ઘરેથી નીકળતા સમયે ખિસ્સામાં જરૂર રાખો આ 5 વસ્તુઓ, ચમકે છે ભાગ્ય, ટળે છે દુર્ઘટના

જયારે પણ આપણે ઘરની બહાર નીકળીએ છીએ, તો ઘણા પ્રકારના કામ કરીએ છીએ. જેમ કે ડ્રાઈવિંગ કરવું, કોઈ બિજનેસ ડીલ ફાઈનલ કરવી, જોબ ઉપર જવું, કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદવું કે કોઈ પણ નાના મોટા જરૂરી કામ કરવા, તેવામાં આ કામને સફળતા પૂર્વક કરવા માટે આપણે સતત ભાગ્યની જરૂરિયાત પણ રહે છે. સાથે બહાર નીકળવાથી આપણી સુરક્ષા ઉપર પણ પ્રશ્ન ઉઠે છે.

તેવામાં આજે અમે તમને પાંચ એવી વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો તમે તમારા ખિસ્સામાં રાખો છો, તો ન માત્ર સુરક્ષિત રહેશો પરંતુ તમારા કામ પણ સારા ભાગ્યને કારણે વહેલા થઇ જશે. તમે આ તમામ વસ્તુને એક સાથે કે અલગ અલગ પણ રાખી શકો છો.

રુદ્રાક્ષ :- હિંદુ ધર્મમાં રુદ્રાક્ષને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે માળા બનાવીને મંત્ર જાપ માટે કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે રુદ્રાક્ષની અંદર અસીમ સકારાત્મક ઉર્જા રહેલી છે. તેના સ્પર્શ માત્રથી તમારું ચિત્ત પોઝેટીવ એનર્જીથી ભરાઈ જાય છે. તેવામાં જો તમે તે તમારા ખિસ્સા કે પર્સમાં રાખો છો, તો તમે હંમેશા પોઝેટીવ વિચારશો. તે તમારા પોતાના કામ વધુ સારી રીતે કરવામાં મદદ કરશે. તમે ધારો તો તેને હાથ કે ગળામાં પણ પહેરી શકો છો.

હનુમાનજીનો ફોટો :- તમારા પર્સમાં હનુમાનજીનો ફોટો રાખવો શુભ રહે છે. હનુમાનજી તમને ખરાબ શક્તિઓ અને સંકટોથી બચાવવાનું કામ કરે છે. જયારે તમે ઘર માંથી બહાર નીકળો છો, તો તમારી સાથે દુર્ઘટના થવાની પણ શક્યતા રહે છે. તેવામાં તમારી સાથે હનુમાનજીને રાખવાથી તે ભય પણ ટળી જાય છે. સાથે જ તમને બહારની હવા (ભૂત પ્રેત) પણ નહિ લાગે. તેને પર્સમાં રાખવા કે તેનો ફોટો લોકીટ, વીંટી પણ પહેરી શકો છો.

લક્ષ્મીનીનો સિક્કો :- જયારે પણ તમે ઘર માંથી પૈસા સંબંધિત કોઈ કાર્ય માટે નીકળો છો, તો ખિસ્સામાં લક્ષ્મીનીના ફોટા વાળો સિક્કો જરૂર રાખો. તેનાથી તમને ક્યારે પણ ધનની હાની નહિ થાય. એટલે કે તમે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદવા વેચવા જઈ રહ્યા છો. નોકરીની શોધમાં જઈ રહ્યા છો. કે કોઈ બિજનેસ નક્કી કરવા જઈ રહ્યા છો તો માં લક્ષ્મીનો સિક્કો સાથે જરૂર લઇ જાવ.

લવિંગ :- ખિસ્સા કે પર્સમાં લવિંગ રાખવાથી તમને કોઈ ખરાબ નજર નહિ લાગે. તે તમારા દુશ્મનોની તમામ ચાલોને પણ નિષ્ફળ કરી દે છે. તે રાખ્યા પછી કોઈ તમારું કાંઈ બગાડી શકતી નથી. એટલા માટે જો તમને ડર છે કે કોઈ તમારું ખરાબ કરવા માંગે છે, તો લવિંગ તમારી સાથે જરૂર રાખો.

કબુતરનું પીંછું :- કબુતરને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. તેનો સફેદ રંગ પણ એ વાત દર્શાવે છે. તે જોવાથી મનને શાંતિ અને આનંદ મળે છે. તેવામાં જો તમે કબુતરનું પીંછું ખિસ્સામાં કે પર્સમાં રાખો છો, તો તમને આંતરિક શાંતિની પ્રાપ્તિ થાય છે. તમારું ધ્યાન ભટકતું નથી. તમે તમારા કામ ઉપર વધુ ધ્યાન આપી શકો છો. તેનાથી બીજાની નેગેટીવ વાતો તમને પ્રભાવિત નથી કરતી. તમારું મગજ પોઝેટીવ બની રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.