ઘર પર જ બનાવો કેમિકલ વગરની નેચરલ લિપસ્ટિક ! હોઠો ને બનાવો કુદરતી ગુલાબી અને કોમળ

હોઠો ની સુંદરતા વધારવા માટે સ્ત્રીઓ લિપસ્ટિક અને લિપબામ નો ઉપયોગ કરે છે જેના વધારે ઉપયોગ થી કેટલીક વાર હોઠ કાળા પડી જાય છે અથવા ફાટવા લાગે છે. તેના સિવાય ઋતુમાં બદલાવ અને ખોટા ખાવા-પીવા ના કારણે પણ હોઠ ખરાબ થઈ જાય છે. આવામાં ઘરગથ્થું સરળ ટીપ્સ અપનાવીને હોઠોને કુદરતી ગુલાબી અને કોમળ બનાવી શકાય છે. તેના માટે હોઠોને સ્ક્રબ કરવા જોઈએ જેનાથી ફાટેલા અને કાળા હોઠ સરખા થઇ જાય છે.

૧. નારંગીનો રસ અને ખાંડ

કેટલીક વાર સ્ત્રીઓના હોઠ કાળા થઈ જાય છે અને ફાટવા લાગે છે. આવામાં હોઠોને સુંદર બનાવવા માટે સ્ક્રબ કરવું જોઈએ. સ્ક્રબ બનાવવા માટે ૨ ચમચી નારંગીનો રસ લો અને તેમાં થોડી ખાંડેલી ખાંડ અને મધ નાખો. આ મિશ્રણ ને સારી રીતે મિક્સ કરો અને હોઠો પર લગાવો. આંગળીની મદદથી હોઠો ને થોડા ઘસો. ખાંડ થી હોઠો ની મૃત ત્વચા નીકળી જશે અને ફાટેલા હોઠ પણ સરખા થઇ જશે. મધ હોઠોની કાળાશ દુર કરીને તેને ગુલાબી રંગ આપશે. થોડી વાર ઘસ્યા પછી સાફ કપડા અથવા ટીસ્યુ પેપરથી હોઠોને સાફ કરો. તેનાથી હોઠ પહેલાથી વધારે ગુલાબી અને કોમળ થઇ જશે. હોઠોને વધારે સારા બનાવવા માટે દરરોજ આને સ્ક્રબ કરો.

૨. બીટ અને ગ્લીસરીન

કુદરતી રીતે હોઠોને ગુલાબી બનાવવા માટે બીટનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બીટના રસમાં એક નાની ચમચી ગ્લીસરીન અને વિટામીન-ઈ ની એક કેપ્સ્યુલ નાખો અને સારી રીતે મિક્સ કરો અને હોઠો પર લિપસ્ટિકની જેમ લગાવો. બીટમાં વિટામીન અને મિનરલ્સ હોય છે જે હોઠોને ભીનાશ આપે છે અને આને લગાવવાથી હોઠોનો રંગ બદલાઈ જાય છે. ગ્લીસરીન થી હોઠો ની મૃત ત્વચા દુર થાય છે અને વિટામીન E ની કેપ્સ્યુલથી હોઠોને તાજગી મળે છે. બીટના આ મિશ્રણ ને રાત્રે સુતા પહેલા હોઠો પર લગાવો જેનાથી સવારે હોઠ કુદરતી ગુલાબી થઇ જાય અને લિપસ્ટિક લગાવવાની જરૂર જ નાં પડે.