ઘરે એક વખત જરૂર બનાવો આ સ્વાદિષ્ટ મેક્સિકન રેસિપીઓ, સ્વાદ એવો કે તેના દીવાના થઈ જશો.

જો તમને મેક્સિકન ફૂડ્સ પસંદ છે, તો કોઈ હોટેલમાં જવા કરતા ઘરે જ બનાવો આ ટેસ્ટી મેક્સિકન રેસિપીઓ. જે રીતે ભારતના ઘણા ભાગોમાં અલગ અલગ રાજ્યની મુખ્ય વાનગીઓ પસંદ કરવામાં આવે છે, બસ એ જ રીતે ભારતના લગભગ દરેક રાજ્યમાં વિદેશી વાનગીને પણ ઘણી પસંદ કરવામાં આવે છે.

ઈટાલીયન અને ચાઇનીઝ આમ તો વિદેશી ભોજન છે, જેને ભારતમાં ઘણા પસંદ કરવામાં આવે છે. તે વિદેશી ભોજનમાં સામેલ છે મૈક્સિકન ભોજન. જેને ભારતની લગભગ દરેક હોટલ અને રેસ્ટોરન્ટમાં સરળતાથી જોઈ શકાય છે. હોટલ સાથે સાથે ભારતીય ઘરોમાં પણ તેને ખુબ પસંદ કરવામાં આવે છે.

જો તમને પણ મૈક્સિકન ફૂડસ ગમે છે, અને કોઈ કારણોસર હોટલમાં પણ નથી જઈ શકતા, તો ઘરે જ મૈક્સિકન વાનગી બનાવી શકો છો. આજે આ લેખમાં અમે તમને થોડી ઉત્તમ અને જોરદાર મૈક્સિકનની રેસીપીઝ જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે ક્યારે પણ સરળતાથી ઘરે બનાવી શકો છો. આ રેસીપીઝ બનાવવામાં તમારે વધુ મહેનત પણ કરવાની જરૂર નથી. આ વાનગીઓને તમે ઘરની કોઈ નાની મોટી પાર્ટીઓમાં પણ ઉમેરીને પ્રસંશા મેળવી શકો છો. તો આવો જાણીએ આ રેસીપી વિષે.

મૈક્સિકન ફ્રાઈડ રાઈસ :

સામગ્રી : બાસમતી ચોખા-2 કપ બાફેલા, મીઠું સ્વાદ મુજબ, લસણ કળી 5-6, ફ્રાઈડ ભાત-1 ચમચી, ગાજર-1 કાપેલું, લીલી ડુંગળી- ½ કાપેલી, શિમલા મરચું- ½ કાપેલું, ચીલી સોસ-1 ચમચી, ટોમેટો સોસ-1 ચમચી, લાલ મરચું પાવડર- ½ ચમચી, કોથમીર-2 ચમચી, ભુટ્ટા- ½ કપ

બનાવવાની રીત :

સૌથી પહેલા એક વાસણમાં તેલ ગરમ થવા માટે મૂકી દો. તેલ ગરમ થઇ ગયા પછી તેમાં લસણની કળી અને ડુંગળી નાખીને થોડી વાર પકાવી લો.

થોડી વાર પાકી ગયા પછી તેમાં શિમલા મરચું અને ગાજર નાખીને 4-5 મિનીટ સુધી પકાવી લો.

5 મિનીટ પછી તેમાં બીજા રહેલા મસાલા, સામગ્રી અને ચોખા નાખીને લગભગ 7-8 મિનીટ માટે પકાવી લો.

8 મિનીટ પછી ગેસને બંધ કરી દો અને ઉપરથી કોથમીર નાખીને ટેબલ ઉપર સર્વ કરો.

મૈક્સિકન નાચો સૂપ :

સામગ્રી : નાચો ચિપ્સ-1 કપ (ક્રસ કરી લો), મીઠું સ્વાદ મુજબ, ખાંડ- ½ ચમચી, ભુટ્ટા- ½ કપ બાફેલા, ડુંગળી- ½ કાપેલી, બટર-1 ચમચી, લસણ પેસ્ટ- ½ ચમચી, ટમેટા-2, ચીજ- ½ ચમચી

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે ટમેટાને પાણીમાં નાખીને બાફી લો અને ઠંડા થયા પછી તેને મિક્સરમાં નાખીને પીસી લો.

ત્યાં તમે એક કડાઈમાં બટર ગરમ થવા માટે મૂકી દો. ગરમ થઇ ગયા પછી તેમાં ડુંગળી નાખીને બ્રાઉન થવા સુધી શેકો.

બ્રાઉન થયા પછી તેમાં પીસેલા ટમેટા, ભુટ્ટાના દાણા, ખાંડ વગેરે વસ્તુ નાખીને થોડી વાર પકાવી લો.

થોડી વાર પાકી ગયા પછી તેમાં એક કપ પાણી નાખીને બાફી લો.

જયારે મિશ્રણ બફાવા લાગે તો ઉપરથી ચિપ્સ અને ચીજ નાખીને ગેસને બંધ કરી દો.

તૈયાર છે મૈક્સિકન નાચો સૂપ સર્વ કરો.

મૈક્સિકન પુલાવ :

સામગ્રી : બાસમતી ચોખા-2 કપ, ડ્રાઈ ફ્રુટ્સ-1 કપ, ટમેટા- 1 કાપેલું, લીલા વટાણા- ½ કપ, મીઠું સ્વાદમુજબ, જીરું પાવડર- ½ ચમચી, ગાજર- 1 કાપેલું, શિમલા મરચા- ½ કાપેલા, ચીલી ફ્લેક્સ- ½ ચમચી, કાળા મરી- ½ ચમચી, બટર-2 ચમચી, રાજમાં- ½ કપ બાફેલા

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે એક કડાઈમાં બટર નાખીને ગરમ કરો. ગરમ કર્યા પછી તેમાં ચોખા નાખો અને થોડા શેકી લો.

શેક્યા પછી બધા શાકભાજી અને રાજમાં નાખીને સારી રીતે ભેળવી લો થોડી વાર પકાવી લો.

થોડી વાર પછી બધા મસાલા પણ નાખીને ધીમા તાપ ઉપર થોડી વાર પકાવો. થોડી વાર પછી તેમાં એક કપ પાણી નાખીને થોડી વાર પકાવી લો.

જયારે ચોખા, શાકભાજી સારી રીતે પાકી જાય અને પાણી એકદમ જ દુર થઇ જાય તો ઉપરથી ડ્રાઈ ફ્રુટ્સ નાખીને એક વખત ભેળવી દો.

મૈક્સિકન પુલાવ તૈયાર છે સર્વ કરવા માટે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.