પ્રાચીન સમય થી ભારતમાં ચિકિત્સકો ઘઉં ના જ્વારાનો જુદા જુદા રોગો જેવાકે અસ્થી-સંઘ શોંથ, કેન્સર, ત્વચા રોગ, મોટાપો, ડાયાબીટીસ વગેરે ના ઉપચારમાં પ્રયોગ કરી રહ્યા છે. આપણા ઘણા તહેવારોમાં ઘઉં ના જવારા ને ઉગાડવા, પૂજા કરવાનો રીવાજ સદીઓથી ચાલ્યો આવે છે.
ઘઉંના જવારા ક્લોરોફીલનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં બધા વિટામિન્સ ભરપુર પ્રમાણમાં હોય છે જેમ કે વિટામીન એ,બી 1,2,૩,5,6,8,12 અને 17 (લેટ્રીયલ); સી, ઈ અને કે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયોડીન, સેલેનીયમ, લોહ, જીંક અને બીજા ઘણા ખનીજ હોય છે.
ઘઉંના જવારાનુ સૌથી મહત્વપુર્ણ તત્વ છે ક્લોરોફિલ. આ ક્લોરોપ્લાસ્ટ નામના વિશેષ પ્રકારના કોષોમાં હોય છે. ક્લોરોપ્લાસ્ટ સૂર્ય કિરણોની મદદથી પોષક તત્વોનુ નિર્માણ કરે છે. એ જ કારણ છે કે ડોક્ટર વર્શર ક્લોરોફિલને સકેન્દ્રિત સૂર્ય શક્તિ કહે છે. આમ તો લીલા રંગની બધી વનસ્પતિયોમાં ક્લોરોફિલ હોય છે. પણ ઘઉંના જ્વારાનુ ક્લોરોફિલ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. ક્લોરોફિલ ઉપરાંત તેમા ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને એંટી-ઓક્સીડેંટ પણ હોય છે.
લેટ્રીયલ કે વિટામીન બી-17 શક્તિશાળી કેન્સર વિરોધી છે અને મેક્સિકો ના ઓએસીસ ઓફ હોપ સારવાર કેન્દ્રમાં છેલ્લા પચાસ વર્ષથી લેટ્રીયલ ઇન્જેક્શન, ગોળીઓ અને આહાર સારવારમાં કેન્સરનો ઉપચાર થતો આવી રહ્યો છે.
આજકાલની વ્યસ્ત જીવનશૈલી માં લોકો પાસે સમયનો અભાવ છે, અનિયમિત ખાવા પીવાના કારણે રોગો સામે લડવાની શક્તિ દિવસેને દિવસે ઘટી રહી છે. પણ આપણે થોડું પણ આપણા અનમોલ શરીર માટે ધ્યાન આપીએ અને નિયમિત જીવનધોરણથી માત્ર પંદર મીનીટનો સમય કાઢીને આ પ્રયોગ કરી શકીએ તો ઘણા રોગોમાંથી છુટકારો મળી શકે છે અને જે સ્વસ્થ લોકો છે તેમણે પણ ડોક્ટરનું મોઢું નહી જોવું પડે, કેમ કે જીવનનું સુખ નીરોગી શરીરમાં છે. સુખી માણસ જેનો દીકરો આજ્ઞાકારી છે જેની પત્ની સદાચારીની છે.
જીવન મરણ વચ્ચે ઝઝુમતા રોગીઓને રોજ ચાર મોટા ગ્લાસ ભરીને જ્વારાનો રસ આપવામાં આવે છે.
જીવન જીવવાની આશા જે રોગીએ છોડી દીધી હોય છે તે રોગીઓને પણ ત્રણ દિવસ કે તેનાથી ઓછા સમયમાં ચમત્કારિક લાભ થતો જેવા મળે છે.
જવરાના રસથી રોગીને જયારે એટલો લાભ થાય છે, ત્યારે નીરોગી વ્યક્તિ લે તો કેટલો લાભ થશે?
