરૂમમાં : બાળકોના બેડરૂમમાં ભૂલથી પણ કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્યાં સુધી કે ફર્નીચરમાં પણ કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. કાળો રંગ જે દેખાવમાં ઘણો ઓછો સુંદર લાગે છે, તો તે કાળા રંગની અસર બાળકો ઉપર પણ નકારાત્મક અસર પડે છે. બાળકોના રૂમમાં કાળા રંગ ઉપરાંત ડાર્ક બ્રાઉન, ગ્રે કે પછી કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી બાળકોના માનસિક વિકાસ ઉપર પણ નકારાત્મક અસર પડે છે.

રસોડામાં કાળો રંગ : રસોડામાં પણ તમારે કાળા રંગના ઉપયોગ ન કરવો જોઈએ. ત્યાં સુધી કે રસોડાના કાઉન્ટર ટોપ ઉપર પણ કાળા રંગનો ઉપયોગ ભૂલથી પણ ન કરો. જો કાળા પથ્થર લગાવ્યા પણ હોય તો તેની દુષ્પ્રભાવને ઓછી કરવા માટે ગેસ સ્ટવની નીચે કોઈ આછા રંગની ટાઈલ્સ મૂકી દો કે પછી તેને ફિક્સ પણ કરાવી શકો છો. એમ કરવાથી કાળા રંગની દુષ્પ્રભાવથી બચી શકાય છે.

કાળા દોરાનો ઉપયોગ : કાળા રંગનો ઉપયોગ વાસ્તુમાં નજરથી બચવા માટે પણ કરવામાં આવે છે. તમે ધારો તો તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર કાળા રંગના થોડા દોરા બાંધી દો. કે પછી દરવાજા ઉપર પાછળની તરફ કાળા રંગના ટીકા પણ લગાવી શકો છો. ખરાબ શક્તિઓથી બચવા માટે કાળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. કાળો રંગ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને પાછી મોકલી દે છે. એટલા માટે ઘરની બહારની વસ્તુમાં તેનો ઉપયોગ કરવો ઉત્તમ માનવામાં આવે છે.

કાળા રંગ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક : કાળા દોરા બાંધવા અને કાળા રંગના ટીકા લગાવવા પાછળ વૈજ્ઞાનિક તર્ક એ છે કે કાળો રંગ ઉષ્માધનો અવશોષક માનવામાં આવે છે. કાળા રંગનો દોરો કે પછી કાળા રંગના કપડા કે પછી કાળા રંગના ટીકા ખરાબ નજરથી ઉત્પન થનારી નકારાત્મક ઉર્જાને અવશોષિત કરી લે છે અને તેનો દૃષ્ટભાવ આપણી ઉપર નથી આવવા દેતો.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.