ઘરે કેવી રીતે બનાવવી બદામ માંથી કુદરતી મેસ.

મહિલાઓ અને છોકરીઓ મેકઅપમાં કાજળ સૌથી જરૂરી અને કોમન વસ્તુ હોય છે. થોડું એવું કાજલ નથી તો ચહેરાનો આખો લુક જ બદલાઈ જાય છે. સદીઓથી સ્ત્રીઓ પોતાના શૃંગારમાં કાજળનો ઉપયોગ કરતી આવી છે. આપણી દાદી અને માં પણ કાજળ લગાવતી હતી, તે પણ ઘરમાં જ બનાવીને કેમ કે તે સમયમાં રેડીમેડ આઈ લાઈનર અને કાજળ મળતા ન હતા. આંખોને સુંદર બનાવવા ઉપરાંત કાજળના ઘણા બીજા પણ લાભ થાય છે, જેવા કે તેનાથી આંખોને ઠંડક મળે છે અને તેનાથી આંખોની અશુદ્ધિઓ દુર થાય છે.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘર ઉપર જ કેવી રીતે સરળતાથી કાજળ બનાવી શકાય છે. આ DIY કાજળમાં સૌથી મુખ્ય વસ્તુ છે બદામ. તો આવો જાણીએ આ DIY કાજળને ઘર ઉપર કેવી રીતે નેચરલ અને હર્બલ વસ્તુ માંથી બનાવી શકાય છે.

પહેલાના દિવસોમાં કાજળ ઘર ઉપર જ બનાવવામાં આવતું હતું કેમ કે બજારમાં સરળતાથી મળતું ન હતું. ઘરના બનેલા કાજળમાં ઠંડક પહોચાડવા વાળા ગુણ હોય છે, જે આંખોને આરામ પહોચાડે છે અને દ્રષ્ટિને પણ મજબુત બનાવે છે.

હોમ મેડ કાજળને કુદરતી કાજળ પણ કહેવામાં આવે છે, કેમ કે તેને બનાવવામાં કોઈપણ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ નથી કરવામાં આવતો.

અહિયાં આંખો માંથી અશુદ્ધિઓ કાઢવા અને આંખોને લાંબા સમય સુધી ઠંડી રાખે છે. તો જો તમે ઘર ઉપર કાજળ બનાવવા માગો છો? તો તમે આ સરળ રીતે અલગ અલગ સામગ્રીનો ઉપયોગ કરીને તે બનાવી શકો છો.

સામગ્રી :-

૪-૫ બદામ

૨ ચમચી કુવારપાઠું જેલ

૨-૩ ચમચી નારીયેલ તેલ

ટ્વીજર લાઈટર

પ્લેટ કે સેરેમિક વાટકી

કેવી રીતે બનાવવું :-

૧. ટ્વીજર માંથી થોડી બદામ લો. લાઈટરની મદદથી બદામોને ઓછામાં ઓછું ૧૦ મિનીટ સુધી સળગાવો. જેથી તે ક્રિપ્સ અને કાળી થઇ જાય. તેને સળગાવતી વખતે તેની નીચે સેરેમિક પ્લેટ કે વાટકી જરૂર મૂકી દો.

૨. હવે સળગેલી બદામનો પાવડર તૈયાર કરી લો. તેના માટે તમે મડલરનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે મડલર નથી તો બ્લેન્ડર પણ ઉપયોગ કરી શકો છો. સ્મુદ અને ઝીણો પાવડર બન્યા પછી તેમાં બીજી વસ્તુ નાખવાનું શરુ કરો.

૩. એક તાજા કુવારપાઠુંના પાંદડા લો અને તેની જેલ કાઢી લો. હવે બળેલી બદામમાં કુવારપાઠું જેલ અને નારીયેલ તેલ નાખો.

૪. તમામ વસ્તુને સારી રીતે મિક્સ કરીને કાજળની જેમ સ્મુધ પેસ્ટ બનાવી લો. સારું રહેશે જો તમે તેમાં તાજા કુવારપાઠું જેલનો ઉપયોગ કરો, પરંતુ જો તે નથી તો માર્કેટમાં પણ તમને રેડીમેડ કુવારપાઠું જેલ મળી જશે.

૫. જો નારીયેલ તેલ જામી ગયું છે, તો તેને હળવું ગરમ કરી લો અને પછી આ રેસીપીમાં નાખો. આ કાજળને એયરટાઈટ ગ્લાસ જારમાં નાખો. જેથી લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય.

કેવી રીતે લગાવવું :-

આંગળીથી તમે આંખોમાં કાજળ લગાવી શકો છો. જો તમે આંખોની ઉપર વાળી આઈલીડ ઉપર તેને આઈ લાઈનરની જેમ લગાવવા માગો છો, તો આઈ લાઈનર બ્રશને કાજલમાં ડુબાડીને તેને આંખો ઉપર સ્ટ્રોક બનાવો.

થોડી ટ્રીપ્સ :-

કાજળને ખરાબ થવાથી બચાવવા માટે તેને સુકી જગ્યા ઉપર થોડો ટેલ્કમ છાંટી દો. તમે બ્રશથી પણ વધારાનો પાવડર નાખી શકો છો. હંમેશા કાજળને આંખોના બહારના ખૂણેથી લગાવવી જોઈએ નહિ કે અંદરના ખૂણાથી. જો તમે પ્રાઈમર લગાવો છો, તો કાજળને સીધું લગાવો. તેનાથી કાજળ લાંબા સમય સુધી ટકી રહે છે.

બદામના ફાયદા :-

બદામમાં આઈલેશેજનો વિકાસને સારો કરવાની ક્ષમતા હોય છે અને તે આંખોની દ્રષ્ટિ પણ તેજ કરે છે. બદામમાં રહેલા પોષક તત્વોથી આંખો માંથી ધૂળ-માટી પણ નીકળી જાય છે.

કુવારપાઠુંના ફાયદા :-

કુવારપાઠું જેલમાં ઠંડક આપવા વાળા યોગિક રહેલા હોય છે, જેનાથી આંખોને ઠંડક મળે છે. તેનાથી આંખો તાજી અને રેજુવનેટ રહે છે.

નારીયેલ તેલના ફાયદા :-

નારીયેલ તેલથી કાજળને તેલનો આધાર મળે છે. તે ભેજ આપે છે અને આંખોને ઠંડક પણ. કાજળમાં તે ભેળવવાથી તેનું ટેક્સચર ઓઈલી અને સ્મુધ રહે છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.