ગરમીમાં પણ પુષ્કળ ઉત્પાદન આપશે ઘઉંની આ નવી જાત ઉત્તર નાં રાજ્યો ને થશે ફાયદો

ભારતમાં ઘઉં સૌથી વધારે વપરાતા અનાજો માંથી એક છે. તેમજ તેની ખેતી પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ઘણા દેશોમાં ભારત માંથી ઘઉંની આયાત કરવામાં આવે છે. અને લગભગ દરેક ઘરમાં દિવસમાં એક વાર તો ઘણુંનો કોઈ ને કોઈ પ્રકારે ઉપયોગ થતો હોય છે. માટે આજે અમે તમારા માટે ઘઉંની ખેતી વિષે થોડી જાણકારી આપવાના છીએ.

ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન ( PUSA ) એ ઘઉંની પાંચ અને જે ત્રણ જાતો બહાર પાડી છે. તેમાં ઘઉંની ડીબીડબ્લ્યુ – ૧૭૩ ગરમીમાં પણ પુષ્કળ ઉત્પાદન આપશે. શોધમાં એક હેકટરમાં તેનું ઉત્પાદન ૭૦ ક્વિન્ટલ સુધી આવ્યું છે. આ જાત માટે હરિયાણા, પંજાબ, દિલ્લી, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશનો ઉના જીલ્લો અનુકુળ છે.

ગુજરાત નાં લેબોરેટરી વાળા યો ને ને વૈજ્ઞાનિકો ને આ વિષે ખેડૂતોએ પૂછવું જોઈએ કે શું ગુજરાત ની જમીન ને આ અન્કુળ થશે?

આ વિસ્તારોમાં કરાયેલી શોધ પછી આવેલા સફળ પરિણામ પછી આ વેરાઈટીને બહાર પાડવામાં આવી છે. તેના સિવાય પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને અસમના વિસ્તારો માટે
એચઆઈ- ૧૬૧૨, ડીબીડબ્લ્યુ-૧૬૮, યુએએસ- ૩૭૫ અને એચઆઈ- ૮૭૭૭ ને બહાર પાડવામાં આવ્યા છે. તેના સિવાય ડીબીડબ્લ્યુઆરબી-૧૩૭, આરડી-૨૮૯૯ અને આરડી-૨૯૦૭ ની જાતો બહાર પાડવામાં આવી છે.

શું કહે છે વિષયનિષ્ણાંતો

સંસ્થાના નિર્દેશક ડો. જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિહે કહ્યું કે આ વેરાઈટીને બહાર પાડ્યા પછી તેનું સીડ બનાવવામાં આવશે. તેના પછી તે માર્કેટમાં ઉપલબ્ધ થશે. કોઈ પણ વેરાઈટીને બહાર પાડ્યા પછી પૂર્ણ રૂપથી ખેડૂતો સુધી લાવવા માટે આશરે બે વર્ષ થાય છે, કારણ કે ખેડૂતોની ડિમાંડ મુજબ બીજ તૈયાર કરવામાં આવે છે. ડીબીડબ્લ્યુ ૧૭૩ની વાવણી નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી લઈને ડિસેમ્બરના બીજા અઠવાડિયા સુધી કરી શકાય છે. આ પાક ૧૧૮ થી ૧૨૦ દિવસમાં તૈયાર થઇ જાય છે.

પર્યાવરણની ગરમ તાસીરથી લડશે આ નવી જાત

કેટલીક વેરાઈટીમાં એવું જોવા મળ્યું છે કે માર્ચ મહિનામાં જયારે તાપમાન સામાન્યથી વધારે થઇ જાય છે ત્યારે દાણા ફુટવાનું ચાલુ થઇ જાય છે, પરંતુ ડીબીડબ્લ્યુ ૧૭૩માં એવું નહિ થાય. આ જાત બેથી ચાર ડીગ્રી વધારે તાપમાન પણ સહન કરી શકશે. તેના સિવાય આમાં રોગપ્રતિકારક શક્તિ પણ અન્ય જાતોથી વધુ છે. આમાં આયરનનું પ્રમાણ ૪૧ પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

,

by