તો તમે તમારા જીવનને નીરોગી રાખવા માગો છો તો અમારી પોસ્ટને ધ્યાનથી વાચો અને શરીર તમારું છે તો આજ થી જ નીચે લખેલો પ્રયોગને ઉપયોગમાં લાવો.
કેન્સરમાં ઘઉંના જ્વારાનો ઉપયોગ :
ઘઉંના દાણા વાવીને જે એક જ પાંદડું ઉગીને ઉપર આવે છે તેને જવારા કહે છે. ગોરમા ના વ્રત જેવા તહેવારોમાં તે ઘર ઘરમાં માટીના સાધનોમાં નાખીને વાવવામાં આવે છે. ઘઉંના જવારાનો રસ, કુદરતના ગર્ભમાં રહેલી ઔષધિઓના અખૂટ ભંડારમાંથી લોકોને મળેલી એક અનુપમ ભેટ છે,
શરીરને આરોગ્ય માટે આ રસ માં શુદ્ધ લોહી બનાવવા ની શક્તિ છે આ એટલો વધુ ઉપયોગી સિદ્ધ થયો છે કે વિદેશી જીવવિજ્ઞાનીકોએ તેને ‘ગ્રીન બ્લડ’ કહીને સન્માનિત કર્યા છે. આને ગ્રીન બ્લડ કહેવાનુ એક કારણ એ પણ છે કે ઘઉંના જવારાનો રસ અને માનવ રૂધિર બંનેનુ પી.એચ ફેક્ટર 7.4 જ છે. જેને કારણે તેનુ સેવન કરવાથી તેનુ રક્તમાં જલ્દી અભિશોષણ થઈ જાય છે. ડૉ એન.વિગમોર નામના એક વિદેશી મહિલાએ ઘઉંના કોમળ જ્વારાના રસથી અનેક અસાધ્ય રોગો મટાડવામાં સફળ પ્રયોગ કર્યો છે.
ઉપરમુજબ જવારાના રસના ઉપચારથી 350 થી વધુ રોગ મટાડવાના આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યા છે.
જીવ-વનસ્પતિ શાસ્ત્રમાં આ પ્રયોગ ખુબ મુલ્યવાન છે.
ઘઉંના જવારાના રસમાં ઉન્મૂલનની એક ગજબની શક્તિ રહેલી છે. શરીર માટે તે શક્તિશાળી દવા છે.
તેમાં કુદરતી રીતે કાર્બોહાઈડ્રેટ વગેરે બધા વિટામીન,ક્ષાર અને ઉત્તમ પ્રોટીન રહેલા છે. તેના સેવનથી અસંખ્ય લોકોને જુદા જુદા પ્રકારના રોગોમાંથી મુક્તિ મળી છે.
કેન્સર, મૂત્રાશયમાં પથરી, હ્રદયરોગ, લીવર, ડાયાબીટીસ, પાયોરિયા અને દાંતના અન્ય રોગો, પોલીયો, લકવા, દમ. પેટનો દુઃખાવો, પાચન ક્રિયાની નબળાઈ, અપચો, ગેસ, વિટામીન એ, બી, વગેરે અને અભાવોત્પન્ન રોગ, સાંધાના સોજા, ગઠીયા, સંધીસોથ, ત્વચા સંવેદનશીલતા (સ્કીન એલર્જી) ને લગતા બાર વર્ષ જુના રોગ, આંખોની નબળાઈ, વાળનું સફેદ થઈને ખરી જવા,કોઈ વાગવાથી થયેલ ઘા તથા દાઝેલી ત્વચાને લગતા બધા રોગ.
હજારો રોગીઓ અને નીરોગીઓને પણ પોતાની રોજના ખોરાકમાં કોઈપણ પ્રકારના ફેરફાર વગર ઘઉંના જ્વારાનો રસથી ખુબ ઓછા સમયમાં ચમત્કારિક લાભ મેળવ્યા છે.
આ અમારો અનુભવ જણાવીએ છીએ કે જવારાના રસથી આંખ, દાંત અને વાળને ખુબ લાભ થાય છે. કબજિયાત મટી જાય છે, વધુ કાર્યશક્તિ આવે છે અને થાક નથી લાગતો.
