જો તમે અત્યાર સુધી તમારા મોબાઈલ નંબર ને આધાર કાર્ડ સાથે લીંક નથી કર્યો તો કોઈ વાંધો નહી, હવે આ કામ તમારા સર્વિસ પ્રોવાઇડર ના સ્ટોર ઉપર ગયા વગર ઘેર બેઠા એક વખત પાસવર્ડ સર્વિસ (ઓટોપી) થી કરી શકશો. આધાર ઓથોરીટી ની એક ડીસેમ્બર થી એક સુવિધા શરુ કરવામાં આવી છે જેના માટે હવે OTP થી મોબાઈલ નંબર ને આધાર સાથે જોડી શકાય છે. ઓટીપી થી આધાર લિન્કિંગ ની સુવિધા નો લાભ મેળવવા ની એક સરળ પ્રક્રિયા છે.
આધાર લીંક જાણો
સૌથી પહેલા તમારે કંપની દ્વારા આપવામાં આવેલ એક ફોન નંબર ઉપર કોલ કરવો પડશે. ત્યાર પછી જે ભાષામાં તમે કંપની દ્વારા આપવામાં આવેલ સુચના ને સંભાળવા માગો છો તે ભાષા પસંદ કરી લો. પછી જયારે આધાર કાર્ડ નો નંબર આપવાનું કહેવામાં આવે તો તે એન્ટર કરી આપો. ત્યાર પછી ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર તમારી સાથે જોડાયેલ યુઆઈડીએઆઇ મોકલાવશે. પછી જયારે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઇ જાય એટલે તરત તમને ફોન નંબર ઉપર એક ઓટીપી આવશે જેને એન્ટર કરવાનો છે. આ આખી પ્રક્રિયા ના 24 કલાક પછી તમારી બન્ને વસ્તુ લીંક થઇ જશે.
જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ ને લગભગ તમામ જરૂરી સુવિધાઓ મેળવવા માટે ફરજીયાત કરી દેવામાં આવેલ છે. વીમો ઉતરાવવા થી લઈને મોબાઈલ ના સીમ કાર્ડ ખરીદવા સુધી, સૌના માટે આધાર કાર્ડ ફરજીયાત છે. સરકાર માં બેઠેલા લોકો જ પહેલા આ નિર્ણય નો વિરોધ કરતા હતા હવે તે લોકો જ આ કામ કરાવી રહ્યા છે. તમે આ પ્રોસેસ કેવીરીતે કરવી તે વિડીયો દ્વારા પણ જોઈ શકો છો.
વિડીયો
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.