દરેક ઘરો માં શાકમાં બધા જ પ્રકારના અલગ અલગ મસાલા નાખતા હોઈએ છીએ, તે છતા શાક જોઈએ એવું ટેસ્ટી ના બને એવું પણ બને. કેટલાક ઘરો માં ટેસ્ટી શાક બનાવવા દર મહિને જુદી જુદી કપંનીના મસાલા ટ્રાય કરતા હોય છે પણ તમારા સ્વાદ ની આ કંપનીઓ ને ખબર ના હોય. એટલે પૈસા ખર્ચ કરતા પણ ટેસ્ટ નથી આવતો એવું બને પણ. જો તમે પણ ટેસ્ટી શાક બનાવવા માંગતા હોય, તો શાક નો મસાલો જાતે જ ઘરે બનાવો.અમે તમને ખુબ ઇઝી રીત જણાવીશું .
શાક નો મસાલો બનાવવા માટેની સામગ્રી
૨૫ ગ્રામ તલ
૩ ટેબલ-સ્પૂન ખસખસ
એક તજની દાંડી
બેથી ત્રણ લવિંગ
૨૦૦ ગ્રામ ચણાની દાળ
૨૦૦ ગ્રામ સિંગદાણા
૫૦ ગ્રામ કોપરા નું સીણ
બે ઈલાયચી
ચાર પાંચ તમાલપત્ર
એક ચમચી વરિયાળી
ચાર પાંચ સૂકાં કશ્મીરી મરચાં
બે નંગ બોરિયા મરચાં
બે નંગ સૂકા લસણની કળી (ઑપ્શનલ)
મસાલો બનાવવાની રીત :
એક વાસણ માં ચણાની દાળને ધીમા ગેસે ગરમ કરો અને તેને હલાવતા રહો, બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લો. ઠંડી થયા પછી તેનો મિક્સર માં પાવડર કરી લો.(મસાલાની જેમ પાવડર બનાવાનો છે)
હવે સિંગદાણાને શેકીને એના ફોતરા કાઢી એનો પણ મીક્ષરમાં પાવડર કરી લો. હવે એક વાસણ માં તલ, લવિંગ, કાશ્મીરી મરચાં, વરિયાળી, ખસખસ, તમાલપત્ર, એલચી, બોરિયા મરચાં અને કોપરાને ધીમા તાપે શેકી લો. શેકાઈ ગયા પછી ઠંડું પડે ત્યારે એનો મિક્સરમાં પાવડર કરી લો .
હવે પહેલા જે ચણાની દાળ, સિંગદાણા પાવડર કરેલો એ અને મસાલો પાઉડર બધાને સરખું મિશ્રણ કરીને રાખો.
જો તમે લસણ ખાતા હોય તો લસણ ને તેલમાં જરાક સાંતળીને પીસીને મિક્સ કરો. (જે લસણ ન ખાતા હોય તે આમાં લસણનો ઉપયોગ કર્યા વિના પણ આ મસાલો તૈયાર થશે, આ એક વિકલ્પ છે)
તમે આ મસાલો ઘરમાં રોજિંદા બનાવતા કોઈ પણ શાકમાં એક ચમચી નાખશો તો શાક ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે. તમે ધીમે ધીમે આ મસાલા માં તમારા ટેસ્ટ અનુસાર સામગ્રી ની માત્રા ઓછી વધુ કરીને તમારા ઘરના સભ્યો નાં સ્વાદ અનુસાર કરી શકો છો
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.