ઘઉંના જવારા ઉગાડવાની રીત :
તમે માટીને નવા ખપ્પર, કુંડના શકોરું લો. તેમાં ખાતર માટી લો. રાસાયણિક ખાતર નો ઉપયોગ બિલકુલ ન કરશો. પહેલા દિવસે કુંડની બધી માટી ઢંકાઈ જાય એટલા ઘઉં વાવો. પાણી નાખીને કુંડાને છાયામાં રાખો. સૂર્યનો તાપ કુંડાને વધુ કે સીધો ન પડે તેનું ધ્યાન રાખવું.
આ રીતે બીજા દિવસે કુંડા કે માટીના ખપ્પર વાવો અને રોજ એક વધારતા જઈ નવમાં દિવસે નવમું કુંડુ વાવો. બધા કુંડાને રોજ પાણી આપો. નવમાં દિવસે પહેલા કુંડામાં વાવેલા ઘઉંને કાપીને ઉપયોગમાં લો. ખાલી થઇ ગયેલા કુંડામાં ફરી વખત ઘઉં ઉગાડી દો. આવી રીતે બીજા દિવસે બીજું, ત્રીજા દિવસે ત્રીજું કરીને ચક્ર ચલાવતા રહો. આ પ્રક્રિયામાં ભૂલ થી પણ પ્લાસ્ટીકના વાસણનો ઉપયોગ ક્યારેય ન કરો.
દરેક કુટુંબ પોતાના માટે કાયમ માટે ઉપયોગ માટે 10,૨૦,30 કે તેનાથી વધુ કુંડા રાખી શકો છો. રોજ વ્યક્તિ જરૂર મુજબ એક, બે કે વધુ કુંડામાં ઘઉં વાવતા રહો. બપોરે સૂર્યનો સખત તાપ ન લાગે પણ સવાર કે સાંજે ધીમો તાપ હોય એવી જગ્યાએ કુંડાને રાખો,
સામાન્ય રીતે આઠ દસ દિવસમાં ઘઉંના જવારા પાંચ થી સાત ઇંચ ઊંચા થઇ જશે. એવા જવારામાં વધુમાં વધુ પ્રમાણમાં ગુણ હોય છે. જેમ જેમ જવારા સાત ઇંચથી વધુ મોટા થતા જશે તેમ તેમ તેના ગુણ ઓછા થઇ જશે. એટલે કે તેનો પુરેપુરો લાભ લેવા માટે સાત ઇંચ સુધી વધેલા નો જ ઉપયોગ કરવો જોઈએ.
જવરાની માટીના ધરાને કાતરથી કાપી લો અથવા તેને મૂળ સાથે ખેંચીને ઉપયોગમાં લઇ શકો છો. ખાલી થયેલ કુંડામાં ફરી વખત ઘઉંને વાવી દો. આવી રીતે રોજ ઘઉં વાવવાનું ચાલુ રાખો.
જવારાનો રસ બનાવવાની રીત :
જયારે અનુકૂળ સમય મળે ત્યારે જવારા કાપો. કાપીને તરત ધોઈ લો. પછી તેને પીસવા. પીસી ને તેને કપડાથી ગાળી લો. એ પ્રમાણે તેજ જવારા ને ત્રણ વખત પીસી પીસી ને વાટી ને રસ કાઢવાથી વધુ રસ નીકળશે. ચટની બનાવવાનું કે રસ કાઢવાનું મશીન વગેરેથી પણ રસ કાઢી શકાય છે. રસ કાઢી લીધા પછી સમય બગાડ્યા સિવાય તરત જ તેને ધીમે ધીમે પીવો.
કેઈ કારણ વગર એક ક્ષણ પણ તેને પડી રહેવા ન દેવો, કારણ કે તેના ગુણ દરેક ક્ષણે ઘટવા લાગે છે અને ત્રણ કલાક માં તો તેમાં પોષક તત્વો નાશ પામે છે. સવારે ખાલી પેટ આ રસ પીવાથી વધુ લાભ થાય છે.
