ઘરે જ હર્બલ નેચરલ ડાઈ અને કેમિકલ વાળી નુકશાન કારક ડાઈ ને કહી દો બાય બાય

શું તમે વાળ કાળા કરવા માટે ડાઈ કે કેમિકલ યુક્ત નુકશાનકારક કલર ઉપયોગ કરો છો? કદાચ તમે નહી જાણતા હોય કે વાળ માટે તે કેટલા નુકશાનકારક છે અને સાથે જ તે તમારી ત્વચા અને આરોગ્ય ને પણ ઘણું નુકશાન પહોચાડે છે. તેનાથી તમારા વાળ ખરવા અને સફેદ થવા અને ટાલીયાપણા ની તકલીફ થઇ શકે છે. તો હવે તમે ભારતીય જ્ઞાનની મદદથી ઘરે જ બનાવો તમારા માટે વાળ કાળા કરવાની સુરક્ષિત હર્બલ અને દેશી ડાઈ. અને તમારા વાળ અને ત્વચા ને બચાવો તે નુકશાનકારક પદાર્થોથી.

આવો જાણીએ તે બનાવવાની રીત.

જરૂરી સામગ્રી

(૧) સુકી વાટેલી મહેંદી – ૨૦ ગ્રામ

(૨) કોફી પાવડર – ૩ ગ્રામ

(૩) કાથો – ૩ ગ્રામ

(૪) બ્રાહ્મી ચૂર્ણ – ૧૦ ગ્રામ

(૫) આંબળા ચૂર્ણ – ૧૦ ગ્રામ

(૬) દહીં – ૨૫ ગ્રામ

(૭) લીંબુનો રસ – ૪ ચમચી

૧ થી ૫ સુધી ની વસ્તુ ને ને વાટીને એક બીજા સાથે ભેળવી દો. જરૂર મુજબ ભેળવીને રાખી દો. પછી ૫૦ ગ્રામ મિક્ષ પાવડરમાં ૨૫ ગ્રામ દહીં અને ૪ ચમચી લીંબુનો રસ ભેળવીને વાળમાં અડધો કલાક સુધી લગાવી રાખો. પછી પાણીથી ધોઈ લો. આ પ્રયોગથી વાળ કાળા ઘાટા અને સુંવાળા થઇ જશે.

વિશેષ – ઘણી વખત પહેલી વખતમાં તરત કાળા વાળ થતા નથી. તો જયારે તમે ત્રણ ચાર વખત તેનો નિયમિત ઉપયોગ કરશો તો તમારા વાળ કુદરતી રીતે જ કાળા દેખાવા લાગશે.

તેની સાથે જ તમે વાળ ધોવા માટે ઘરે જ બનાવેલ કે પછી ગૌ પંચગ્વ્ય થી બનેલ શેમ્પુ અને સાબુ ઉપયોગ કરો.