મિત્રો આજે અમે તમને ઘરમાં જ LED બલ્બ તૈયાર કરવાની રીત બતાવીશું તમને ખબર જ નથી કે જે બલ્બ બજારમાં મળે છે તે ખુબ જ મોંઘા હોય છે. પરંતુ તેને તમે ઘરમાં જ બનાવી શકો છો તે પણ કોઈ પણ તાલીમ વગર.
તેના માટે બસ તમારે LED બલ્બનો સમાન લાવવાનો છે બજારમાંથી કે ઓનલાઇન સરળતાથી મળી રહે છે અને ત્યાર પછી બધા સામાનને સરળતાથી જોડી શકાય છે.
આ રીતે તમારે એક બલ્બ પાછળ ઓછામાં ઓછા 20-30 રૂપિયા બચી જાય છે. અને મહિનામાં 20000 રૂપિયા સુધી કમાઈ શકો છો. આની વધુ જાણકારી માટે નીચે આપેલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે.
ઘરે બેઠા LED બલ્બ બનાવવાનું કામ કેવી રીતે શરૂ કરવું. જોઈ ને શીખી લો કમસે કમ ઘરના LED તો બનાવી ને ને ઘણો ખર્ચ ઓછો કરી શકશો.
વિડીયો – ૧
વિડીયો – ૨
બટાકા ની ચિપ્સ અને આઈસક્રિમ બનાવવા માટેના બિઝનેસ વિષે થોડી જાણકારી મેળવી લો.
બટાકા ની ચિપ્સ અથવા વેફર્સ બનાવવાનો બિઝનેસ:
છેલ્લા કેટલાક વર્ષોમાં આલૂ ચિપ્સ અથવા વેફર્સ નું બજાર ખુબ ઝડપ થી વધી રહ્યું છે. તમે પણ જો આલૂ ચિપ્સ કે વેફર્સ બનાવવાનું યુનિટ શરુ કરવા ઇચ્છતા હોય તો તમે ફક્ત 3 લાખ 38 હજાર રૂપિયામાં આ યુનિટ લગાવી શકો છો. તમારે બોઈલર, સ્ટીમ જેકેટ કિટલી, બટેટાં છોલવા નું મશીન, પાઉચ સીલિંગ મશીન, ફ્રાયિંગ પૅન પર લગભગ 1.50 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.
વર્કિંગ કેપિટલ પર લગભગ 88 હજાર 500 રૂપિયા ખર્ચ થશે જયારે શૅડ બનાવવા માટે 1 લાખ રૂપિયા ખર્ચ થશે. તમારે લગભગ 1 લાખ રૂપિયા નો કાચો માલ લેવો પડશે અને અન્ય ખર્ચ પછી તમે લગભ 118 ક્વિન્ટલ બટાકા ની વેફર્સ તૈયાર કરી શકો છો. અને આ વેફર્સ તમે લગભગ 4 લાખ 50 હજાર રૂપિયા માં વેચી શકો છો અને લગભગ 1 લાખ રૂપિયાની બચત કરી શકો છો.
આઈસક્રિમ બનાવવાનું યુનિટ:
તમે લગભગ 3 લાખ 10 હજાર રૂપિયા નાં રોકાણ થી આઈસક્રિમ કોન બનાવવાનું યુનિટ લગાવી શકો છો. મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ ના સર્વે મુજબ તમારે લગભગ દોઢ લાખ રૂપિયાના ખર્ચ થી શેક મશીન, થિક શેક મશીન, સ્લશ મશીન, ફ્રીઝર, વેસલ્સ, વાસણો વગેરે પર લગભગ દોઢ લાખ, ટીન શેડ પર 1 લાખ અને વર્કિંગ કેપિટલ પર લગભગ 60 હજાર રૂપિયાનો ખર્ચ આવશે, જયારે 40 હજાર રૂપિયા કાચા માલ માટે વપરાશે.
આ રીતે તમારો બનાવવાનો ખર્ચ 2 લાખ 29 હજાર રૂપિયા થશે તો તમારુ કુલ વેચાણ 3 લાખ 90 હજાર રૂપિયા થશે. આ રીતે તમે આ બિઝનેસ થી લગભગ 1 લાખ 60 હજાર રૂપિયાની આવક કરી શકશો. મશીનો ખરીદવા માટે તમે ઓનલાઇન શોપિંગ સાઈડ પર જઈ શકો છો.
આ જાણકારી તમને આંગળી ચીંધવા છે. મહત્વ નું આ ધંધા માં લાંબા સમય સુધી ક્યા વેચાણ કરસો એ છે. એટલે આનાથી વધુ અમારી પાસે કોઈ માહિતી નથી. આગળ નો રસ્તો તમારે જાતે શોધવા નો છે. ને નુકશાન જાય તો અમને દોશી નાં કેતા. ધંધા માં રિસ્ક ને નુકશાન રહેલું છે જ.