દિવસમાં કોઈ પણ સમયે જવારા નો રસ પી શકાય છે. પણ રસ લેતા પહેલા અડધો કલાક અને પીધા પછી અડધી કલાક કઈ પણ ખાવું પીવું ન જોઈએ.
શરૂઆતમાં ઘણાને રસ પીધા પછી ઉલટી જેવું લાગે છે, ઉલટી થાય કે શરદી થઈ જાય છે. પણ તેનાથી ગભરાવું નહી. શરીરમાં ઘણા ઝેર એકઠા થઇ ગયા છે આ પ્રક્રિયા તેની નિશાની છે. શરદી દસ્ત અથવા ઉલટી થવાથી શરીરમાં એકઠા થયેલુ ઝેર નીકળી જશે.
જવારા નો રસ કાઢતી વખતે મધ, આદુ, નાગરવેલના પાન (ખાવાના પાન) પણ નાખી શકાય છે.
તેનાથી સ્વાદ અને ગુણમાં વધારો થશે અને ઉબકા નહી આવે.
ખાસ એક વાત ધ્યાનમાં રાખો કે જવારાના રસમાં મીઠું કે લીંબુનો રસ ક્યારેય ન નાખશો.
રસ કાઢવાની સુવિધા ન હોય તો જવારા ચાવીને ખાઈ શકો છો. તનાથી દાંત પેઢા મજબુત થશે. મોઢામાં જો દુર્ગંધ આવતી હશે તો દિવસમાં ત્રણ વખત થોડા થોડા જવારા ચાવવાથી દુર થઇ જશે. દિવસમાં ત્રણ કે ચાર વખત જવારા નો રસ લો.
ઘઉંના જ્વારાને ચાવવાથી ગળાની ખરાશ અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. તેના રસના કોગળા કરવાથી દાંત અને મસૂઢાના ઈન્ફેક્શનમાં લાભ મળે છે. ત્વચા પર જ્વારાનો રસ લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.
સસ્તું અને સર્વોત્તમ જવારા નો રસ:
જ્વારાનો રસ દૂધ,દહીં અને માસથી અનેક ગણો ગુણકારી છે. દૂધ અને માસમાં પણ જે નથી તેથી વધુ આ જવારા ના રસમાં છે.
એ સિવાય દૂધ, દહીં અમે માસની સામે આ ખુબ સસ્તા છે. ઘરમાં ઉગાડીને કાયમી સગવડ છે. ગરીબ થી ગરીબ વ્યક્તિ પણ આ રસનો ઉપયોગ કરીને પોતાનું ખોવાયેલું સ્વાસ્થ્ય ફરી વાર મેળવી શકાય છે.
ગરીબો માટે આ ભગવાનનો આશીર્વાદ છે. નવજાત શિશુ થી લઈને ઘરના નાના મોટા ઘરડા બધા જવારા નો રસનું સેવન કરી શકે છે. નવજાત શિશુને રોજ પાંચ ટીપા આપી શકાય છે.
જવારાના રસમાં લગભગ બધા ક્ષાર અને વિટામીન રહેલા છે. તે કારણે શરીરમાં કોઈ પણ ખામીને પૂરી કરવા માટે જવારા નો રસ સારી રીતે કામમાં આવે છે
તેનાથી દરેક ઋતુમાં નિયમિત રીતે પ્રાણવાયું, ખનીજ, વિટામીન, ક્ષાર અને શરીર વિજ્ઞાનમાં જણાવેલ કોશો ને જીવિત રાખવા માટે જરૂરી તમામ તત્વો મેળવી શકાય છે.
ડોક્ટરની સહાયતા વગર ઘઉંના જવારાનો પ્રયોગ ચાલુ કરો અને નબળું થઇ ગયેલ શરીરને માત્ર ત્રણ અઠવાડિયામાં જ તાજું, સ્ફૂર્તિદાયક અને તરવરાટ વાળું બનાવી દો.
જવારાના રસનું સેવન ના પ્રયોગ કરાયા છે. કેન્સર જેવા અસાધ્ય રોગો મટે છે. શરીર તામ્રવર્ણી અને પુષ્ઠ થતું જોવા મળેલ છે.