ઘરમાં આ 5 જગ્યાઓ પર ન લગાવો પૂર્વજોના ફોટા, થશે અશુભ, જાણો વધુ વિગત.

લોકો હંમેશા પોતાનું ઘર શણગારવામાં ઘણી કાળજી રાખતા હોય છે અને હોવી જ જોઈએ, કેમ કે ઘરને જેટલું સુંદર અને સ્વચ્છ રાખીએ એટલી જ ઘરમાં સકારાત્મકતા આવે છે, અને તેનાથી આપણું મન પણ શુદ્ધ રહે છે. અને ઘરનું વાતાવરણ પણ સારું જળવાયેલું રહે છે. પરંતુ ઘરમાં અમુક વસ્તુને તેની યોગ્ય જગ્યાએ ન રાખવાથી નુકશાન પણ થઇ શકે છે.

પિતૃપક્ષ દરમિયાન લોકો રીત રીવાજ સાથે પોતાના પિતૃની આરાધના કરે છે. આમ તો ઘણી વખત જાણે અજાણે આપણે એવી ભૂલો કરી બેસીએ છીએ, જેનાથી આપણેને ફાયદાને બદલે નુકશાન ભોગવવું પડી જાય છે. હંમેશા તમે જોયું હશે કે લોકો સ્વર્ગવાસ થયા પછી પોતાના પૂર્વજોની તસ્વીરો ઘરમાં લગાવી દે છે.

પરંતુ શું તમે જાણો છો આ તસ્વીરોને ક્યાં અને કેવી રીતે લગાવો છો તેનું પણ ઘણું મહત્વ હોય છે, યોગ્ય સ્થાન ઉપર લગાવવામાં આવેલી તસ્વીરો હંમેશા નુકશાન આપે છે.

૧. મૃત વ્યક્તિના ફોટા લોકો ઘણી વખત ભગવાન કે દેવી-દેવતાઓની તસ્વીરો સાથે લગાવી દે છે. જો કે એમ કરવું એકદમ ખોટુ છે. તેનાથી તમને ફાયદા થવાને બદલે નુકશાન ન વેઠવું પડશે. દેવી કે દેવતા પિતૃથી વધીને હોય છે અને એમ કરવું દેવદોષ માનવામાં આવે છે.

૨. મૃત લોકોની તસ્વીરો બ્રહ્મ એટલે ઘરની વચ્ચેના ભાગમાં ન લગાવવી જોઈએ, તેનાથી તમારું માન સન્માન ઓછું થશે. તે ઉપરાંત પશ્ચિમ કે દક્ષીણ દિશામાં લગાવવાથી પણ દુર રહેવું જોઈએ. તેનાથી સંપત્તિને નુકશાન થાય છે.

૩. પિતૃની તસ્વીરો ઘરમાં બધી જગ્યાએ ન લગાવવી જોઈએ, એમ કરવાથી માણસમાં તનાવની સ્થતિ ઉભી થઇ રહે છે. તે ઉપરાંત પિતૃની તસ્વીરો લટકતી કે ટીંગાતી રાખવી પણ સારું નથી માનવામાં આવતું.

૪. મૃત લોકોના તસ્વીરો જીવિત વ્યક્તિઓ સાથે ક્યારેય ન લગાવવી જોઈએ. તેનાથી સ્વભાવમાં નકારાત્મકતા નો ભાવ ફેલાય છે.

૫. પૂર્વજોની તસ્વીરોને ઘરના બેડરૂમ કે રસોડામાં પણ ન લગાવવી જોઈએ. તેનાથી પૂર્વજોનું અપમાન થાય છે અને ઘરમાં હંમેશા અશાંતિ છવાયેલી રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.