ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવાના ઉપાય આ કોઈ અંધશ્રદ્ધા નથી એકવાર જાણી લો

મિત્રો જેમકે તમે બધા જાણો છો કે ઘરમાં કોઈ ને કોઈ વાસ્તુ દોષ જરૂર મળે છે તેવામાં ઘરમાં કોઈ ને કોઈ સમસ્યા થતી રહે છે. વસ્તુ દોષથી ઘરમાં નકારાત્મક ઉર્જા પણ એકત્રિત થતી રહે છે જે ઘરમાં કલેષ નું કારણ બની જાય છે તો સાથે જ કુટુંબના સભ્યોના સ્વાસ્થ્યને નુકશાન કે પૈસાની બચત ન થવાની સમસ્યા વગેરે જેવી તકલીફો ઉભી કરી દે છે. આજે થોડા ઉપાય પોસ્ટ કર્યા છે જેનાથી તમે ઘરમાં નકારાત્મક ઉર્જાને દુર કરી શકો.

(1) એક કટોરીમાં પાણી લઈને તેને ત્રણ ચાર કલાક માટે સૂર્યની અજવાળા માં રાખી દો પછી તેને ભગવાનના સ્મરણ કરતા કરતા આખા ઘરમાં કે આસોપાલવ ના પાંદડાથી છાંટી દો તેના માટે તમે ગૌમૂત્ર કે ગંગાજળ નો ઉપયોગ કરી શકો છો.

(2) ઘરમાં તમે લોબાન, ગુગળ કે ધૂપ સળગાવીને મંત્ર નો જાપ કરતા કરતા આખા ઘરમાં ફેરવો તે પણ નકારાત્મક ઉર્જાને ઘરમાંથી બહાર કરવાનો ઉત્તમ ઉપાય છે.

(3) સાંજના સમયે ઘરના બધા ખૂણામાં મીઠું છાંટી દો અને સવારે તે મીઠાને બહાર ફેકીં દો. ખૂણાની સફાઈ કરીને. મીઠાને નકારાત્મક ઉર્જાને દુર કરનાર માનવામાં આવે છે.તમે પોતું કરતી વખતે થોડું મીઠું ભેળવી શકો છો.

(4) ઘરમાં રોજ થોડા સમય માટે ભજન કીર્તન જરૂર કરો કે પૂજા કરતી વખતે ઘંટડી વગેરે વગાડીને મીઠા સ્વરમાં ભજન ગાયા કરો.

(5) શંખની ધ્વની પણ આ કાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે અને શંખથી ઘરમાં પાણી છાટી શકો છો આમ તો એક માન્યતા મુજબ ઘરમાં શંખ રાખવો શુભ નથી માનવામાં આવતો તે માત્ર મંદિરમાં રાખવો જોઈએ.

(6) જો તમે કોઈ એવા ઘરમાં પ્રવેશ કરો છો જ્યાં પહેલાથી જ કોઈ રહે છે તો તેના દ્વારા મુકાયેલ નકારાત્મક ઉર્જા દુર કરવા માટે સૌથી સારો ઉપાય છે તમે ઘરમાં પહેલા રંગ રોગાન કરવી લો ત્યાર પછી ઘરમાં પ્રવેશ કરો.

(7) ઘરની બધી બારીઓને રોજ ઓછામાં ઓછું ૨૦ મિનીટ જરૂર ખોલવી જોઈએ.

(8) ગાયના દેશી ઘી નો દીવો ઘરમાં સળગાવવો જે પણ ઘરની નકારાત્મક ઉર્જા દુર કરે છે.

(9) ઘરના મંદીરમાં દેવી દેવતાઓને ચડાવેલા ફૂલ કે હાર દર બીજા દિવસે જરૂરથી ઉતારી લેવા જોઈ એ જુના ફૂલ પણ નકારાત્મક ઉર્જા આપે છે.

(10) ધૂળ માટી કચરો બગડી ગયેલા વીજળીના સાધનો પણ ઘરમાંથી દુર કરવા જોઈએ તે પણ નકારાત્મક ઉર્જા આપવાવાળા હોય છે.

(11) ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો.

મિત્રો આ સામાન્ય ઉપાય છે. જેને તમે તમારા ઘરની નકારાત્મક ઉર્જાનેઘણે અંશે દુર કરી શકો છો સાથે જ તમે સમયાન્તરે ઘરમાં હવન વગેરે કરાવતા રહો.